ભાગ 8 : પ્રેમ પ્રકરણ - શીન અને માયા
ડેવિન અને ઊર્જા ને એક સિક્રેટ જગ્યા એ લઈ ગયા પછી તેમને ઘણા દિવસો સુધી ત્યાં ને ત્યાં જ રાખેલા હતા.
આ તરફ SK અને ધનશ બન્ને વચ્ચે આવતા તમામ વિઘ્નો ને દૂર કરતા હતા.
ઓફિસ ની તાલીમ બસ પૂર્ણ થવામાં થોડા દિવસો જ બાકી હતા; ત્યારે એક દિવસ સવારે ચમકતા સૂરજ ના કિરણો માં છૂટા અને લાંબા વાળ સાથે, ખૂબ જ અલૌકિક અને રમણીય એવો ચહેરો અને ચહેરા પર જોરદાર સ્મિત, ધારદાર આંખો જાણે એ આંખો હમણાં કોઈ જુએ તો જોતું જ રહી જાય , મઘ્યમ કદ અને પાતળું શરીર એવી એક અત્યંત મોહક કન્યા ઓફિસ ના દરવાજેથી અંદર તરફ આવી રહી હતી.
તમામ તાલીમાર્થીઓ ના મોઢા તો જાણે આશ્ચર્યચકિત થઈ ગયા હતા, તેઓ બસ આ છોકરીની સુંદરતા નિહાળી રહ્યા હતા, ત્યારે જ પાછળ થી કાળા ચશ્મા અને કાળા સુટ માં, થોડીક ખતરનાક આંખો જે ભલભલા ને ડરાવી દે એવા માહોલ સાથે SK આવ્યો અને પેલી સુંદર છોકરી ની તમામ સુંદરતા પર પાણી ફેરવાઈ ગયું , બધા તાલીમાર્થીઓ મન માં બોલવા લાગ્યા અરે એક તો માંડ કંઈક નવું જોવા મળ્યું હોય ને SK એમાં વચ્ચે આવી જાય.
પેલી છોકરીએ પૂછ્યું -" અહીં SK કોણ છે?"
પાછળ ઊભેલા SK એ જવાબ આપ્યો -" હું "
"હું અહી હમણાં તાલીમ માટે આવી છું, મે સર સાથે વાત કરી તો એમણે કહ્યું કે SK સર મારું ઇન્ટરવ્યુ લેવાના છે" પેલી છોકરી બોલી.
SK એ કહ્યું કે, " મારી એવી કોઈ વાત સર સાથે નથી થઈ આમ છતાં હું આપનું ઇન્ટરવ્યુ લઈશ કેમ કે સર એ આપને કહ્યું છે તો હું ના નહિ પાડી શકું "
ઇન્ટરવ્યુ પૂર્ણ થયો, તે છોકરી સિલેક્ટ પણ થઈ ગઈ, શીન પેલી છોકરી પાછળ ખૂબ જ દીવાનો થઈ ગયો હતો, તેણે કહ્યું, " હેલ્લો! નમસ્તે, મારું નામ શીન અહી હું તમારો સિનિયર છું, કંઇપણ કામ હોય તો આપ બેશક મને કહી શકો છો "
"નમસ્તે સર, મારું નામ માયા છે, હું આપને ચોક્કસ જણાવીશ જો કોઈ કામ હશે તો" આમ કહીને પેલી છોકરી ત્યાંથી ચાલી ગઈ.
તેના ગયા બાદ શીન બોલ્યો - મને આ છોકરી ખૂબ જ ગમી ગઈ છે, કોઈ પણ છોકરાવ એને વતાવશે નહિ હવેથી "
હેપીન બોલ્યો - " અમે તો કંઈ નહિ કરીએ, પણ જો જે હો કે તારા લીધે એને તકલીફ ના થાય "
એના કહ્યા બાદ બધા હસવા લાગ્યા અને આમને આમ મોજ મસ્તી માં દિવસ પસાર થઈ ગયો.
SK અચાનક જ ઓફિસે આવતો બંધ થઈ ગયો અને આ તરફ શીન ધીમે ધીમે માયા સાથે સંબંધ વધુ ગાઢ કરવાની કોશિશ કરતો.
" આટલા શીતળ વાતવરણ માં પણ મને ઠંડી નથી લાગતી, પૂછ કેમ ? " શીન બોલ્યો.
માયા એ પૂછ્યું કેમ ?
શીન એ કહ્યું
કેમ કે તારી મોહકતા ની સામે આ ઠંડી શું કહેવાય .
શીન ની આ વાત કરવાનો અંદાજ માયા ને ખૂબ પ્રિય હતો, ધીમે ધીમે દિવસો પસાર થયા ને બંન્ને નું પ્રેમ પ્રકરણ આગળ વધતું ગયું. ઓફિસ ના બંને પ્રખ્યાત પ્રેમી પંખીડા બની ગયા હતા.
એક દિવસ મોડી રાત્રિ ના સમયે, મુખ્ય અધિકારી અને SK હેપીન ને બોલાવે છે અને મુખ્ય અધિકારી હેપીન ને કહે છે કે, " SK તને જેમ કહે એમ તારે કરવાનું છે,તારે કંઈ પણ પ્રશ્ન નથી પૂછવાના અને જેમ તને કહેવામાં આવે તારે બસ એમ જ કરવાનું છે, જો તું એમ કરીશ તો એમાં તારો ફાયદો છે, જો નહિ કર તો ભયાનક નુકસાન માટે તૈયાર રહેજે "
હેપીન ચિંતા માં પડી ગયો કે આ લોકો મને શું કરવાનું કહેશે...