Redhat-Story ek Hacker ni - 46 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 46

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 46


      રેડ હેટ:સ્ટોરી એક હેકરની
      પ્રકરણ:46

           સ્થળ:સીટી ગાર્ડન
           સમય:8:15 AM

         કોલેજમાં હત્યાકાંડ પાછળની હપાસ હજી શરૂ હતી.આથી કોલેજ આજે બંધ હતી.કોઈ પણ વ્યક્તિ માટે કોલેજમાં પ્રવેશ નિષેધ હતો.આથી સૂર્યાની સાથે આરવ,રિયા,કિંજલ અને ઇન્સ્પેક્ટર વિક્રમ સીટી ગાર્ડનમાં મળ્યા હતા.સૂર્યાએ તેમને કોઈ આઈડિયા મળ્યો એવું કહીને બોલાવ્યા હતા.

        "સૂર્યા યાર જલ્દી બોલ તને શું રસ્તો મળ્યો?" આરવે સૂર્યા સામે જોતા કહ્યું.

         "હા તો સાંભળો,જ્યારે મેં રોકીને પકડવા માટે કેમેરો લગાવવા સ્ટોરરૂમમાં ગયો ત્યારે ત્યાં લગભગ કરોડોનું ડ્રગ્સ પડ્યું હતું.તે કોઈને કોઈ લેવા માટે જરૂર આવશે" સૂર્યાએ બધા સામે નજર કરતા કહ્યું

          "યા રાઈટ,પણ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી કાલે કોલેજમાં મર્ડરની વાત સાંભળી ગેંગનું કોઈક સદસ્ય તો ત્યાં પહોંચ્યું જ હશે ને? અને કાલે આખો દિવસ અને આખી રાત જેટલો સમય વીતી ગયો છે. મને લાગે છે કે તે ડ્રગ્સ ઓલરેડી ત્યાંથી કોઈ લઈ ગયું હશે" વિક્રમે કહ્યું.

          "પણ સર ત્યાં તો કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર નિષેધ છે ને?" ગુરુએ કહ્યું.

         "એ તો છે જ પણ હું જાણું છું કે મિત ગોહિલ તેમની સાથે મળેલો છે તો આઈ થિંક એ કઈ મુશ્કેલ નથી" વિક્રમે કહ્યું.

         "અરે મેં એનો રસ્તો પણ શોધ્યો છે.સર યાદ છે આપડે તે સ્ટોરરૂમ પર એક કેમેરો લગાવ્યો હતો.તે હજી ત્યાં જ લાગેલો છે અને તે હજી પણ રેકોર્ડ કરી મારા કોમ્યપ્યુટર પર મોકલી રહ્યો છે.આજ સવારના પાંચ વાગ્યા સુધીનું ફૂટેજ તેમાં હશે" સૂર્યાએ કહ્યું.

         "પણ એની બેટરી?"

        "ડોન્ટ વરી સર એ કેમેરાની બેટરી સાતેક દિવસ ચાલે એમ છે એ જર્મનીથી મોડિફાઈડ થઈને આવેલો છે" સૂર્યએ કહ્યું.

         "તો રાહ કોની જોઈ રહ્યા છો? ચાલો ત્યાં જ જઈએ ડાયરેકટ" આરવે કહ્યું.

           "અરે આ રીતે બધા જશું તો કોઈને શક થઈ જશે" ગુરુએ કહ્યું

         "આઈ નો પણ હવે એ કશી બાબતનો કોઈ મતલબ નથી,એમ પણ મિશન અંતિમ ચરણ તરફ જઈ રહ્યું છે" સૂર્યાએ ઉભા થતા કહ્યું.

           "સૂર્યા એક વાત પૂછું" વિક્રમે પણ ઉભા થતા કહ્યું." આ ચીફ જસ્ટિસને તું કઈ રીતે ઓળખે છે?"વિક્રમે સૂર્યાના ઉત્તરની રાહ વગર કહ્યું

           "સર,તેઓ મારા દાદાના મિત્ર છે.તેઓ લગભગ પાંચેક વર્ષ સાથે ભણેલા.તેઓ મારા દાદાના કામથી ખૂબ પ્રભાવિત છે અને કોઈ પણ મદદ કરવા હમેશા તત્પર રહે છે"

          "તો પછી સબૂત બનાવવાની શી જરૂર હતું.તે જાણતા હતા કે તું નિર્દોષ છું તો એમજ તને છોડી શકતા હતા" આરવે વચ્ચેથી કહ્યું.

        "તું એમને જાણતો નથી.તે જ્યારે કોર્ટરૂમમાં બેસે છે ત્યારે ન્યાયમૂર્તિ સમાન હોય છે.તેઓ એટલા નિરપેક્ષ હોય છે કે સગા દીકરા પર પણ રહેમ ન કરે" કહી સૂર્યા ગાડીમાં બેઠો.તેની સાથે બધા ગાડીમાં ગોઠવાયા.ગાડીએ બંગલા તરફનો માર્ગ લીધો.

*************

        સૂર્યાના એ વિશાળ રૂમમાં અત્યારે બધા પોતપોતાની રીતે ખુરશી ગોઠવીને બેઠા.સૂર્યાએ તે કેમેરામાં રેકોર્ડ થયેલ વિડિઓ પ્લે કર્યો.તેને રોકીના મૃત્યુ પછીનો સમય લગાવી આખો વિડિઓ પ્લે કર્યો.તે વીડિયોને ભગાવી રહ્યો હતો,કેમકે વિડિઓમાં કોઈ પણ વ્યક્તિ દ્રશ્યમાન થઈ રહ્યું નહોતું.

         લગભગ એક કલાક સુધી સૂર્યા તે વિડિઓ ફાસ્ટ સ્પીડમાં પ્લે કરતો રહ્યો.ત્યારબાદ ત્યાં સબઇન્સ્પેક્ટર મિત ગોહિલ પ્રવેશે છે.તે વિડિઓ મુજબ લગભગ બપોરનો સમય હતો.તે સ્ટોરરૂમમાં પ્રવેશે છે અને લગભગ પંદરેક મિનિટમાં પાછો બહાર આવે છે,અને મોબાઈલમાં વાત કરતો કરતો પાછો બહાર ચાલ્યો જાય છે.

          "અરે આ મિત આંધળો છે કે શું? તેને ત્યાં રાખેલ ડ્રગ દેખાયું નહિ? તે લગભગ પંદર મિનિટ અંદર હતો" વિક્રમે મોટા અવાજે કહ્યું.

         "સર,તે રેડ હેટ ગેંગનો માણસ છે.તેને એના વિશે પહેલાથી જ ખબર હશે અને તે તો ફક્ત જોવા આવ્યો છે.હવે કોઈ ઉપરી અહીં આવશે" સૂર્યાએ અંદાજો લગાવતા કહ્યું.

         "હા કદાચ,એવું જ લાગે છે પણ તે રેડ હેટ ગેંગ સાથે જોડાયેલો નથી લાગતો.ફક્ત કોઈ ખબરી તરીકે ખરીદેલો વ્યક્તિ છે" ગુરુએ કહ્યું.
 
        "રાઈટ અને એ ડ્રગ હજી ત્યાં જ છે મતલબ કોઈ વ્યક્તિ છે જે એ લેવા આવશે જ" સૂર્યાએ કહ્યું અને વિડિઓ આગળ પ્લે કર્યો.

          લગભગ મીતના ગયા પછી એક મહિલા ત્યાં પ્રવેશી.કેમેરામાં તેની પીઠ દેખાઈ રહી હતી.તે અંદર ગઈ.તેની સાથે ત્રણ મજૂર જેવા દેખાતા વ્યક્તિઓ અંદર ગયા.તે મહિલા અંદર જ રહી અને સ્ટોરરૂમમાંથી એક પછી એક બધો માલ ખાલી થયો.તે સ્ત્રી જ્યારે બહાર આવી ત્યારે તેની મોઢું સ્પષ્ટ દેખાયું.બધાએ તે જોયું.

          કિંજલ સફાળી બેઠી થઈ.તેની સાથે આરવ અને રિયા પણ ઉભા થઇ ગયા.તેમના મોઢા પર એક ગજબનું આશ્ચર્ય હતું.તે સ્ત્રીનું મોઢું જોઈ રહી અને અચાનક એક ચીસ પાડીને બોલી "આ શક્ય નથી." 

            બધા તેને જોઈ રહ્યા.સૂર્યા ઉભો થયો અને કહ્યું "શુ થયું કિંજલ આર યુ ઓકે?" 

         "નહિ સૂર્યા કાઈ ઓકે નથી,આ સ્ત્રી કોઈ ગેંગનો હિસ્સો ન હોય શકે!" કિંજલે રડમસ સ્વરે કહ્યું.

        "પણ કેમ?"

        "આ સ્ત્રી બીજું કોઈ મારી મમ્મી છે." કિંજલે એ જ અવાજમાં કહ્યું.

        "વૉટ? એ કઈ રીતે શક્ય છે?" વિક્રમે વચમાં કૂદતાં કહ્યું.

         "હા યાર,કિંજલ સાચું કહી રહી છે આ આંટી જ છે."રિયાએ કહ્યું.

          "અરે યાર રિયા તને કોઈ ભ્રમ થયો હશે.દુનિયામાં ઘણા લોકોના ચહેરા મળતા આવે છે." સૂર્યાએ કહ્યું.

          "સૂર્યા ભ્રમ રિયાને કદાચ થઈ શકે છે પણ મને નહિ.હું મારી મમ્મીને ન ઓળખી શકું એવું કંઈ રીતે બની શકે" કિંજલે કહ્યું.

         " જો તું કહી રહી છે એ સાચું છે તો કન્ડિશન બહુ સિરિયસ છે." ગુરુએ કહ્યું.

            "નહિ યાર એવું કશું નહીં હોય.કદાચ એમની કોઈ મજબૂરી હોય" સૂર્યાએ કહ્યું.

         "અને જો ના હોય તો? જો સૂર્યા મિશનના આ પડાવ પર હવે આપડે બધી બાબતો વિચારીને ચાલવું પડશે" વિક્રમે કહ્યું.

         "જો કિંજલ,આઈ હોપ કે આંટી નિર્દોષ હોય,પણ એ એમને પકડ્યા બાદ જ ખબર પડશે.એટલે આપડે એમને પકડવા તો પડશે જ" સૂર્યાએ કહ્યું.

         "હું ખુદ એ ઈચ્છું છું કે તું એમને પકડ,હું ખુદ એમને પૂછવા માંગુ છું કે આ બધું શુ છે" કિંજલે રડતા રડતા કહ્યું.

         "હવે રડ નહિ.એવરીથિંગ વીલ બી ફાઇન" સૂર્યાએ કિંજલને ગળે લગાવતા કહ્યું.

           "સૂર્યા મને ઘરે છોડી દે.હું થોડો સમય એકલા રહેવા માગું છું."કિંજલે કહ્યું.

           "હા કેમ નહિ,પણ તું કહી શકે કે તારા મમ્મી ક્યારે ઘરે આવે છો.સો હું એમને.." સૂર્યાએ વાક્ય અધૂરું મૂક્યું.

           "હા એ આજે બપોરે ઘરે આવવાનું કહેતા હતા." કિંજલે કહ્યું.

        "ઓકે લેટ્સ ગો.ઓલરેડી અગિયાર વાગી ગયા છે.સો હું તને ઘરે છોડી બહારથી જ કામ પતાવી લઈશ" સૂર્યાએ કહ્યું.

         "સૂર્યા આઈ રિકવેસ્ટ હું કે હું જ્યાં સુધી મમ્મી સાથે વાત ન કરું ત્યાં સુધી તું એમને કોઈ નુકશાન નહિ પહોંચાડે" કિંજલે કહ્યું.

           "પ્રોમિસ,ચાલો હું બધાને છોડી દવ.ગુરુ એક કામ કર આ રેકોર્ડિંગમાંથી આ આંટી વાળો ભાગ ક્રોપ કરી જીનું પાસે પહોંચ હું બે કલાકમાં પહોંચું છું" સૂર્યાએ ગાડીની ચાવી લેતા કહ્યું.

         "ઓકે ભૈયા" ગુરુએ ખુરશી પર બેસતા કહ્યું.

  *************

         સૂર્યા બધાને ઘરે છોડી કિંજલના ઘર તરફ જઈ રહ્યો હતો.કિંજલ ચુપચાપ બેઠી હતી.સૂર્યા થોડી થોડી વારે કિંજલ સામે જોઈ લેતો હતો.તેને મૌન તોડતા કહ્યું "કિંજલ તું ચિંતા ન કરે બધું ઠીક થઈ જશે.આઈ નો કે સિચુએશન બહુ નાજુક છે" 

          "સૂર્યા મને લાગે છે કે મમ્મી સાચે જ આવા કોઈ કામમાં ઇનવોલ્વ છે" કિંજલે કહ્યું.

          "કેમ?"

        "મમ્મીનું રાત-રાતભર કામના નામે બહાર રહેવું,ક્યારેક એમની પાસે ગન હોવી.કોઈકવાર તે કોઈકને મોબાઈલ પર ધમકાવતા મેં જોયા છે.તેઓ ક્યારેક કોઈક ગુંડા જેવા દેખાતા વ્યક્તિઓ સાથે વાત કરતા પણ મેં જોયા છે.હું જ્યારે પૂછું ત્યારે કહે છે કે આ બિઝનેસનો એક પાર્ટ છે.તેઓએ મને આજ સુધી નથી જણાવ્યું કે તે શેના ધંધા સાથે જોડાયેલા છે.મેં વધારે પૂછ્યું પણ નથી" કિંજલે કહ્યું.

       "આજે તારા મનમાં જે કોઈ સવાલ હોય પૂછી લેજે" સૂર્યાએ કહ્યું.

       "સૂર્યા મમ્મી સિવાય મારુ આ દુનિયામાં કોઈ નથી.આઈ હોપ કે કોઈ મેજર ગરબડ ન થાય" કિંજલે કહ્યું.

      "તું મને રિયા અને આરવને ભૂલી ગઈ?" સૂર્યાએ કહ્યું.

       કિંજલે સૂર્યા સામે જોયું અને ફરીથી બહાર જોયું.એક કીડરગાર્ડન સ્કૂલ પર તેનું ધ્યાન ગયું.નાના બાળકોને લેવા આવેલા તેમના માતા-પિતા તરફ તેનું ધ્યાન ગયું.તેનાથી તે દ્રશ્ય જિરવાયું ન હોય તેમ તેનું ધ્યાન ત્યાંથી હટયું.

*****

ક્રમશ: