રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:23
સૂર્યાએ વધેલી ચા પુરી કરી અને મનુકાકાને મેસેજ કર્યો હતો.સૂર્યાને થોડીવાર રાહ જોવા સિવાય બીજો કોઈ ઓપશન ન હતો.તેને કેફે તરફ નજર નાખી.બપોરના સમયે મોટાભાગના ટેબલ ખાલી હોય છે.આજે પણ કંઈક એવું જ થયું.ખૂબ ઓછા લોકો અત્યારે કેફેમાં હતા.તેમાંથી ખૂણાના ટેબલ પર બેઠેલા ત્રણ ચાર છોકરાઓ તેની જ કોલેજના હતા તે બેઠા બેઠા વાતું કરી રહ્યા હતા.બીજા એક ટેબલ પર એક નવયુવાન કપલ બેઠું હતું અને ખૂબ જીણા અવાજે વાતું કરી રહ્યું હતું.
એક ટેબલ પર કોઈક છોકરી એકલી જ બેઠી હતી.સૂર્યાને થયું કે તે ક્યારની તેની સામું જ જુવે છે.તેને તે છોકરીને ધ્યાનથી જોઈ તેને તે ઓળખીતી લાગીમસૂર્યાને થયું કે તે તેને સારી રીતે ઓળખે છે.તેની હાઈટ સૂર્યા કરતા સહેજ ઓછી હતી.તેના ગળા પર બે તલ હતા.તેને તેના શરીરને એકદમ ચુસ્ત રાખ્યું હતું.ક્યાંય પણ વધારે ચરબીનો ભરાવો ન હતો.તેના હાથ પ્રમાણમાં વધારે લાંબા હતા.તેના મોઢા પર એક સ્મિત રમતું હતું.તેનું નાક ચપટું હતું.તે અત્યારે સલવાર અને કમિઝમાં હતી.તેની આંખો બદામી રંગની હતી. સૂર્યા માટે તે મહત્વનું ન હતું તેના માટે મહત્વનું હતું તો તેના કાંડા પર બાંધવામાં આવેલુ એક બ્રેસલેટ હતું તેના પર 'U' આકાર હતો સાથે જ બે મોઢા વાળા ગરુડનું નિશાન હતું.સૂર્યાને થઈ રહ્યું હતું કે તે બ્રેસલેટ પહેલા પણ તેને જોયું છે, પણ ક્યાં જોયું છે તે તેને યાદ આવી રહ્યું નહોતું.તે યાદ તેના મગજના એક ખૂણામાં કેદ હતી પરંતુ તે તેને યાદ નહોતી આવી રહી.સૂર્યા કોઈ મહત્વની વ્યક્તિ અથવા યાદને ભૂલે તેવો વ્યક્તિ ન હતો.આથી તેને થયું કે તે કોઈ મહત્વનું નહીં હોય પણ તેમ છતાં તે બ્રેસલેટ થોડીથોડી વારે સૂર્યાનું ધ્યાન ખેંચી રહ્યું હતું. તે છોકરી તેનો હાથ તેના ઝડબા પર ટેકવિને બેઠી હતી આથી તે સૂર્યાને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. સૂર્યાને તેની સાથે વાત કરવાની ઈચ્છા હતી પણ તે કોઈક અજ્ઞાત કારણથી ખચકાતો હત.તે વધુ વિચારે તે પહેલાં મનુકાકા ત્યાં આવી ગયા હતા.
******************
સૂર્યા પોતાના બંગલે આવીને કોમ્પ્યુટર સામે બેઠો હતો.તેની પાસે અત્યારે કરવા માટે કોઈ કામ ન હતું.તે કોમ્પ્યુટરમાં જુના ફોટા જોઈ રહ્યો હતો.તેમાં તેના પરિવારના ફોટા હતા. તે ફોટા કદાચ તે બે વર્ષનો હશે ત્યારના હતા.તેને કોઈ સ્ત્રી તેડીને ઉભી હતી તેની બાજુમાં સૂર્યાના પપ્પા અને તેની બાજુમાં સૂર્યાના દાદા એટલે કે માસ્ટર બ્રહ્મભટ્ટ પણ હતા.આ ફોટો કોઈ લીંબડાના વૃક્ષ નીચે પાડવામાં આવેલો હતો.તે ખૂબ નીરખીને તે ફોટા જોઈ રહ્યો હતો.તેનું ધ્યાનભંગ ત્યારે થયું જ્યારે તેના ફોન પર કોઈ નોટિફિકેશન આવ્યું.તે ગ્રુપ મેસેજ હતો આરવે લખ્યું હતું કે "સોરી ગાઈઝ અમારા લીધે તમારી ટ્રીપ પણ કૅન્સલ થઈ હતી પણ મમ્મીની તબિયત હવે સ્ટેબલ છે તો આપડે પ્લાન કર્યો હતો એટલા બધા દિવસ તો નહીં પણ બે દિવસ આપડે ક્યાંક જઈ આવીએ કેમ કે પપ્પા બે દિવસ ઘરે જ છે"
"ના ના એવી કોઈ ઉતાવળ નથી આપડે આરામથી જઈશું" થોડીવારમાં કિંજલનો મેસેજ આવ્યો.
"એવું નથી આ આરવીયાની જ જવાની ખૂબ ઈચ્છા છે" રિયાએ ફની ઇમોજી સાથે કહ્યું.
"ચાલો દિવ જઈએ" આરવે કહ્યું
"કાલે સવારમાં નીકળવું પડશે!" સૂર્યાએ કહ્યું.સૂર્યાએ કઈક વિચારીને એ મેસેજ કર્યો હતો.તેને બે દિવસ એમપણ કોઈ કામ નહોતું.
"પણ તું આવી શકીશને? પછી સવારે એમ ના કહેતો કે હવે થોડો પ્લાન ચેન્જ થઈ ગયો છે" કિંજલે કહ્યું
"ના..ના..હું આવી શકીશ એમ પણ મને દિવ જોવાની ખૂબ ઈચ્છા છે." સૂર્યાએ કહ્યું
"ઓકે તો રાત્રે મળીને કંઈક પ્લાન કરી લઈએ બધા ઇન્દુ પાર્કમાં મળીયે" રિયાએ કહ્યું
બધાએ ઇમોજી સાથે સહમતી દર્શાવી.
******
હકીકતમાં તો સૂર્યાને અત્યારે કશું કામ ન હતું પણ ફક્ત તે એક કારણ ન હતું તેનું દિવ જવાનું,પણ તેનું બીજું કારણ હતું તેનો મિત્ર ગુરુ. તે બંનેએ લગભગ એક દાસકો સાથે રહ્યા હતા.તેને ગુરુને મળવાની ખૂબ ઈચ્છા હતી.ગુરુ તેઓ માનો એક હતો જેને સ્વતંત્ર રીતે કામ કરવાનું અથવા જીવવાનું વિચાર્યું હતું.જ્યારે સૂર્યાએ એસેમ્બલી સાથે આગળ વધવાનું વિચાર્યું હતું.તેને તેના દાદાને ફોન કર્યો.પહેલા તેને થોડીક ઔપચારિક વાતો કરી પછી સૂર્યાએ કામનો રિપોર્ટ આપ્યો.જો કે તેના દાદા ક્યારેય તે માંગતા નહીં પણ સૂર્યા સમયસર તે કામ કરતો જેથી કોઈ સજેશન હોય તો તેના દાદા તેને આપી શકે.
"તો દાદા બે દિવસ ફ્રિ છું તો હું દિવ જઈ રહ્યો છું કેટલાક ટેમ્પરરી મિત્રો સાથે" સૂર્યાએ ટેમ્પરરી પર ભાર મુક્યો.
"કેમ? ટેમ્પરરી?" માસ્ટરે કંઈક કૌતુકથી પૂછ્યું હકીકતમાં તેનો જવાબ તે પહેલેથી જ અંદેશી શકતા હતા.
"થોડો સમય હું અહીં રહીશ કોઈકની સાથે ઓળખાણ થશે એટલે તમે બ્રાઝીલ,કોલકાતા,મેક્સિકો,મોસ્કો,ગ્રીનલેન્ડ ક્યાંક બીજે મોકલી દેશો" સૂર્યાએ કહ્યું
"ઓહ ડિયર એ તો આપણું કામ છે,પણ એવું જરૂરી નથી કે મિત્રો ટેમ્પરરી જ રહે.તું સમય મળે ત્યારે મળવા આવી જ શકે છે અને તને ખબર છે હું અત્યારે ક્યાં છું?"
"કદાચ સેન્ટ પીટર્સબર્ગ અથવા મોસ્કો કદાચ લે.એ. માં પણ હોઈ શકો?"
"નહીં હું અત્યારે કર્ણાટકમાં છું હું તો દસ થી વધારે દિવસ એક શહેરમાં નથી રહેતો તો વિચાર હું કેટલા નવા લોકોને રોજ મળું છું" દાદાએ કહ્યું.
"દાદા તમે ઇન્ડિયા આવી ગયા છો અને મને કહ્યું પણ નહીં!" સૂર્યાએ ઉદ્ગાર સાથે કહ્યું.
"કેમ કે તું કદાચ મને રોકી લેત"
"હું શું કામ તમને રોકુ?" સૂર્યાએ અસમંજસમાં પૂછ્યું
"કેમ કે સૂર્યા અત્યારે તું જે મિશન કરી રહ્યો છું,તે તારી અત્યાર સુધીની લાઈફનું સૌથી ખતરનાક મિશન છે અને તને સાથે કોઈ આસિસ્ટન્ટ ન રાખવાની ખૂબ ખરાબ ટેવ છે.અહીં એક એસેમ્બલીનો કાબીલ હેકર છે તેને હું તારી પાસે મોકલી આપીશ" માસ્ટરે કહ્યું.
"એની જરૂર નથી દાદા મેં પહેલા જ એ વિશે વિચારી લીધું છે" સૂર્યાએ કંઈક વિચારતા કહ્યું.હકીકતમાં તેને કશું વિચાર્યું ન હતું પણ દાદા કોઈને પણ મોકલી દેશે એ ડરથી તેને એક નિર્ણય કર્યો હતો.
"શુ વિચાર્યું છે?" દાદાએ ટુકમાં પૂછ્યું.
"આપણી એસેમ્બલીનો એક વ્યક્તિ અને મારો જીગરજાન દોસ્ત અહીં નજીકમાં જ છે હું તેને મદદ માટે કહીશ" સૂર્યાએ કહ્યું.
"એ કોણ છે?" માસ્ટરે કંઈક મૂંઝવણ સાથે પૂછ્યું.
"ગુરુ બીજું કોણ?" સૂર્યાએ કહ્યું.
"અરે પણ ગુરુતો સ્વતંત્ર કામ કરે છે એને ટ્રેસ કરવાનો હક તને નથી" દાદાએ કડકાઇથી કહ્યું.
"એ એસેમ્બલીના રુલ પ્રમાણે પણ અમારી મિત્રતા સામે તે કોઈ રુલ નડતા નથી.તેને જ મને સામેથી કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે તે ક્યાં છે" સૂર્યાએ કહ્યું.
"શુ ગુરુએ તને સામેથી કોલ કર્યો હતો?વિચિત્ર કહેવાય હકીકતમાં તો સ્વતંત્ર રહેનાર લોકો માટે જીવનું જોખમ કાયમ રહે છે કેમ કે એસેમ્બલી તરફથી તેમને કોઈ સુરક્ષા મળતી નથી." દાદાએ કહ્યું
"તમારી વાત સાચી પણ ગુરુ મને એકને વાત કરે તેમાં કોઈ પ્રોબ્લેમ નથી.તમને લાગે છે કે હું જીવના જોખમે પણ હું કોઈને એનું લોકેશન આપી દવ" સૂર્યાએ કહ્યું
"કમાલ છે મને એમ હતું કે આ બધા ફ્રિડમ હેકર પોતાના વિશે જ વિચારતા હશે" દાદાએ કહ્યું.
"એવું કાંઈ નથી તે અત્યારે મને લાઈવ લોકેશન આપવામાં પણ ખચકાય નહીં."
"એ તો ઠીક છે પણ તે એસેમ્બલી માટે કામ નથી કરતો તો તેને આ મિશન માટે પૂછવું ઠીક રહેશે? બીજા તું કહે એને મોકલી દવ " દાદાએ કહ્યું
"નહિ દાદા ગુરુ આ કામ માટે બેસ્ટ છે તેના બે કારણ છે પહેલું તો વિશ્વાસ અને બીજું કે તેની સાથે હું દસ વર્ષ રહ્યો છું તો મને વધુ ફાવશે" સૂર્યાએ કહ્યું.
"તો તને એવું લાગે છે કે એસેમ્બલીના બધા માણસો વિશ્વાસુ નથી?" સામેથી કંઈક પરેશાન આવાજ આવ્યો
"જો હોત તો પછી તમે હું અત્યારે ક્યાં છું અને ક્યુ મિશન કરી રહ્યો છું તે એસેમ્બલીની વેબસાઈટ પર કેમ અપડેટ કરતા નથી?" સૂર્યાએ કહ્યું.
"કેમકે તે વેબસાઈટ કોઈ પણ હેક કરી શકે છે" સામેથી અવાજ આવ્યો.
"ઓહ રિયલી તમને સાચેજ એવું લાગે છે કે મારા અને તમારા દ્વારા બનાવવામાં આવેલી મારીયાના વેબની વેબસાઈટ કોઈ હેક કરી શકે છે!"સૂર્યા મંદ મંદ હસતા કહ્યું.
"ચલ એ ઠીક છે પણ બધાને તું ક્યુ મિશન કરે છે એનાથી શુ મતલબ હોય કે હું વેબસાઈટ પર અપડેટ કરું." બ્રહ્મભટ્ટે દલીલ કરી
"દાદા તમને લાગતું નથી તમે જે બોલ્યા તેની સાથે તમે જ સહમત નથી.જ્યારે હું કોઈ મિશન પૂરું કરી પાછો ફરું છું ત્યારે મને લગભગ દરેક વ્યક્તિ કહે છે મેં તે આગળના મિશનમાં તેની સાથે આવવા માંગે છે." સૂર્યાએ કહ્યું
"ઠીક છે સૂર્યા તું જીત્યો અને હું હાર્યો પણ ગુરુ છે ક્યાં?" માસ્ટરે હથિયાર હેઠા મુકતા કહ્યું.
"દિવ,હું ને મારા કેટલાક દોસ્તો કાલે જઈ રહ્યા છીએ" સૂર્યાએ કહ્યું.
"ઠીક છે દીકરા ભગવાન શંકર તારી મદદ કરે" કહી દાદાએ ફોન મુક્યો.
***********
ક્રમશ: