The Man, Myth and Mystery - 21 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 21

Featured Books
Categories
Share

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 21


ભાગ 21 : ઊર્જા નું બ્રહ્માસ્ત્ર

શીન ના મનમાં લાંબો સમય સુધી મનોમંથન ચાલતું હતું અને તે બસ એક જ વાત પર વિચારી રહ્યો હતો કે  એ અજાણ્યો માણસ છે કોણ ? એનો અવાજ કંઈક એને જાણીતો લાગતો હતો.

આ તરફ SK ને એ વાત ની જાણ હતી કે બધા લોકો જે તેની વિરુદ્ધ માં હતા તેમાંથી કોઈ તો એક હજી સુધી પકડાયો નથી, એ માસ્ટર માઈન્ડ ને પકડવા માટે SK, RK અને ધનશ ત્રણેય સ્તંભ મિટિંગ માં સાથે બેઠા હતા , SK એ ઘણો વિચાર કર્યો અને તેણે વાત રજૂ કરી કે , " ઓફિસ, ક્લબ, કોલેજ બધી જગ્યાએ થી ઊર્જા ના તમામ જગ્યા એ જ્યાં જ્યાં કનેક્શન હતા તે તમામ લોકો નો સર્વે થઈ ચૂક્યો છે , બધા ઉપર આપણી નજર રહી ચૂકી છે , મારા મતાનુસાર તો મને તવંશ ઉપર વધુ શક જઈ રહ્યો છે અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો લગભગ તવંશ જ આ આખી રમત નો મુખ્ય માસ્ટર માઈન્ડ હોઈ શકે છે, બસ એક છેલ્લી કડી હાથ માં આવી જાય એટલે ભારત દેશના તમામ દુશ્મનો પૂરા "

" તવંશ એ કંઈ રીતે હોઈ શકે  ? મને નથી લાગતું કે એ હોય શકે છે, કેમ કે તું ઓફિસ માં મુખ્ય અધિકારી ને પણ પૂછી ને જોઈ લે તો એના મત મુજબ એવું લાગી પણ રહ્યું નથી , વળી તવંશનું આ તમામ વાતો સાથે કંઈ લગતું વળગતું પણ નથી , મને તો એમ લાગે છે કે કોલેજ માંથી કોઈ હોઈ શકે છે, કેમ કે પ્રોફેસર અને ઊર્જા આ બન્ને મુખ્ય માથાઓનું કનેક્શન તો ત્યાંથી જ હતું "
ધનશ એ પોતાની વાત રજૂ કરી.
RK એ પણ તેનો સાથ પુરાવ્યો પણ સાથે સાથે SK ને કહ્યું કે જો તને એના પર શક જતો હોય તો એના પર નજર તો રાખવી જ જોઈશે.

બધા લોકો પોત પોતાના મત - મતાંતર રજૂ કરી ને ત્યાંથી ચાલ્યા ગયા.

ઊર્જા એ જ દિવસે રાત્રિ ના સમયે ગેસ્ટ રૂમ થી દુર જઈને ભ્રમણ કરી રહી હતી, એ જોઈને ગાર્ડ તરત જ RK ને કહે છે કે રાત્રિ ના સમયે ઊર્જા  અચાનક જ ટહેલી રહી છે , જો તમારો અંદાજો સાચો હોઈ તો એવું પ્રતીત થાય છે કે હજી કોઈ તો છે જ જેના પર ઊર્જા ને ભરોસો છે કે એ જરૂર ત્યાંથી નાસી છૂટશે .

એ જ રાત્રિ ના સમયે SK એ તત્કાળ મિટિંગ બોલાવીને બધાને કહ્યું હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ મુજબ હવે સમય પાકી ગયો છે કે મારો પરિચય જે અત્યાર સુધી દુનિયા ની સામે  છૂપાયેલો હતો , તે હવે આખી દુનિયા સમક્ષ આપી દઈએ , આ એકદમ સાચો સમય છે આપણા પ્લાન મુજબ આપણે થોડાક વહેલા છીએ , હવે દુનિયા ને ખબર પડી જવી જોઈએ કે કોણ છે SK , આમાં થોડો ખતરો તો છે , પરંતુ મારા નિર્ણય લગભગ ખોટા નથી પડતાં.

RK અને ધનશ SK ને ઉતાવળ ન કરવા કહી રહ્યા હતા , પરંતુ SK નો તર્ક પણ સાચો હતો , જો છેલ્લા માસ્ટર માઈન્ડ ને નહીં પકડીએ તો વીતતા દિવસો સાથે એ વધુ ઘાતક સાબિત થઈ શકે.

બસ ત્યારબાદ શું , ખબર તરત જ બધાને અપાઈ ગઈ કે SK પોતાની ઓળખાણ આપશે.

એ જ રાત્રે બધી ન્યૂઝ ચેનલ માં એક જ સમચાર હતા -
SK પ્રાઇવેટ લિમિટેડ કંપની ના માલિકના નામ બારે આવશે, એના મુખ્ય માણસ ખુદ આવશે મીડિયા સામે ! "

સમગ્ર ન્યૂઝ જગત માં હાહાકાર મચી ગયેલો હતો....