સારાએ કહ્યું “સાવી તારા પેલાં આશિકનાં ગીતને કારણે મારુ રીલ રહી ગયું..એકજ ફાયદો થયો તારો મીઠો ભૂતકાળ આળસ મરડી જાગી ગયો.”. એમ કહી હસી..સાવી કહે ”સારા એવું કશું નથી પછી વાત.. પહેલા તારું મસ્ત રીલ બનાવી લઈએ..નહિતર તારા ફેન નિરાશ થઇ જશે..બોલ કેવું બનાવવું છે? સારાએ આકાશ તરફ જોઈ કહ્યું “આજે થોડો શાવર જેવો વરસાદનું ફોરકાસ્ટ છે..હવે વરસેતો સારું શાવરમાં મસ્તી કરતા મસ્ત હોટ હોટ રીલ બનાવીએ..” સાવી હસી પડી..એણે કહ્યું“ વરસાદ તો હમણાં આવશેજ જોને કાળા કાળા વાદળ ચઢી આવ્યા છે હમણાં વરસશે પણ..એકલી એકલી હોટ રીલ…?”
સારા કહે “કોણ કહે છે હું એકલી એકલી..અરે અહીં પાર્ટનર તો હાલત ચાલતા મળી રહે છે..તું શું સમજે ?
મારા બધા રીલમાં પાર્ટનર હોય છે મને ઓળખે છે? મને પ્રેમ કરે છે? અરે રીલ બનાવું મોબાઈલથી સેલ્ફી
વિડિઓ લઉ તો જેને ઈશારો કરું આવી જાય રીલમાં અને પછી…” એમ બોલી ખડખડાટ હસી પડી..સાવી તો આજે એનું સત્ય સાંભળી બોલી “ તારો ભેદ તો તુજ જાણે..મને લાગે તારા બધા રીલમાં અલગ અલગ છોકરા છોકરીઓ કોણ હોય છે..હવે ખબર પડી..તું તો યાર જબરી બોલ્ડ છે..” સારાએ કહ્યું“ તો શું કરું? આટલા બોય ફ્રેન્ડ પોષાય ? મરી જઉં ..ચાલ આજે તો તું છે બીજો પાર્ટનર પણ મળી જશે..”
બન્ને સહેલી વાતો કરે છે ત્યાં ઝરમર ઝરમર શાવર જેવો વરસાદ સાચેજ ચાલુ થયો. સારાએ આંખો
નચાવી કહ્યું “જો સાવી શાવર ચાલુ…પ્રકૃતિ મને કાયમ સાથ આપે છે…કાશ.. એમ કહી ઉદાસીવાળુ હસી.. સાવીની ધ્યાન બહાર નહોતું.સાવીએ જોયું સારા પર્સમાંથી લિપસ્ટિક કાઢી લગાવી હેર કોમ્બ કર્યા ..હોઠ પર હોઠ ઘસ્યા..ફૂટપાથથી બાજુની રેસ્ટોરાં તરફ આગળ વધી બધાનું ધ્યાન ખેંચાય એમ ઉભી રહી..ત્યાં એની નજર ગિટાર વગાડનાર આર્ટિસ્ટ પર પડી એણે સાવીને આંખ મારી બોલાવી..સારાએ સાવી આવે પહેલાં પેલા આર્ટિસ્ટ સાથે શું ઘુટરઘૂં કર્યું પેલો ગિટાર વગાડતો સારાની નજીક આવી ગયો.. સારા એ કહ્યું “સાવી તું રીલ ઉતાર લે મારો મોબાઈલ.” સાવી આશ્ચ્રર્ય પામતી સારાનો મોબાઈલ લે છે..રીલ ઉતારવા તૈયારી કરી..પેલો ઓઝી આર્ટિસ્ટ યન્ગ અને દેખાવડો હતો એણે સારા ઈચ્છે એનાથી વધુ
રિસ્પોન્સ આપવા માંડયો ..એણે સરસ ઈંગ્લીશ ધૂન વગાડવા માંડી સારા એની કેડમાં હાથ નાખી હળવો ડાન્સ કરતી હસી રહી હતી..સાવી રેકોર્ડિંગ કરી રહી હતી..ત્યાં પેલો સારાને કેડથી પકડી ઝુકાવી એના હોઠ પર હોઠ મૂકી ચૂસવા લાગ્યો..એણે સારાને એવી રીતે પકડી હતી કે છૂટીજ ના શકે.. પહેલા સાવીને રિલનો એક ભાગજ લાગ્યો એને થયું સારા સમજીને આવું કરાવી રહી છે પછી સારાએ જોર કર્યું છૂટવા પેલાને બાઈટ કર્યું..ત્યારે સાવીને ખ્યાલ આવ્યો આતો ગરબડ છે એણે રીલ ઉતારવાનું બંધ કરી સારા પાસે દોડી આવી..સારા ત્યાં સુધી પેલાને છોડાવી હાંફી રહી હતી..એ બોલી “ યુ બાસ્ટર્ડ…” પેલો સામે
હુમલો કરે પહેલા ત્યાંથી પોલીસની કાર પસાર થઈ ..પેલો દોડી રોડ ક્રોસ કરી ગયો..સારાએ સાવીની સામે જોયું બોલી “ આ સાલો હરામી નીકળ્યો.. બાસ્ટર્ડ.. ચલ અંદર રેસ્ટોરાંમાં જઈએ..હું વૉશરૂમમાં જાઉં બધું સરખું કરી આવું છું તું બેસ ટેબલ જોઈને પ્લીઝ.”
રોડ પરના રાહગીરો બધો તમાશો જોતા જોતા હસતા હસતા જઈ રહેલા..સાવી અને સારા રેસ્ટોરાંમાં
પ્રવેશ્યા..સારા સીધી વોશરૂમ તરફ ગઈ..સાવી ખાલી ટેબલ જોઈ બેસી ગઈ. સારાની રાહ જોવા લાગી.
સાવી સારાનાં ફોનમાં ઉતારેલું રિલનું રેકોર્ડિંગ ચેક કરવા લાગી..કેવું ઉતર્યું છે જોવા લાગી.. એણે જોયું રીલ શરૂઆતમાં ખુબ સરસ ઉતરેલું..સારાનાં હાવભાવ જોઈ એને ગમ્યું નહોતું. પછી તો પેલો એકદમ વાઈલ્ડ થઇ એનાં હોઠ..એને થયું સારા શા માટે આવું બધું કરે? એનું ફેન ફોલૉઈન્ગ આનાથીજ છે? એણે એના ઇનસ્ટાનાં એકાઉન્ટમાં જોવા માંડ્યું..એ જેમ જેમ જોતી ગઈ એમ એમ એને વિચારો આવવા લાગ્યા.આટલી બિન્દાસ ??
સાવી સારાના ફોનમાં રહેલા રીલ દ્વારા એના ચરિત્રમાં ઉતરી રહી હતી..બધું જોયું એમાં ઘણા રીલ બિભસ્ત
હતા..એને થયું આવું બધું એણે અગાઉ કરેલુંજ છે તો આજે એને શું તકલીફ પડી..સાવી સમજી ના શકી એણે એના ફોલોવર ફેન..આશિક જોવા મંડ્યા એમાં દેશી પરદેશી બધા હતા..એણે નામ વાંચવા માંડ્યા..
રેમો, રેને,એસ્ટોન કરલી,રામાણી,બાર્ટન,હોવેલ,કેવિના, આર.વી., અર્જુન,અંકુર, મીર સેફિ ,ક્રિસ,ઇશીખડા ,બોન્ડ,વિનિથ,સિદ્ધાંત,જીતેશ ,શૈલેષ, મિટાવા, યુનુસ, રાજ ત્રિવેદી,બ્લેક કેટ, ઓહો..કેટકેટલા હતા..પેલા ઓઝી જોડેતો ગરમ ગરમ કિસના ફોટા અને રીલ હતા..સાવી રીતસર સહમી ગયેલી..આ શું? આવો આટલો બધો ક્રેઝ? પોતાના આટલા બધા ફેન ફોલોવર્સ છે એવું કરવા આણે કેટલા કોમ્પ્રોમાઇઝ કર્યા હશે?? તો આજે કેમ છેડાઈ પડી ? આ બધુતો એનું ગમતુંજ છે..સાવી બધું જોઈ રહી હતી અને સારા વોશરૂમ જઈ ફ્રેશ થઇ મૂડ બદલીને આવી ગઈ…એણે સાવીને એનું પેજ ચેક કરતી જોઈ લીધી હતી એણે કહ્યું “સાવી આ બધું જોઈ રહી છે તે ભ્રમ છે સત્ય કશું નથી..આ મારો અસલી ચહેરો નથી..એક નકાબ માત્ર છે..એની આંખોમાં આંસુ ધસી આવેલા.. એણે લૂછ્યાં અને ચૂપ થઇ ગઈ..મેનુ જોવા લાગી…સાવી એનેજ વિચારતી એકીટશે એનેજ જોઈ રહી…
વધુ આવતા અંકે..પ્રકરણ-9