આગળ આપણે જોયું તેમ, જાનકી આરામ કરવા જાય છે અને પ્રિયા બીજાના પ્રેઝન્ટેશન જોઈ રહી છે.
જેન્સી પ્લેનમાં મિસ્ટર ધનરાજ સાથે વાત કરી રહી હોય છે.
મિસ્ટર ધનરાજ પૂછે છે, "બોલ, શું છે તારી શરતો?"
જેન્સી કહે છે, "એવું કંઈ ખાસ નથી, માત્ર હું તે ઘરમાં તમારી સાથે નહીં રહી શકું. મારા મમ્મી જૂના વિચારોના છે એટલે બીજે ગમે ત્યાં ઘર કે ફ્લેટમાં હું અલગ રહીશ. ક્યાંક નજીકમાં મળી જાય તો વધારે સારું, જેથી હું મિસ્ટર જાનનું ધ્યાન રાખી શકું. બીજું, મારા મમ્મીને આ વાતની જાણ ન થવી જોઈએ. તેમને ખાલી એટલું જ કહેવામાં આવે કે હું એક હોસ્પિટલમાં ટેમ્પરરી જોબ કરી રહી છું. અને ત્રીજી શરત એ છે કે મારા ઘરના લોકો મારી સાથે રહે જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી."
મિસ્ટર ધનરાજ કહે છે, "ઠીક છે જેન્સી, મને તારી શરત મંજૂર છે, પણ અહીં મુંબઈમાં કોઈ એક-બે મહિનાનો કોન્ટ્રાક્ટ નહીં કરે. એટલે ઘર કે ફ્લેટ માટે તારે છ મહિનાનો કોન્ટ્રાક્ટ કરવો પડશે. પૈસાની તું ચિંતા કરતી નહીં. તું છ મહિના સુધી તે ફ્લેટમાં કે ઘરમાં રહી શકે છે. તારા નામે જ કોન્ટ્રાક્ટ થશે અને તેના પૈસા અગાઉથી ભરી દેવામાં આવશે. બીજું કંઈ?"
જેન્સી કહે છે, "ના સર, થેન્ક યુ. મારે બીજું કંઈ નથી જોઈતું. મારો ભાઈ હોસ્પિટલમાં છે. કદાચ મારા મમ્મીને પણ અહીં શહેરમાં ક્યાંક રહેવું પડે, એટલે હું ઈચ્છતી હતી કે તે મારી સાથે રહે તો વધારે સારું."
ધનરાજ શેઠ કહે છે, "મને ખ્યાલ છે અને કોઈ ઓબ્જેક્શન નથી, બસ મારા ભત્રીજાનું તારે ધ્યાન રાખવાનું છે. તારા ઘરનાઓને હિસાબે તેને જરાય પ્રોબ્લેમ ન થવો જોઈએ. એ સિવાય મને એક પણ જાતનો પ્રોબ્લેમ નથી."
જેન્સી કહે છે, "હું મારી ફરજ ઈમાનદારીથી નિભાવીશ, તમારે મને નહીં કહેવું પડે. પહેલા હું મારા ભાઈને જોવા હોસ્પિટલે જઈશ. એની શું કન્ડિશન છે તે જોઈ, ત્યાર પછી હું તમને ફોન કરીશ. તમે મને ફોન ન કરતા."
ધનરાજ શેઠ કહે છે, "ઠીક છે, હું તને ફોન નહીં કરું. તું મને ફોન કરજે. હું તને મારું એડ્રેસ સેન્ડ કરી દઉં છું."
જેન્સી કહે છે, "ઠીક છે, પણ સર, મિસ્ટર જાનની દવા લેવાનું ભૂલતા નહીં. તમે કહો તો હું લઈ લઉં, કારણ કે આ દવા અમુક જ જગ્યાએ મળશે."
ધનરાજ શેઠ કહે છે, "થેન્ક યુ. તું ફિકર ન કર. હું તે દવાઓ મંગાવી લઈશ અને આ વખતે દવામાં કોઈ ગડબડ નહીં થાય."
એટલી વારમાં તેને ઓસ્ટ્રેલિયાથી ડોક્ટર સાહેબનો ફોન આવે છે. ડોક્ટર સાહેબ કહે છે, "જેન્સી, મેં હમણાં મુંબઈના ડોક્ટર સાથે વાત કરી. તારા ભાઈને હવે સારું છે. કોઈ પ્રોબ્લેમ નથી. ખભાના હાડકામાં ક્રેક હોવાથી એક-બે ક્લિપ લગાડવામાં આવી છે, પણ તે પણ ૧૫ દિવસમાં કવર થઈ જશે અને તારો ભાઈ પહેલાની જેમ હાલતો-ચાલતો થઈ જશે. પણ એક મહિના સુધી રેસ્ટ કરવો પડશે. બને ત્યાં સુધી ખભાની મોમેન્ટ નહીં કરે તો જલ્દી રિકવર થઈ જશે."
જેન્સી કહે છે, "થેન્ક યુ ડોક્ટર. તમે મારી બધી ચિંતા દૂર કરી દીધી. થેન્ક યુ સો મચ..."
ડોક્ટર સાહેબ કહે છે, "થેન્ક યુ મને નહીં, ધનરાજને કહે. મેં તો ખાલી હોસ્પિટલ અરેન્જ કરી દીધી હતી. તેમણે તો તારા ઘરના લોકો માટે રહેવાની, ખાવાની બધી સગવડતા કરી આપી છે અને હોસ્પિટલના બિલ પણ ચૂકવાઈ ગયા છે. જો દીકરા, તેમણે કોઈ પણ સ્વાર્થ વગર તારી મદદ કરી છે, તો હવે તારી ફરજ છે કે તેમના દીકરાની તું મદદ કર. થોડાક દિવસની તો વાત છે. મને ખાતરી છે તું બધું હેન્ડલ કરી દઈશ. ચાલ, હવે હું મૂકું. મારે એક સર્જરી કરવાની છે. બાય, તારું ધ્યાન રાખજે."
જેન્સી મિસ્ટર ધનરાજ તરફ જુએ છે અને પછી એરોપ્લેનની વિન્ડોની બહાર જોતા કહે છે, "ઠીક છે, હું તમારી સાથે પછી નિરાંતે વાત કરીશ." એમ કહીને જેન્સી ફોન મૂકે છે અને બારીની બહાર વાદળોને જોતી રહે છે.
પ્રિયાનું પ્રેઝન્ટેશન
આ તરફ પ્રિયા બધાના પ્રેઝન્ટેશન જુએ છે અને બધાની ભૂલો પણ જુએ છે. તે સમજી જાય છે કે મારે શું ભૂલ નથી કરવાની. પછી તેનો વારો આવે છે ત્યારે તે ખૂબ સરસ રીતે પ્રેઝન્ટેશન આપે છે. મિસ્ટર પ્રેમ પણ તેના પ્રેઝન્ટેશનથી ખુશ થાય છે અને બીજા તેની સાથે કામ કરતા તેમના ફ્રેન્ડ્સ અને કલીગ્સ બધા પ્રિયાના પ્રેઝન્ટેશનથી ખુશ થાય છે.
મિસ્ટર પ્રેમ કહે છે, "આજે મેં જે પાંચ પ્રેઝન્ટેશન જોયા છે તેમાંથી મને માત્ર બે જ પ્રેઝન્ટેશન ગમ્યા છે, તો હું કાલે ફાઇનલ કરી અને કહું છું. ત્યારબાદ વિન્ટર કલેક્શન ફટાફટ તૈયાર કરવાનું છે, આપણી પાસે બહુ ટાઈમ નથી." એટલું કહીને મિસ્ટર પ્રેમ કોન્ફરન્સ રૂમની બહાર નીકળી અને પોતાની ઓફિસ તરફ ચાલ્યા જાય છે.
પ્રેમના જતા જ સેક્રેટરી પ્રિયાને કોન્ગ્રેચ્યુલેશન કહે છે અને કહે છે, "જો કાલે તું સિલેક્ટ થઈ જા તો હવે પાછું વળીને ન જોતી અને વિન્ટર કલેક્શન બનાવવામાં જી-જાન લગાવી દેજે. હવે તારે તારી જાતને સાબિત કરવાની છે. આવો મોકો જલ્દી કોઈને મળતો નથી."
પ્રિયા કહે છે, "જરૂર સર, હું મહેનત કરીશ અને વિન્ટર કલેક્શન આપણે બધા મળીને બનાવશું તો ખૂબ સરસ બનશે. આ વખતે આપણી કંપનીનું કલેક્શન ટોપ ઉપર હશે."
સેક્રેટરી કહે છે, "વાહ! શું કોન્ફિડન્સ છે આ છોકરીનો!"
પ્રિયા પોતાના વાળને સ્ટાઈલમાં પાછળ કરતા કહે છે, "કહો જોઈ, મને શું નથી ખબર?" એટલું કહેતા હસી પડે છે અને આસપાસમાં બધા લોકો હસવા લાગે છે. માહોલ ખુશનુમા થઈ જાય છે.
જાનકીની ચિંતા
આ તરફ જાનકી થોડો આરામ કરીને પાછી હોસ્પિટલમાં જાય છે અને તેના દીકરા પાસે બેસેલી નર્સને પૂછે છે, "હવે કેમ છે મારા દીકરાને?" નર્સ કહે છે, "થોડીવાર પહેલા ભાનમાં આવી ગયા છે, પણ પાછી હમણાં દવાની અસરને હિસાબે તે સૂતા છે. જેટલો આરામ કરશે તેટલા જલ્દી રિકવર થઈ જશે. બને તો તેમને ડિસ્ટર્બ ન કરો તો વધારે સારું." જાનકી કહે છે, "હા, હું બહાર જ બેઠી છું. મારા જેવું કંઈ કામકાજ હોય તો કેજો. મારો દીકરો ભાનમાં આવે તો મારી સાથે વાત કરાવજો." નર્સ કહે છે, "હા, હું તમને બોલાવી લઈશ, પણ અત્યારે તેમને આરામ કરવા દો." જાનકી રૂમની બહાર જતી રહે છે અને પાછી બેન્ચ પર બેસી જાય છે.
જેન્સીના વિચારો
આ તરફ જેન્સી એરોપ્લેનની વિન્ડોની બહાર વાદળોને જોતી હતી અને જોતા જોતા અનાયાસે તેનું ધ્યાન મિસ્ટર જાનના ચહેરા પર પડે છે.
તેના ચહેરાને જોઈને મનોમન વિચારે છે:
જાનની આંખો આલ્બાટ્રોસ જેવી ઊંડી છે,
જેમાં પરિવારના સભ્યોના રહસ્યો છુપાયેલા છે.
તેનું હૃદય ફીનેક્સની જેમ બળે છે,
જેમાં પરિવારના પ્રેમની હુંફ નથી.
પરંતુ ઉપરથી સખત હોવા છતાં,
તેનું હૃદય ફૂલ જેવું કોમળ છે.
(જેન્સીને લાગે છે કે જાન પાસે જઈને,
તે બળીને રાખ થઈ જશે.)
અને હું તે આગને મહેસૂસ કરી રહી છું,
હું તે આગથી બચવા માટે મિથ્યા પ્રયત્ન કરું છું.
(પરંતુ તેમ છતાં તેણી જીવન તરફ ખેંચાઈ રહી છે,
જેમ ફાયરફ્લાય આગ તરફ આકર્ષાય છે.)
જેન્સી રૂઢિચુસ્ત સમાજના બંધનમાં ફસાઈ ગઈ છે,
તેને તેની પાંખો ફેલાવવા માટે સ્વતંત્રતાની જરૂર છે.
પરંતુ તેણીને ડર છે કે જો તેણી તેની પાંખો ફેલાવશે,
પછી ક્યાંક તેને કાપવામાં આવશે તો તેની સ્વતંત્રતા છીનવી લેવામાં આવશે.
પરંતુ તેમ છતાં તેણી જાન તરફ ખેંચાઈ રહી છે,
જેમ ફાયરફ્લાય આગ તરફ આકર્ષાય છે.
એટલું વિચારે છે ત્યાં બીજી નર્સ કહે છે, "મિસ જેન્સી, તમારું ધ્યાન ક્યાં છે? એરહોસ્ટેસ તમને ચા, કોફી, ઠંડુ ઓફર કરી રહી છે. તમારું ધ્યાન ક્યાં છે?"
....