Redhat-Story ek Hacker ni - 34 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 34

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 34


      રેડ હેટ:સ્ટોરી એક હેકરની
      પ્રકરણ:34

    સ્થળ: ન્યાય મંદિર,તારાપુર
    સમય: સવારના સાડા નવ

         કોર્ટની સામેની બાજુ આવેલ નાના પાર્કમાં કિંજલ આમથી આમ આંટાફેરા મારતી ઘડિયાળમાં જોઈ રહી હતી.આખું ગ્રાઉન્ડ ખાલી હતું ફક્ત સામેના બાકળા પર રિયા અને આરવ બેઠા હતા.જેઓ પુરી વાતથી અજાણ હતા પણ કિંજલે જે રીતે સૂર્યા સાથે વાત કરી હતી તે પરથી કળી શકાતું હતું કે વાત ખૂબ ગંભીર છે. "અરે યાર કિંજલ તું બેસી જા તને જોઈને મને ચક્કર આવી ગયા" રિયાએ કહ્યું.

         કિંજલ કાઈ જવાબ આપે એ પહેલાં એક કારનો અવાજ આવ્યો.એક ગાડી બિલકુલ તેમની સામે આવી ઉભી રહી અને તેમાંથી સૂર્યા અને ગુરુ નીચે ઉતાર્યા.સૂર્યા કિંજલ પાસે આવ્યો,તે કઈ બોલે તે પહેલાં કિંજલે કહ્યું "ઓહ તો કપડા બદલવા ગયો હતો એમને " આ શબ્દ સાંભળતા જ સૂર્યાની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ.પણ તેને તેમ છતાં કહ્યું "શુ વાત કરે છો તું કિંજલ?" સૂર્યાએ કહ્યું.

        "જો સૂર્યા તું પણ જાણે છે ને હુ પણ જાણું છુ કે થોડીવાર પહેલા કોલજના પટાંગણમાં શુ થયું.સો પ્લીઝ તે એક વ્યકતી પર ગોળી ચલાવી અને મારી નાખ્યો" કિંજલે રડતા રડતા કહ્યું.

          આ સાંભળી આરવ અને રિયા સફાળા ઉભા થયા તેમને વાતની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. "અરે તે એનું મોઢું બરાબર નહિ જોયું હોય હું કઈ રીતે હોઈ શકું?" સૂર્યાએ કહ્યું.

         "મોઢું તો બદલી પણ શકે ને! પણ હા ગન તો તે જ હતી કાલ વાળી તે ડિઝાઇન હું ભૂલી નથી" કિંજલે ડુસકા લેતા લેતા કહ્યું.

           એટલીવારમાં સૂર્યાની ગાડી જોઈ વિક્રમ પણ અંદર આવ્યા હતા અને સૂર્યાએ તેમને કિંજલ વિશે મેસેજમાં વાત કરી હતી. આથી તે કિંજલને જાણતા હતા તેને જ્યારે કોલેજમાં જોઈ ત્યારે તેમને ધ્રાસકો પણ પડ્યો હતો,પણ તેમને એવું નહોતું લાગ્યું કે તે સૂર્યાને ઓળખી ગઈ હશે.તેમને કાઈ બોલ્યા વગર બાજુમાં ઉભા રહી ગયા.

          "અરે પણ એવી ગન તો ઘણા પાસે હોઈ શકે ને" સૂર્યાએ કહ્યું

           "અચ્છા અને આ લોકેટ પણ?" કિંજલે તેને વાઇટ હેટનું એક લોકેટ બતાવતા કહ્યું.સૂર્યાએ તેના ગળામાં ચેક કર્યું લોકેટ નહોતું. તે કદાચ રોકી સાથેની ઝપાઝપીમાં ત્યાં જ પડી ગયું હતું.હવે તેની પાસે સાચું બોલવા સિવાય કોઈ રસ્તો ન હતો "હા કિંજલ એને મેં જ માર્યો છે અને હું તારો આભાર માનીશ તું આ લોકેટ અહીં લઈ આવી જેથી પોલીસના હાથમાં ના આવ્યું" સૂર્યાએ કિંજલના હામાંથી તે લોકેટ લીધું અને પાછું ગળામાં નાખ્યું.

          "અરે પોલીસ તો અહીં જ છે તને આવડા મોટા ઈન્સ્પેકર નથી દેખાતા" આરવે વિક્રમ સામે જોઇને કહ્યું.

         "અરે એમનાથી મારે ડરવાની જરૂર નથી" સૂર્યાએ કહ્યું.

        "કેમ એ તારા કોઈ સગા થાય છે એની વે તે જે હોઈ તે પણ હું એક એવા વ્યક્તિ સાથે ક્યારેય નહીં રહેવા ઇચ્છું જે કોઈને આટલી સરળતાથી દિન-દહાડે ખૂન કરી શકે.અને તેનો જરા પણ પશ્ચાતાપ ન હોય સોરી ટુ ટેલ હું બટ તું એક ક્રિમિનલ છે અને આટલી નાની ઉંમરે કઈ માફિયા જેવા કામ કરે છો તો મોટો થઈને શુ કરીશ?" કિંજલે એજ રડમસ અવાજે કહ્યું.

      "વોટ કિંજલદીદી તમે ભૈયાને માફિયા સાથે સરખાવો છો.આઇ અલસો સોરી ટૂ ટેલ યુ બટ જ્યા સુધી તમે કોઈ વ્યક્તિ વિશે પૂરું જાણતા ન હોય ત્યાં સુધી તેના વિશે કોઈ મત બાંધવો એ તમારી બહુ મોટી ભૂલ છે" ગુરુએ કહયુ.

       "ગુરુ શટ અપ તારે કશું બોલવાની જરૂર નથી" સૂર્યાએ કહ્યું.સૂર્યની નજર હજી નીચે હતી.

        "નહીં કેમ જરૂર નથી જુઓ મિસ.કિંજલ હું પણ સૂર્યા વિશે તમારા કરતા કાઈ વધારે નથી જાણતો પણ હું તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરું છું.મેં હજી તેને આનું કારણ પૂછ્યું નથી અને હું મારી બડાઈ નથી કરતો પણ તું જો બે ચાર વર્ષથી તારાપુરમાં છો તો મારી ઈમાનદારી વિશે જાણતા જ હશોમહું તમને વધારે તો કઈ નહિ કહું પણ તમે એકલામાં વાત કરી લ્યો અમે થોડીવાર બહાર ઉભા છીએ" વિક્રમે કહ્યું અને બહાર ચાલ્યો તેની પાછળ ગુરુ,આરવ અને રિયા પણ દોરાયા.

          "સોરી સૂર્યા કોઈ પણ રિઝન હોય,પણ મને બહુ મોટો ધ્રાસકો લાગ્યો છે"કિંજલે કહ્યું

          "તો કિંજલ થોડા કલાકો એને ભૂલી જા" સૂર્યાએ કિંજલની નજીક આવતા કહ્યું.

        "તેનાથી શુ થવાનું છે?" કિંજલે પૂછયુ.

       "હું તને મારા વિશે બધું કહી દઈશ પણ અત્યારે સમય નથી કોર્ટમાં કેસ પતે પછી અને મને વિશ્વાસ છે કે તારો મત બદલાય જશે." સૂર્યાએ કહ્યું.

        "પણ તેનાથી શુ તે કોઈનું મર્ડર કર્યું છે એ થોડું બદલાવવાનું છે" કિંજલે કહ્યું.

       "કિંજુ મને એક મોકો તો આપ.તને એવું લાગે છે કે હું કઈક ખોટું કામ કરી રહ્યો છું?" સૂર્યાએ પૂછ્યું.

       "ના એવું નથી તેમ છતાં"કિંજલે કહ્યું.

       "જો કિંજુ જો હું કોઈ ખોટા કામમાં હોત તો તને હું પ્રપોઝ જ ન કરત કેમ કે હું તને પ્રેમ કરું છું અને કદાપિ ન ઇચ્છત કે તારા જીવને જોખમ આવે.અને તને એમ હોય કે મેં કોઈ સ્વાર્થ માટે તને કશું નથી જણાવ્યું તો એવું નથી હું નહોતો ઇચ્છતો કે હાલ થોડા સમય માટે હું તને એ કહીને તારા જીવને જોખમમાં મુકું.એ બધું કેમ?,એ જો તને મારા પર ભરોસો હોય તો મને અત્યારે ન પૂછતી!હું તને આજે સાંજ સુધી બધું જણાવી દઈશ એ મારું પ્રોમિસ છે" સૂર્યાએ કહ્યું

         "ઠીક છે ડન" કિંજલે કહ્યું અને સૂર્યાને ભેટી પડી અને એજ અવસ્થામાં સૂર્યાએ કહ્યું "કિંજુ કોર્ટમાં હજી તને એક ઝટકો મળવાનો છે તો એના માટે પણ તૈયાર રહેજે"

         "ઓહ હો ખબર નહિ મેં પણ કોની સાથે ઇશ્ક કરી લીધો,કોઈ જાદુગર કે પછી ડિટેકટિવ" કિંજલે નાદનાઈથી કહ્યું સૂર્યાના બાહુપાશમાં તે જગતના નીતિનિયમની તેને કોઈ પરવાહ નહોતી.તે તેનામાં હતું તેટલા બળથી સૂર્યાને દબાવી રહી હતી.સૂર્યાએ હસતા હસતા તેને મહામહેનતે અલગ કરી અને પછી કહ્યું "સવારે એક વાત કહેવાની રહી ગઈ છે એ અત્યારે કહી દવ?" સૂર્યાએ પૂછ્યું.

        "એ કઈ?"કિંજલે સવારની વાત વિચારતા કહ્યું.

        "માય ડિયર કિંજુ આઇ લવ યુ..આઈ લવ યુ વેરી મચ.."સૂર્યાએ કહ્યું.

        "માઇ ગોડ સૂર્યા તું...." કિંજલ વધારે કાઈ બોલે તે પહેલાં જ સૂર્યાના હોઠ અને કિંજલના હોઠ એકબીજામાં સમાઈ ગયા.આ અતૂટ શાંતિના ધુની વતાવરણમાં પવન પણ આ અનોખું પ્રેમ પ્રકરણ જોવા ઉભો રહી ગયો હતો. પક્ષીઓ પણ પોતાના મધુર-સુમધુર અવાજને બંધ કરી આ પરપ્રજાતિય પ્રેમમિલનને વધાવી રહ્યા હતા.અને વૃક્ષો તેમના પર પર્ણવૃષ્ટિ કરી તેમના ઓવરા લઈ રહ્યા હતા.થોડી ક્ષણો પછી ગુરુનો અવાજ આવ્યો "ઓય લવ બર્ડ્સ અમે અહીં બહાર તમેં તમારી ગલતફેમી દૂર કરી શકો એ માટે આવ્યા છીએ નહિ કે તમને બેડરૂમનું વાતાવરણ પૂરું પાડવા".ગુરુ પારી પાછળથી બોલી રહ્યો હતો.

        સૂર્યા અને કિંજલ એકદમ છુટા પડ્યા અને ગુરુનો મજકિયો ટોન સાંભળી હસવા લાગ્યા.એજ સાથે વિક્રમ સાથે બધા હસતા હસતા અંદર આવ્યા અને વિક્રમ બોલ્યો " સૂર્યા હું ખુશ છું કે તમારી વચ્ચે કોઈ દરાર ન પડી બસ હવે એક આ કેસ સોલ્વ થઈ જાય ને પછી શાંતિ"

         " હા પણ આ કેસ પૂરો થાય એટલે બધા મારી સાથે ચાલજો હું મારી સંપૂર્ણ વાત તમને કહિશ" સૂર્યાએ કહ્યું.

          "હું આ દિવસની ઘણા સમયથી રાહ જોવું છું પણ અત્યારે ચાલો નહીંતર મોડું થશે" કહી વિક્રમ બહાર ચાલ્યો તેની સાથે બધા બહાર ચાલ્યા.

 ******************

ક્રમશ: