સોહમને પરદેશની ધરતી ઉપર પોતાના દેશની.. વતનની ધરતી..ત્યાંના લોકો યાદ આવી રહેલાં..
સોહમ શુન્યમનસ્કય બસ ચાલી રહેલો..એને ઠંડી હવાની લહેર લાગી..અનુભવી..એ થોડો યાદોમાંથી જાગ્રત થયો..એને યાદો હટાવવી ગમી નહોતી રહી.. એણે જોયું કોફી કેફે આવી.. એ ચહેરા પર સ્મિત લાવી કેફેમાં ગયો લાર્જ કેપેચીનો ઓર્ડર કરી લઇને પાછો બહાર આવી ગયો..એ ચાલતો ચાલતો દરિયા તરફ નીકળી ગયો..સિડનીના કિનારે દરિયો..દરિયા કિ નારે સિડની શહેર..એણે બેન્ચ જોઈ ત્યાં બેસી ગયો..
એ બેસીને દરિયામાં ઉછળતાં મોજા જોઈ રહેલો.. ભૂરા ભૂરા આકાશ નીચે..દરિયાનું ભૂરું પાણી એના
ઉછળતાં ફીણ ફીણ વાળા મોજા..એના મન દીલમાં પણ યાદોનાં મોજા ઉછળી રહેલાં.. આ દરિયાના મોજા કિનારે આવી રેતીને ભીંજવી પાછા ફરી જતાં હતાં જયારે એનાં દિલમાં યાદોનાં મોજાં એનું હ્ર્દય ભીંજવી રહેલાં..એ ફરી યાદોની અધૂરી કડી જોડી રહેલો..સાથે સાથે ગરમ કોફીની ચુસ્કીઓ લઇ રહેલો.
“ વિશ્વા સોહમને જોઈ બોલી ઉઠેલી..એની આંખોમાં ચમકારો આવી ગયેલો , એનું આખું તન ઉત્તેજનાથી
થરથરી ગયેલું ..એણે સોહમને કહ્યું “સોહું…તું આવી ગયો ? દિગુકાકા આવ્યા હું સમજી ગઈ હતી..હમણાં તું આવીશજ..તુંતો બેડી લઇ આવ્યો ? ચલ આપણે સાથે કેરી વેડીશું..એણે બૂમ પાડી કહ્યું “પાપા…કાકુ સોહમ આવ્યો છે..સાથે બેડી હઉ લાવ્યો..વાહ હવે વાડીવાળો અસલ લાગે.. એણે સોહમનો હાથ પકડી કહ્યું “ચલ પેલાં મોટા ઝાડ છે એ બાજુ કોઈ નથી ત્યાં આપણે કેરી બેડી લઈએ..આપણી જુદી રાખીશું.. ખબર પડે આપણે સાથે રહી કેટલી ઉતારી.”.એનો ઉત્સાહ માતો નહોતો.. સોહમ ધીમું ધીમું હસતો એને સાંભળી રહેલો એ બસ વિશ્વાને જોઈ રહીં એનો પ્રેમ આવેશ માણી રહેલો..એણે વિશ્વાનો હાથ પકડ્યો.. વિશ્વા એકદમ અટકી ગઈ..એણે સોહમનો હાથ પકડ્યો હતો ત્યારે જે અનુભવ્યું એનાથી કંઈક વધારે એ વિહ્વળ થઇ ગઈ એનો ચહેરો શરમથી લાલ થઇ ગયો એનાં રૂપાળાં ચહેરા પર શરમના શેરડા પડ્યા..એ સોહામની આંખમાં આંખ પરોવી ઝડપથી બોલી ગઈ… ”આ હાથ પકડ્યો છે તો કદી છોડીશ નહીં સોહુ…” સોહમ એને જોઈજ રહ્યો કંઈ બોલ્યો નહીં..એના હોઠ કંઈક બોલવા ગયાં અને વિશ્વા એનો હાથ છોડીને ત્યાંથી દોડી ગઈ..
“એય…વિશ્વા.” .હજી આગળ બોલે પહેલાં વીરબાળાકાકી ચા લઇ આવતા જોયાં..એ ચૂપ થઇ ગયો.. “એય સોહુ લે આદુ વાળી ગરમ ચા..પછી કેરીઓ ઉતારો..વિશ્વા..ઓ વિશ્વા. પાછી આ છોકરી ક્યાં ગઈ ?” એમણે સોહમને ચા આપી બીજા લોકોને આપવા ગયા અને ધીમે પગલે વિશ્વા આવી.બોલી “ સોહું.. માં આવી હું જોઈ ગઈ હતી એટલે દોડી ગયેલી… ચલ ચા પીલે પછી કેરી બેડીએ..” એ સોહમને ચા પીતો જોઈ રહી..
“આ જો મેં એક સાથેત્રણ કેરી બેડીમાં લીધી.જો કેટલી મોટી મોટી છે મસ્ત..માંસલ કડક મીઠી.. “ સોહમ ઉત્સાહિત થઈને બોલ્યો.. વિશ્વા જોરથી હસીને બેડીમાંથી કેરી કાઢી ક્રેટમાં મુકવા લાગી બોલી..”કેમ આવું બોલે? આતો કોઈ ચા છે? કડક મીઠી..” સોહમે મસ્તી ભરી આંખો કરી કીધું“ હું આગળ બીજું પણ બોલેલો..માં..આઈ
મીન પલ્પ વાળી છે..સરસ..” એમ કહી લુચ્ચું હસ્યો..
સોહમે વાડીમાં ચારે તરફ જોયું..માણસો ચા પીવા નીચે બેઠેલા..ધર્મેષકાકા, દિગુકાકા કાકી સાથે બેસી ચા
પી રહેલા..એ વિશ્વાની સાવ નજીક આવ્યો એની આંખોમાં નજર પરોવી બોલ્યો..” તું હાથ છોડાવી દોડી ગઈ પણ હું નહીં છોડું વિશ્વા..વિશ્વાશ રાખજે..મારુ…આઈમીન આપણું રિઝલ્ટ આવી જાય પછી કોલેજની તૈયારી કરીશ..સારી કોલેજમાં એડમિશન લઈશ.. હું ખાસ તને મળવાજ આવ્યો છું દિગુકાકા સાથે..તારે.. સોહમ આગળ બોલે પહેલાં વિશ્વા બોલી “માંપાપા મને કોલેજ કરાવવાનાં પક્ષમાં નથી..મારે કોલેજ કરવી છે તારાં પગલામાં પગલાં રાખવા છે તું પાપાને કહેજે હું દિગુકાકાને કહેવાની છું..
સોહમેવિ શ્વાને કહ્યું“ હું અને દિગુકાકા બન્ને વાત કરીશું..એય વિશુ..હું તને ખુબ ચાહું છું ખુબ યાદ કરું
છું..મુંબઈ તને દરેક રોમેન્ટિક ગીતનાં શબ્દે શબ્દે તને મિસ કરું છું. આજે કેરીઓ ઉતારીએ..પણ કાલે આપણા ડુંગર પર જઈશું..દર્શન કરીશું..આશીર્વાદ લઈશું અને..અલકમલકની એકમેક સાથે વાતો કરીશું..તારે ઘરે કહી દેજે વાડીએ વહેલાં જઈ ડુંગર પર જવાના છીએ..જોજે કાકી.. પંક્ચર ના પાડે બીજું કામ છે કહી..વિશ્વાએ કહ્યું “ સોહુ તું મારા પર છોડી દે હું બધું નક્કી કરી લઈશ ત્યાંથી આપણે બજાર જઈશું..મારે કામ છે તું દિગુકાકાનું બાઈક લઇ લેજે એ બહાને ફરવા જવાશે. હું માં સાથે વાત કરી લઈશ
નિશ્ચિંત રહેજે..સોહમે ખુદ પર કાર્બૂ કર્યો વિશ્વાને ગાલ પર ભીની ભીની કિસ કરી ..ત્યાં દિગુકાકાની બૂમ આવી..સોહમ..ઓ સોહમ..સો..
વિશ્વા તરત સોહમથી જુદી થઇ બોલી “ચલ કાલનું નક્કીજ..હું પણ આવુંજ છું પછી કેરી સામે જોઈ બોલી..” હજી ત્રણજ કેરી ઉતારી..પાપાને શું કહીશું? એજ બોલીને હસી પડી બોલી” આવું પણ થાય…”
વધુ આવતા અંકે પ્રકરણ-10