ભાગ 18 : ભગવાન સાથે સંવાદ
ધનશ દ્વારા બધા લોકો ને જાણે એક ધમકી દેવામાં આવી હોઈ તેવું લાગી રહ્યું હતું કે અહીં થી ચાલાકી કરીને ભાગવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે .
ત્યારબાદ બધા લોકો પોત પોતાની રીતે ટહેલવા લાગ્યા અને આ તરફ SK તે રમણીય જગ્યા પર આવેલા મંદિર તરફ ગયો, બધા લોકોને જ્યાં ફરવું હોઈ ત્યાં ફરવાની છૂટ હતી , ઊર્જા ની હબેહુબ દેખાતી છોકરી કે જેનું નામ મિત્રા હતું, તેને પણ અહીં લઈ આવવામાં આવી હતી .
શીન મિત્રા ને વાત કરે છે કે , SK તો ખરેખર કઈક અલગ જ પ્રકાર નો માણસ છે, તે સાચા માણસો પ્રત્યે ખૂબ જ વિનમ્ર છે અને ખરાબ કામ કરવા વાળા સાથે નિર્દય છે, તે છેવટે તો મારો મિત્ર જ છે ને ..
" મિત્ર ? તારો મિત્ર ? કંઇક ભૂલ થાય છે તારાથી શીન , મિત્રતા તો ત્યારે જ તૂટી ગઈ હતી જ્યારે કોલેજો બનેલા એ બનાવ માં તું એની સાથે નહિ પરંતુ સામે ઊભો હતો , અમુક દિવસો થી જાણતી કોલેજ ની એ છોકરી ના પક્ષ માં તું હતો , પરંતુ વર્ષો થી જાણતા SK ના પક્ષ માં નહિ , ઓફિસ માં મેં જોયું તારું વર્તન ? ખરેખર તને લાગે છે કે તારું આવું વર્તન મિત્રતા ને લાયક છે ? "
મિત્રા એ સ્પષ્ટ શબ્દો માં શીન ને કહી દીધું. તે આગળ બોલી - જો ખરેખર તારે જાણવું છે ને કે SK કેવો માણસ છે, તો આવ અહીંના મંદિરે અને નિરીક્ષણ કર.
તે બન્ને મંદિર તરફ ગયા અને મુખ્ય દ્વારની બહાર ઊભા રહ્યા, અંદર મંદિરના ગર્ભગૃહની તરફ કોઈ માણસ હતો પણ એ દેખાઇ રહ્યો નહોતો , માત્ર એનો મધુર અવાજ સંભળાઈ રહ્યો હતો, તે માણસ બોલતો હતો કે , " હે ભગવાન ! તમે તો સર્વજ્ઞ છો , મારા સારા વર્તન અને સારા કર્મો હોવા છતાં લોકો મારી સામે ઊભા રહે છે, હું કદી કોઈનું ખોટું નથી ઈચ્છતો , આમ છતાં લોકો મારી દુર્ગતિ શા માટે માગતા હશે ? જો એ લોકો બરબાદ થયા હોઈ તો એની પાછળ નું કારણ હું કેમ ? એની સફળતા કે નિષ્ફળતા પાછળ હું કઈ રીતે હોઈ શકું ? આપ પણ જાણો જ છો કે એ પોતે એની બરબાદી નું કારણ છે, આમ છતાં એ મને કહેશે , હે પરમેશ્વર ! હું અન્યાય નથી જોઈ શકતો , સજા દેવાનું કાર્ય આપનું છે એ હું જાણું છું, પરંતુ મને એ બાબતે માફ કરજો , પરંતુ હું દુષ્ટ લોકો ને ક્યારેય માફ નથી કરતો, હું સ્વાર્થી નથી, પરંતુ જો વાત ખરાબ લોકો સામે આવે તો જ હું સ્વાર્થી છું, હા ! માન્યું કે વ્યવહાર અને ચિત્ત બદલવું ના જોઈએ પરંતુ જ્યારે વાત દુષ્ટતા ની આવશે ત્યારે હું એવા લોકો સામે દુષ્ટ બનીને જ રહીશ , એ બાબત માટે મને માફ કરો , હું તો એવું જ ઈચ્છું છું કે બધાનું કલ્યાણ થાય , હું તમારી પાસે કંઈ માગતો નથી , તમને મારી વેદનાઓ બસ કહું છું , તમે જે કરો એ જ પરમ સત્ય છે અને એ જ સર્વોપરી છે , તેને હું સ્વીકારું છું "
શીન આ બધું ધ્યાન થી સાંભળી રહ્યો હતો, ત્યાં એક ગાર્ડ ત્યાં આવ્યો અને કહ્યું કે આ મંદિર માં તમને અત્યારે જવા નહિ મળે , તમે પછી આવજો , એમ કહીને ગાર્ડ દ્વારા તેને અને મિત્રા ને મંદિર ની બહાર કાઢી મૂકાયા .....