Redhat-Story ek Hacker ni - 45 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 45

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 45


       રેડ હેટ:સ્ટોરી એક હેકરની
       પ્રકરણ:45

              તે ઘટના પછી કોઈ પણ રીતે પોલીસને જાણ થઈ હતી કે આ હત્યાકાંડ પાછળ સૂર્યા,માસ્ટર અને સમીર જ છે. ત્યારબાદ તે ત્રણેયને કોર્ટમાં ઘસીટવામાં આવ્યા હતા.માસ્ટરને ત્યાંથી છૂટવું ઘણું અઘરું લાગતું હતું.ત્યારે સૂર્યાએ એક એવો વિડિયો રજૂ કર્યો હતો જેમાં તેઓ આખો દિવસ એસેમ્બલીમાં જ હતા.આ વિડિઓ બાદ કોઈ પણ સવાલ વગર તે ત્રણેય બાઈજ્જત બરી થયા હતા.આ જોઈ માસ્ટર અને સમીર બન્નેના હોશ ઉડયા હતા.જ્યારે માસ્ટરે તેને પૂછ્યું ત્યારે સૂર્યાએ જણાવ્યું હતું કે તે એ વાઇટ બાયનરીમાં એક એક લાઈબ્રેરી બનાવી છે જેમાં મનપસંદ વિડિઓ અને અવાજ બનાવી શકાય છે.તમે ફક્ત કોઈ પણ વ્યકતીનો ફોટો અને તેના અવાજના અંશ દ્વારા કોઈ પણ વ્યક્તિનો મનફાવે તેઓ વિડિઓ બનાવી શકો છો.માસ્ટરે તે વિડીઓ લગભગ બધા એન્ગલથી ચેક કર્યો હતો પણ તે ડુપ્લીકેટ હોય તેવું સાબિત થતું નહોતું.
      
       આ વારદાદ પછી માસ્ટરે અને સમીરે સૂર્યાની ઘણી તારીફ કરી હતી.તે સાથે જ આ વાત તે ત્રણ અને થોડાક કરીબી સિવાય ક્યાંય બહાર નહીં આવવા દેવાની એવું નક્કી થયું હતું.ત્યારબાદ સૂર્યાએ એક પછી એક મિશન કર્યા હતા.તે ઘણી વાર ભારતમાં પણ મિશન માટે જતો.તે જ્યારે પંદર વર્ષનો થયો ત્યારે તે લગભગ ભારતમા જ રહેતો.તે મિશન પૂરું કરી દાદાને મળવા આવી જતો.તેને એક મિશનમાં મનુકાકા મળ્યા હતા.તેમના એકના એક દીકરાનો જીવ સૂર્યાએ બચાવ્યો હતો. મનુકાકાના પરિવારમાં તેમના દીકરા સિવાય કોઈ નહોતું.તેની સાથે જ સૂર્યાએ તેમના દીકરાને વિદેશમાં ભણવાની વ્યવસ્થા કરી હતી.ત્યારબાદથી મનુકાકા સૂર્યાને 'સર'ના સંબોધનથી જ સંબોધતા.તેઓએ સૂર્યા માટે કામ કરવાનો પ્રસ્તાવ કમ વિનંતી કરી હતી. માસ્ટરે અને સૂર્યાએ તેમને તેની અનુમતિ આપી હતી.ત્યારબાદ તો સૂર્યા અને મનુકાકા વચ્ચે ગજબ કૅમેસ્ટ્રી જામી હતી.

            એસેમ્બલીના છેલ્લા દિવસે સૂર્યાએ એસેમ્બલી સાથે જોડાઈને કામ કરવાનું તથા ગુરુએ સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું હતું.ત્યારબાદ ગુરુ સૌથી પહેલા કોલકાતા ગયો હતો ત્યાર બાદ ભોપાલ,ઇન્દોર,ગોવા,સિમલા અને જ્યાં જ્યા કોઈ ગેંગની માહિતી મળે ત્યાં ચાલ્યો જતો.છેલ્લે તે દિવમાં સ્થાઈ થયો હતો.સૂર્યાએ ગુરુને બહુ ફાસ્ટ રીતે બેંક એકાઉન્ટ હેક કરતા શીખવ્યું હતું.તે ગુરુના ઘણા કામેં આવ્યું હતું.તે તેના દરેક મિશન બાદ તેના પરિવારને મળવા અચૂક જતો.

          એસેમ્બલીના છેલ્લા દિવસે માસ્ટરે સૂર્યાને સફેદટોપીનું લોકેટ ગિફ્ટ કર્યું હતું અને એક જર્મન પિસ્તોલ પણ ગિફ્ટ કરી હતી.

        થોડા સમય પહેલા તારાપુરમાં એક ગેંગ એક્ટિવ થઈ હતી.માસ્ટરે આ ગેંગને નાબૂત કરવાનું કામ ઘણા લોકોને આપ્યું હતું.જ્યારે સતત આઠ લોકો તેમાં નિષ્ફળ રહ્યા ત્યારે તેમને પોતે તેની તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે આ ગેંગ વર્ષે બ્લેકમાં સામાન વેચી સિત્તેર હજાર કરોડનો નફો કરે છે.આ જોઈને જ તે સમજી ગયા હતા કે તેમના જીવનની આ સૌથી મોટી ગેંગ અને સૌથી અઘરું મિશન બનવાનું હતું.તે મિશનને અંજામ આપવા તેમને સૂર્યાને જ આ મિશન આપ્યું હતું.

          ત્યારબાદ સૂર્યાએ તારાપુરમાં આવીને ઘટેલી ઘટનાઓનું વર્ણન કર્યું.

****************

    વર્તમાન સમય

          સૂર્યાએ તેની વાત પુરી કરી.બધા હજી એક સ્તબ્ધતાથી બેઠા હતા.કોઈ સસ્પેન્સ મુવીની જેમ તેમને એ વાત સાંભળી હતી.સૌથી પહેલા વિક્રમ ઉભો થયો અને સૂર્યાને ભેટીને થોડા આવેલા આંસુ લૂછયા અને કહ્યું "ઊર્મિને આપડે જરૂર ગોતી લઈશું"

         "આઈ ડોન્ટ નો કે તે જીવિત.." સૂર્યાની વાત કાપતા વિક્રમ વચ્ચેથી બોલ્યો "સૂર્યા કેવી વાત કરે છે.બધું ઠીક થઈ જશે.તારા જેવા લોકો માટે વિક્રમ ચોવીસ કલાક મદદ માટે તૈયાર છે."

             ત્યારબાદ ક્રમશ આરવ અને રિયાએ સૂર્યાને આશ્વાસન આપ્યું સાથે જ એક દિલાસો પણ આપ્યો.ગુરુ તો આખી ઘટનાનો પ્રત્યક્ષ સાક્ષી હતો.આ ઘટનાઓ ફરી તેના મગજ પરથી પસાર થઈ.કિંજલ હજી સૂર્યાને જોઈને ઉભી હતી.તેને શું કહેવું તે પોતે નહોતી સમજી શકતી.તે સૂર્યાની નજીક આવી.બધા તેના પ્રતિભાની ચિંતામાં એક શ્વાસે ત્યાં ઉભા રહ્યા.કિંજલે નજીક આવી અને સૂર્યાની પાસે ઉભી રહી.તે સૂર્યાને ભેટી પડી.કદાચ વાણી દ્વારા વ્યક્ત ન થયેલી લાગણીઓ સ્પર્શ દ્વારા વ્યક્ત થઈ.

           "સૂર્યા આઈ એમ સોરી.તું કેટલા દુઃખ અને ભાવનાઓ દબાવીને જીવે છે મને એ જ સમજાતું નથી.તું દેશ માટે આટલું કામ કરે છે અને અમે ભાગીદાર પણ નથી બની શકતા.તું તારી જિંદગીના ઘણા મહત્વના લોકોને ખોઈ ચુક્યો છું.એક વાત કહું કસેનિયાનું સ્થાન મને આપવા માટે થેન્ક યુ એન્ડ આઈ લવ યુ" કિંજલ એકશ્વાસે બોલી ગઈ.

           "આઈ લવ યુ કિંજલ" સૂર્યાએ ધીરેથી કહ્યું.

        "એક વાત કહું આ કસેનિયાની વાત સાંભળીને મને એમ થાય છે તેની જીંદગી મને મારી જિંદગી જેવી જ લાગે છે.મને લાગે છે કે હું કસેનિયાને પહેલેથી જ ઓળખું છું.તે કહેલા ઘણા સ્થળો પરિચિત લાગે છે ખબર નહિ કેમ" કિંજલે સૂર્યા સામે જોઈ કહ્યું.

         "છોડ અત્યારે વધારે ટ્રેસ ન લે તું સવારથી ટેનશનમાં છે" સૂર્યાએ કહ્યું.

           "એ તો ઠીક છે પણ હવે આગળ શું કરવાનું છે કેમ કે હવે આપણી પાસે કોઈ આગળ વધવા માટે કોઈ ક્લુ નથી.મને એમ હતું કે રોકી પાસેથી કોઈક ઇન્ફોર્મેશન મળશે પણ ભૈયાએ એને જ ઉપર પહોંચાડી દીધો." ગુરુએ કહ્યું.

           "જુઓ સાંજ થવા આવી આવી છે અત્યારે છુટા પડીએ કાલ સુધી હું કોઈ રસ્તો શોધી લઈશ" સૂર્યાએ કહ્યું.

           "આઈ એગ્રી એમ પણ જો મોડું થશે તો બધા ચિંતા કરશે" આરવે કહ્યું.

 *****************

               સમય: રાતના બાર

             સૂર્યા અને ગુરુ કોમ્પ્યુટર પર લગભગ પાછલા એક કલાકથી કઈક શોધી રહ્યા હતા.તેમને લગભગ ઘણી પ્રોફાઈલો ઉથલાવી થતી.તેમને જે માહિતી જોઇતી હતી તે તેમને મળતી નહોતી.રોકી વિશે કોઈ પણ ન્યુઝચેનલ કે પબ્લિક આર્ટિકલ ન હતો.તે એક કોમન મેન તરીકે જ લોકો વચ્ચે રહતો.સૂર્યા ઉભો થયો અને બાલ્કની તરફ ગયો. જંગલનો એ સન્નાટો આજે વધારે નીરવ બન્યો હતો.આજે રોજ સાંભળતા અવાજો થમ્યા હતા.

            "ભૈયા,શુ થયું તને કેમ અચાનક બહાર આવી ગયો" ગુરુએ બાલ્કનીમાં આવતા પૂછ્યું.

           "યાર હું વિચારું છું કે આ રીતે આપણે કાંઈ શોધી નહીં શકીએ.મને લાગે છે કે કંઈક એવી વસ્તુ છે જે આપણી નજરથી છૂટે છે એવું મને લાગે છે,પણ શુ તે સમજાતું નથી.ઘણી અગત્યની વાત,કોઈ કડી આપણી નજરની સામે જ છે પણ..." સૂર્યાએ માથા પર એક ઝટકો આપતા કહ્યું.

         "કોઇ નહીં ભૈયા અત્યારે આરામ કરી લે.થોડો સમય મગજને શાંતિ મળશે તો કઈક આઈડિયા આવશે.એમ પણ આજનો દિવસ ખૂબ રોલરકોસ્ટર જેવો વીત્યો છે" ગુરુએ કહ્યું.

        "મને પણ એમ જ લાગે છે ચાલ ગુડનાઈટ સુઈજા"

        "ગુડનાઈટ ભૈયા"કહી ગુરુ બહાર ગયો.

          સૂર્યા અંદર આવ્યો.તેને ગુરુની વાત સાચી લાગી અને થોડો આરામ કરવાનું વિચાર્યું. તેને લાગ્યું કે પોતે જો ફ્રેશ હશે તો કોઈ આઈડિયા તેને આવી જ જશે.આવી સ્થિતિ જીવનમાં પહેલીવાર નહોતી.તેને એ જ સાથે બીજો વિચાર આવ્યો કે તે કદાચ કિંજલ સાથે વાત કરીને પણ ફ્રેશ થઈ જશે.તેને કિંજલને ફોન લગાવ્યો.

          "હેલો,સૂર્યા આટલી રાત્રે ફોન? બધું ઠીક તો છે ને?" સામેથી કિંજલનો થોડો ચિંતા મિશ્રિત અવાજ આવ્યો.

         "હા હા બધું ઠીક છે મેં તો બસ એમ જ ફોન કર્યો હતો." સૂર્યાએ કહ્યું.

        "ઓહ,મને લાગ્યું કે કંઈક.."

         "ના..ના..એવું કશું નથી.પણ મને લાગતું નહોતું કે તું હજી જાગતી હોઈશ"

         "તારી આખી વાત હજી હું વિચારી રહી છું,કોઈ ફિલ્મ કરતા પણ વધારે રસપ્રદ થતા રહસ્યમય છે,કદાચ હું પણ તેની સાથે જોડાયેલી હોય તેવું લાગે છે"

          "તું એ બધું છોડ,તું ખૂબ સ્ટ્રેસમાં હતી આજે એટલે તને એવા ભ્રમ થયા કરે છે. એ કહે કાલે ફ્રી છો?"

            "હા કોલેજ સિવાય તો ફ્રી જ છું"

             "તો કોઈ મુવી જોવા જઈએ"

             "આટલા ટેનશનમાં પણ?"

             "જો કિંજલ સાચું કહું તો,તમે એવુ વિચારીને જીવશો કે,બધું ટેંશન પૂરું થશે પછી જીદંગી જીવશો તો પછી તમે કોઈ દિવસ એ કરી શકવાના નથી.તને તો આજે ખબર પડી કે હું આટલા ટેંશન ભર્યા કામો સાથે સંકળાયેલો છું તેમ છતાં તમારી સાથે કેટલું ઈન્જોય કર્યું"

       "કદાચ તું સાચો છે.તો હું આરવને કહી દવ"

        "નહિ એ નહિ ફક્ત આપડે બે જ.

        "ઓહ..મેં વિચાર્યું હતું તેના કરતાં તું વધારે." કિંજલે હસતા હસતા કહ્યું

        "શુ વધારે? અરે યાર કોઈ દિવસ આપણે એકલા પણ જઈ શકીએ ને!"

         "હા,હા ચીલ યાર હું સમજી ગઈ.બોલ ક્યારે જવું છે?"

          "તું કહે ત્યારે"

           "રાત્રે બાર વાગ્યા પહેલા મારે કોઈ પણ હાલતમાં ઘરે પહોંચવુ પડશે"

          "ઠીક છે.સાંજે જ ચાલ્યા જઈએ."

         "ઓકે.એ સુન એક વાત પૂછું?"

        "હા હા બોલ બોલ"

         "તે આપણા મેરેજ વિશે શું વિચાર્યું છે,અહીં કરીશું કે રશિયામાં?"

        "શુ કઈ પણ" સૂર્યાએ હસતા હસતા કહ્યું.

         "અરે કઈ પણ શું?"

          "અરે ઈન્ડિયામાં જ."સૂર્યાએ કહ્યું.

          "અચ્છા એ છોડ તે મને રશિયા લઈ જવાનું વચન આપ્યું છે અને એ તો હવે તારા માટે મુશ્કેલ પણ નથી તો ક્યારે લઈ જાય છે?" કિંજલ સૂર્યાનું થોડું ટેંશન દૂર કરવા માટે મથી રહી હતી.

            "અરે યાર આ રેડ હેટ ગેંગનું કામ તમામ થવા દે પછી પાક્કું"

           "તને શું લાગે છે ક્યારે થશે?"
  
          "આગલા એક અઠવાડિયામાં" સૂર્યાએ કહ્યું

         "કોઈ ક્લુ નથી તેમ છતાં!"
  
           "જ્યારે તમારા લગભગ બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે તમે તમારી મંજીલની ખૂબ નજીક હોવ છો અને અંધારું ખૂબ વધી જાય ત્યારે સવાર થવાની તૈયારી હોય છે.આ મારી પ્રેક્ટિકલ ફીલસૂફી છે.ઘણા મિશનમાં અજમાવેલી"સૂર્યાએ કહ્યું.

           "વાવ યોર થીંકીંગ ઇઝ વેરી ગ્રેટ એન્ડ એકચ્યુઅલી વેરી પોઝિટિવ"

              "હું શું કહું છું આપડે ડાયરેકટ હનીમૂન માટે જ રશિયા જઈશું" સૂર્યાએ હસતા હસતા કહ્યું.

            "નહિ ત્યાં સુધી હું રાહ નહિ જોવું મહિના પછી.." કિંજલે એક અચ્છા હાસ્ય સાથે કહ્યું.તે સૂર્યાને હસાવવામાં કારગર નીવડી હતી.

           "ઠીક છે ઠીક છે પણ આ એક બે અઠવાડિયા બહુ ભારે રહેવાના છે"

            "ડોન્ટ વરી યાર અત્યાર સુધી તું એકલો હતો.હવે આપણે બધા છીએ."

          "ચાલ હું ફોન મુકું હવે એમ પણ થાક્યો છું બાય ગુડનાઈટ"સૂર્યાએ ફોન કટ કર્યો.

                તે પથારીમા પડ્યો પડ્યો.તેના મનમાં આખું મિશન એક રીલની જેમ દોડ્યું.તેને કોઈ ખટકતું પાસું યાદ કરવાની કોશિશ કરી.તે મગજ પર જોર આપી રહ્યો હતો.સમય વીતતો ગયો.અચાનક તેના મગજમાં એક ઝબકારો થયો.તેના શરીરમાં એક વિજળી દોડી ગઈ.તે અચાનક ઉભો થયો અને યસ યસની બુમો પાડી.થોડીવાર આમથી તેમ આંટા માર્યા અને પછી એક નિરાંતનો શ્વાસ લઈ સુવા ચાલ્યો ગયો

********

ક્રમશ: