ભાગ 24 : પુનઃ સ્થાપના
ટનલ માં આવતો અવાજ એકદમ પેલા મંદિર ના અજાણ્યા માણસ ના રહસ્યમયી અવાજ ની જેવો જ હતો , તે સાંભળીને ઉત્સાહ માં આવીને શીન બોલ્યો - " આ અવાજ SK નો છે , મને બરાબર યાદ છે કે કોલેજ ના દિવસો માં તેનો અવાજ આવો જ હતો “
આ સાંભળીને તવંશ આશ્ચર્યચકિત થઈ ગયો કે SK ને તો તેણે જ માર્યો હતો તો આ કોણ ? અને તેણે હજી તેની આંખ પટપટાવી ત્યાં તો તેની આસપાસ ઉભેલા તેના તમામ માણસોને મોત ને ઘાટ ઉતરી ગયા .
' હા , હું છું SK , આ સામ્રાજ્ય નો કર્તા , આ ટનલ ને બનાવનાર અને આ જગ્યા નો કર્તા " બસ આટલું બોલીને તેણે તલવાર હાથ માં લઈને તવંશ નું મસ્તક તેના ધડથી અલગ કરી નાખ્યું.
ખૂબ જ ક્રૂરતા દેખાઈ રહી હતી એ માણસ માં....
પ્રથમ વખત શીન અને ત્યાં ઉપસ્થિત બીજા લોકોએ આવું ભયાનક દ્રશ્ય જોયું હશે .
SK ઉગ્ર સ્વભાવ અને ગુસ્સા સાથે બોલ્યો - " હા , હું જરૂર ભગવાન નો માણસ છું , પરંતુ વાત જ્યારે મારી સામે ઊભા રહેવાની આવે ત્યારે હું પોતે જ દંડ નક્કી કરીશ , આ મારું સામ્રાજ્ય છે, અહી મારી મરજીઓ ચાલશે , મારી પાછળ રહેશો તો હું હંમેશા તમારું રક્ષણ કરીશ , મારી આગળ રહેશો તો હું તમને હંમેશા સમ્માન આપીશ , મારી સાથે રહેશો તો હું હંમેશા તમારો સાથ આપીશ ; પરંતુ જો મારી સામે , મારી વિરુદ્ધ ગયા તો હું ચિરી નાખીશ "
તેના અવાજ માં ગુસ્સો અને ધમકી જાણે બન્ને શામેલ હતા.
પરંતુ શીન ના મનમાં ચકડોળ ની માફક અનેક પ્રશ્નો ઘૂમી રહ્યા હતા કે જો આ SK છે તો જે માર્યો ગયો તે કોણ હતો ?
ઊર્જા નો પ્લાન ખબર કઇ રીતે પડ્યો ? અને આવડો મોટો ખેલ રચવાની શું જરૂર હતી ?
SK શીન તરફ જોઈને બોલ્યો - " તને બધું જાણવા મળશે, નિરાંત રાખ "
આમ બોલીને તે ડેવિન પાસે ગયો અને તેની હાથની આંગળીઓ તલવાર વડે કાપી નાખી , પછી ડીવા પાસે ગયો અને કહ્યું - હું સ્ત્રી પર હાથ નથી ઉપાડતો એટલે તને કંઈ નહિ કરું. તે આટલું બોલી જ રહ્યો ત્યાં ઊર્જા ત્યાં આવી અને ડીવા નો સંપૂર્ણ ચહેરો તેણે કાળી શાહી થી રંગી દીધો.
શીન કંઈ સમજે એ પેહલા તો શું થઈ રહ્યુ હતું એ જોઈને જ તેને નવાઈ લાગી ગઈ કે ઊર્જા અને SK ની વાત કેમ માને છે ?
ત્યારે SK બોલ્યો - " ઊર્જા તો ક્યારની મરી ચૂકી છે, આ છે મિત્રા"
રિદ્ધવ અને ધનશ પણ ત્યાં આવી પહોંચ્યા પરંતુ નવાઈ ની વાત તો એ હતી કે જે માણસ મર્યો એ હતો કોણ ?
એ માણસ થોડો હતો ! એ તો અમારી આગામી કંપની જે ક્ષેત્ર માં જવાની છે એનું એક ઉદાહરણ હતું - RK એ ચોખવટ કરી.
“ મતલબ શું થયો તેનો ? " શીન એ આતુરતા થી પૂછ્યું.
RK એ ઉતર આપ્યો કે, " એ એક મૃત માણસ નું શરીર હતું, જેને પ્લાસ્ટિક સર્જીરી દ્વારા SK જેવો બનાવી દેવામાં આવ્યો, AI દ્વારા તેનામાં કૃત્રિમ જીવન નાખ્યું એટલે માણસ અને રોબોટ બન્ને નું મિશ્રણ "
" તો પણ આવડો મોટો ખેલ શું કામ કર્યો ? એની શું જરૂર હતી ? અને તમને અંદાજો કંઈ રીતે આવ્યો હતો ઊર્જા ના પ્લાનિંગ નો ? " શીન એ ફરી પોતાનો પ્રશ્ન રજૂ કર્યો.
એ બધું તો જોડાયેલું છે અમારા પુનઃ સંસ્થાપન સાથે....