રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:44
માસ્ટરે ગાડી એક બાંગલાની સામે ઉભી રાખી.બંગલામાં કોઈ માણસ દેખાઈ રહ્યો નહોતો.માસ્ટરે પહેલા સમીર તરફ જોયું અને પછી સૂર્યા તરફ જોયું અને બોલ્યા "આ તે જ બંગલો છે લગભગ આખી ગેંગ અહીં જ છે અને કદાચ ઊર્મિ પણ."
"બાંગલાની બહાર તો કોઈ દેખાતું નથી." સમીરે કહ્યું
"હા પણ મને લાગે છે કે દરવાજાની બહાર હશે."
"ઓકે સો હું અહીના સીસીટીવી થોડીવાર માટે ફ્રીઝ કરી દવ છું" સૂર્યાએ લેપટોપ કાઢ્યું.તેનું કાલી ટર્મિનલ ખોલ્યું અને વીજળીવેગે તેની આંગળીઓ લેપટોપ પર ફરવા લાગી.સમીર અને માસ્ટર બન્ને આ ગજબ સ્પીડ આંખના પલકારા વગર જોઈ રહ્યા.
સૂર્યાએ થોડીજ વારમાં પોઝિટિવ ઈશારો કર્યો એટલે માસ્ટરે કહ્યું " હમ,તો સાંભળો આ બાંગલામાં ફક્ત એક જ મુખ્ય દરવાજો છે.બાકી બધા નાના મોટા દરવાજા છે જે લગભગ બંધ જ રહે છે.સીસીટીવીની કોઈ ચિંતા નથી.આ બંગલો બહુ મોટો નથી.પહેલા માળે થોડા કમરા છે અને બીજા માળે થોડા કમરા છે.હું પહેલા માળે રહીશ.તમને બન્નેને મોકો મળે એટલે બીજા માળે જવાનું છે.થોડી સાવધાનીથી ખાસ કરીને સૂર્યા તારું આ પહેલું મિશન છે."
"ડોન્ટ વરી દાદુ હું ધ્યાન રાખીશ" સૂર્યાએ કહ્યું.
***********
ત્રણેય બંગલા તરફ બિલ્લીકદમે ચાલી રહ્યા હતા.તેમને દૂરથી બે લોકો દરવાજાની બહાર બંદૂક લઈને ઉભા દેખાયાં.ત્રણેયની ગનમાં સાયલન્સર લાગેલા હતા.માસ્ટર અને સમીર હજી કઈક વિચારમાં હતા પણ સૂર્યાને હવે તેની બહેન ઊર્મિને મળવાનો અને ગેંગના બોસને મારવાનું કઈક જોમ સૂર્યા પર ચડેલું હતું.સૂર્યાએ નિશાનો લઈ વારાફરતી નિશાનો લઈ બન્ને ગુંડાઓ તરફ છોડી.તેનો નિશાનો પરફેક્ટ લાગ્યો.બન્નેના બિલકુલ માથાની વચ્ચે અધિપતી પર ગોળી લાગી અને કોઈ પણ અવાજ વગર બન્ને નીચે ઢળી પડ્યા.
"સૂર્યા શુ કરી રહ્યો છું જો એક લોકોએ ચીસો પાડી હોત તો આપણો આખો પ્લાન ફ્લોપ થાત"માસ્ટરે સહેજ ગુસ્સામાં કહ્યું.
"ચીસ કઈ રીતે પાડત? યુ નો મગજ પર સીધી ગોળી વાગવાથી કોઈ પણ દર્દના અનુભવ વગર ડાયરેક્ટ મૃત્યુ થાય છે.તમે જ તો મને શિખવાડિયું છે" સૂર્યાએ કહ્યું.
"તારી વાત સાચી છે પણ જો તારો નિશાનો ચુક્યો હોત તો? આ અંતર ખૂબ દૂર હતું અને તે લોકો સતત ચાલી રહ્યા હતા." સમીરે કહ્યું
"અંકલ ડોન્ટ વરી સૂર્યાનો નિશાનો કોઈ દિવસ ચૂકતો નથી" સૂર્યાએ કહ્યું.
"ઠીક છે સૂર્યા પણ ઓવરકોન્ફિડન્ટ ન થતો.ચાલો જે થયું તે પણ હવે અંદર જવું ખૂબ સરળ થઈ ગયું છે." માસ્ટરે આગળ વધતા કહ્યું.
સૂર્યા અને સમીર પણ આગળ વધ્યા.ત્રણેય જ્યારે ગેટ પાસે પહોંચ્યા ત્યારે બન્ને ગેંગના મેમ્બર્સ મૃત્યુ પામ્યા હતા.માસ્ટરે જુના દરવાજા પર સહેજ તિરાડમાંથી જોયું તેમને અંદર કોઈ દેખાયું નહી.બધા અંદર હશે તેવું વિચારી તેમને દરવાજો ધીમેથી ખોલ્યો.તેઓ ધીરેથી અંદર પ્રવેશ્યા.મેદાન સાફ જોઈ તેમને સમીર અને સૂર્યાને ઉપર તરફ જવાનો ઈશારો કર્યો.સમીર અને સૂર્યા તરત જ પગથિયાં ભણી ચાલ્યા.માસ્ટર એક રૂમમાં પ્રવેશ્યા.તેમાં એક વ્યક્તિ કોઈક જૂની ફાઇલ જોઈ રહ્યો હતો.માસ્ટરે પાછળથી તેના માથા પર વાર કર્યો.તેના એક જ પળમાં રામ રમી ગયા.તેઓ બહાર નીકળ્યા અને લુપાતા-છુપાતા બીજા રૂમ તરફ ચાલ્યા.
સૂર્યા અને સમીર બન્ને પણ ઉપરના ફ્લોરે પહોંચ્યા હતા.ત્યાં સીડી પર એક વ્યક્તિ ઉભો હતો.સમીરે તેને પહેલા જ જોયો હતો.કોઈ આજુબાજુ નથી તેનો ખ્યાલ મેળવી તેને એક ગોળી ફાયર કરી હતી.ત્યાંથી સૂર્યા અને સમીર ઉપરના એક કમરામાં ઘુસ્યા હતા.તે કોઈ ઓપરેટર રૂમ હોય તેવું લાગતું હતું.ત્યાં લગભગ ચાર લોકો હતા.તેમાંથી બે લોકોએ તેમને પ્રવેશતાની સાથે જ જોયા હતા.તે કોઈ અવાજ કરે એ પહેલાં સૂર્યાએ તાબડતોબ બે ગોળી છોડી હતી.આ હરકતથી કોમ્પ્યુટર પર બેસેલા બે વ્યક્તિઓ સતેજ થયા થતા.તેમનાં હાથમાં કોઈ ગન નહોતી અને તે લોકો બેઠા હતા.તે ઉભા થઈને ગન હાથમાં લે એટલો એ લોકો પાસે સમય નહોતો.આ મોકાનો સમીરે ફાયદો ઉઠાવ્યો હતો.તેને બે ગોળી છોડી હતી.તેમાંથી એક ગોળી તો નિશાને લાગી હતી પરંતુ એક ગોળી ખુરશી પર બેઠેલો વ્યક્તિ ચપળતાથી નીચે સરકયો હતો તેથી તે ગોળી વ્યર્થ ગઈ હતી.સૂર્યાએ એક આંધળો નિશાનો લેતા ખુરશી પર ફાયર કર્યું હતું.તેનું તીર નિશાના પર લાગ્યું હતું.ગોળી તે કપડાંની નબળી ખુરશીની આરપાર નીકળી ગઈ હતી અને પાછળ સંતાયેલા વ્યક્તિની છાતીમા ઘુસી હતી. સમીરે સૂર્યા સામે જોઈ એક મુસ્કાન આપી બહાર જવાનો ઈશારો કર્યો હતો,પણ સૂર્યાએ એક મિનિટ રાહ જોવાનું કઈ કોમ્પ્યુટરમાં જે કોઈ માહિતી હતી તે એક પેનડ્રાઇવમાં ટ્રાન્સફર કરી હતી.ત્યારબાદ તે બન્ને બહાર નીકળ્યા હતા.
અહીં એક ગડબડ થઈ હતી.માસ્ટર જ્યારે કમરામાંથી બહાર નીકળ્યા હતા,તે જ સમયે એક બીજો વ્યક્તિ પણ બહાર આવ્યો હતો.તેને માસ્ટરને જોયા હતા.તેને એક જોરથી બૂમ પાડી હતી "કોણ છે તું?" માસ્ટરે એક ગોળી સાથે તેને ઢેર કર્યો હતો પરંતુ આ બૂમ આખી હવેલીમાં સંભળાઈ હતી.તેની સાથે લગભગ ડઝનેક લોકો બહાર આવ્યા હતા.તે જ સમયે સૂર્યા અને સમીર પણ બહાર આવ્યા હતા.તેઓ પરિસ્થિતિની ગંભીરતા સમજી એક દીવાલ પાછળ છુપાયા હતા.માસ્ટર પણ દોડી થોડીવાર પહેલા જે કમરામાંથી નીકળ્યા હતા ત્યાં પાછા ઘુસ્યા હતા.તે બાદ એક અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ હતી.માસ્ટર,સમીર અને સૂર્યાનો નિશાનો ખૂબ પાવધરો હતો.સૂર્યાની લગભગ એક પણ ગોળી ખાલી ગઈ નહોતી. સૂર્યાના નિશાના અને નિર્ણયશક્તિ જોઈ સમીર અંજાયો હતો.તે જાણતો હતો કે આ કેમિકલની અસર છે તેમ છતાં તે અભિભૂત થયો હતો. સૂર્યા હવે આખી જિંદગી એક સુપરહ્યુમન્સ તરીકે જીવવાનો હતો.ઉપરની તરફ લોકો ઓછા હતા,પરંતુ નીચેની તરફ લોકો વધારે હતા,માસ્ટર એકલા નીચે પહોંચી વળે તેમ નહોતા.આથી સમીરે સૂર્યાને નીચે જવાનો ઈશારો કરીને નીચે ઉતાર્યા હતો.
લગભગ દસેક મિનિટ બાદ સૂર્યા,સમીર અને માસ્ટર સિવાય ફક્ત ત્યા ચાર લોકો જ વધ્યા હતા.તેમાંથી એક મુખ્યા જેવો લાગતો હતો.તેઓએ એક બીજાને ઈશારો કરીને મેદાનની તરફ દોડયા હતા.માસ્ટર અને સમીર પાસે તેમનો પીછો કર્યો હતો.સૂર્યાએ છેલ્લે વધેલ એક વ્યક્તિની છાતી પર ગોળી મારીને નીચે ઉતાર્યો હતો.ઉતરતી વખતે તેની નજર એક વ્યક્તિ પર ગઈ.તેના હાથ પર બે મોઢા વાળા ગરુડનું નિશાન હતું અને તેની સાથે વચ્ચે જી.અંગ્રેજી લેટર લખેલો હતો.તેની ધ્યાન બે સેકન્ડ ત્યાં ગયું અને તરત કઈક ખ્યાલ આવતા તેનું ધ્યાન ગન તરફ થયું.તેને ખ્યાલ આવ્યો હતો કે તેની બંધુકમાં ફક્ત એક જ ગોળી હતી.તે મુખ્ય દરવાજા સુધી પહોંચ્યો પણ ત્યાં દ્રશ્ય બદલાયું હતું.
પેલા ચાર વ્યક્તિ બહાર નીકળીને અલગ અલગ દિશામાં છુપાયા હતા.માસ્ટર અને સમીર બહાર આવ્યા ત્યારે તેમને તે લોકો દેખાયા નહોતા.તેઓ તે મકાનની બહાર આવેલા ફળિયા જેવા વિસ્તારની વચ્ચે પહોંચ્યા હતા.ત્યારે તે ચારેએ પોતાનો દાવ ખેલ્યો હતો.માસ્ટર અને સમીર ચારેયના સીધા ગનપોઇન્ટ પર આવ્યા હતા.તેઓએ એક અવાજે કહ્યું હતું "તમે બન્ને અમારા ગણપોઇન્ટ પર છો તો ચુપચાપ ગન્સ નીચે મુકો".માસ્ટર પાસે કોઈ રસ્તો ન હતો આથી તેમને સમીરને ઈશારો કરી બંન્નેએ ગન નીચે મૂકી હતી.તે ચારેય લોકો આગળ આવ્યા હતા,અને સમીર અને માસ્ટરની બિલકુલ સામે આવીને ઉભા રહી ગયા હતા.સૂર્યાએ આ સ્થિતી જોઈ હતી. સૂર્યાની પાસે ફક્ત એક જ ગોળી હતી.સામે ચાર લોકો ગન લઈને માસ્ટર અને સમીર સામે ઊભા હતા.સૂર્યાને થોડીવાર ઉભા રહીને વિચાર્યું કે શું કરવું જોઈએ.
સૂર્યાએ નોંધ્યું કે ચારેય વ્યક્તિ એક જ હરોળમાં ઉભા હતા અને તેમની ઉંચાઈ લગભગ સરખી હતી.સૂર્યા પાસે હવે કોઈ બીજો ઓપશન ન હતો.તે લોકો ખૂબ ગુસ્સામાં હતા તે ત્રણેયમાંથી કોઈને જીવતા મુકવાના ન હતા.તેમના લગભગ પાંચ છ ડઝન લોકોને માર્યા બાદ અહીંથી નીકળવું અઘરું હતું.તેને આગળથી સાઈલન્સર હટાવ્યું.સૂર્યાએ એક નિશાનો લીધો અને ભગવાન શંકરનું નામ લઈને ગોળી છોડી.એક મોટો અવાજ થયો.તે ગોળી ચારેયના ગરદનની પાછળ કરોડરજ્જુને ડેમેજ કરી ચાલી ગઇ.સૂર્યા જાણતો હતો કે કરોડરજ્જુને નુકશાન થતા તે લોકો તરત અનકોન્સિયન્સ થઈ જશે અથવા કોમા જતા રહેશે અને કોઈક તો મૃત્યુ પણ પામશે.
અહીં શુ થયું તે સમીર અને માસ્ટર તરત સમજ્યા હતા.સૂર્યાએ એક ગોળીમાં ચાર લોકોને ઢેર કર્યા છે તે પણ તેમને જોયું.માસ્ટરે તરત જ ગન લઈ કોઈ જીવે છે કે નહીં તેની પરવાહ કર્યા વગર ચારેયના માથા પર એક એક ગોળી મારી.ત્યારબાદ ત્રણેયે થઈને લગભગ આખો બંગલો ઉથલપાથલ કર્યો.તેમને ત્યાં કોઈ વ્યક્તિ કે ઊર્મિ મળી નહિ.ત્યાં બોસ પણ ન હતો.માસ્ટરના તારણ મુજબ ત્યાં બોસ જેવો લાગતો વ્યક્તિ હકીકતમાં બોસ ન હતો.ત્રણેય એક આશા સાથેની નિરાશા સાથે પાછા એસેમ્બલીએ આવ્યા.તે દિવસ બાદ ઊર્મિ આજ સુધી મળી ન હતી.
*********
ક્રમશ: