કોલેજમા સ્વતંત્રતા દિન પર પ્રવિણના ક્લાસમાં ડાન્સ પ્રોગ્રામનું ગ્રુપ બનવાનું હતું. પ્રવિણની ઈચ્છા કોઈ પ્રોગ્રામમાં પાર્ટ લેવાની હતી નહિ પણ ભુપતે સામદામ દંડભેદનો ઉપયોગ કરીને પ્રવિણને મનાવી લીધો.
પ્રવિણ પાસે પ્રોગ્રામમાં પાર્ટ લેવાની વાત સાંભળીને ભુપત ખુશ થઈ ગયો. એણે કુલદીપની સામે જોઈને આંખો નચાવતા પોતાની વાતનો પ્રવિણને પ્રભાવ પડી ગયો. એ એની પહેલી જીત માની ગયો. કુલદીપ પણ પ્રવિણની પાર્ટ લેવાની વાતથી ખુશ થઈ ગયો. ભુપતનો એણે પહેલી વાર આભાર માન્યો કે એટલીસ્ટ લાઈફમાં પહેલીવાર પ્રવિણ ભુપતની વાત માનવા તૈયાર થયો. કુલદીપ પ્રવિણની સામે સ્માઈલ કરીને કલાસ રૂમની બહાર નીકળી ગયો.
કાજલ એની બુક ખોલીને જરૂરી પોઈન્ટ લખી રહી હતી. એની નટખટ સખી ગીતા એને ડાન્સનો બહું જ શોખ હતો. એ તો ડાન્સની દિવાની હતી.
"કાજલ, હું તો મે'મ પાસે ડાન્સ પ્રોગ્રામમાં નામ લખાવવાં જઈ રહી છું. તારું નામ પણ હું લખાવતી આવું."
ગીતા બહાર જવાં ઊભી થઈ ત્યાં નીચું માથુ રાખીને પોઈન્ટ લખતાં ડાબા હાથેથી કાજલે ગીતાનો હાથ પકડી લીધો.
"તારી ઈચ્છા ડાન્સ કરવાની હોય તો શોખથી તું તારું નામ લખાવી આવ. ખબરદાર ! ડાન્સ પ્રોગ્રામમાં મારું નામ લખાવ્યું છે." કાજલે માથું ઊંચું કરીને ગીતાને કહી દીધું.
"યાર, તારાં વિના મને ડાન્સ પ્રેકટીસ કરવામાં મજા નહિ આવે. આ લાસ્ટ યર છે. આપણને પછી આવો ચાન્સ એક સાથે ડાન્સ કરવાનો નહિ આવે." ગીતા સમજાવી રહી હતી.
"જો મેં તને કહ્યું ને મારે કોઈ પ્રોગ્રામમાં પાર્ટ લેવો નથી. ખાસ કરીને એ પ્રોગ્રામમાં કે જેમાં બોયઝ પણ કુદકાં મારતાં હોય." કાજલે એની તર્જની ગીતાને બતાવતાં કહ્યું.
"હવે ખબર પડી કે તારી મેઈન પ્રોબ્લેમ શું છે ? તું બોયઝથી આટલી અકળાઈ કેમ જાય છે ? એ કોઈ રાક્ષસ નથી કે તને ખાય જાય." ગીતાએ મસ્તી કરી.
"જો ગીતા તું હદથી વધુ બોલી રહી છે. મને નાનપણથી બોયઝ પસંદ નથી. બાર સ્ટાન્ડર્ડ સુધી હું ગર્લ્સ હાઈસ્કુલમાં મારું ભણતર કમ્પલેટ કર્યું છે. કમનસીબે મારે કોલેજમાં બોયઝનો સામનો કરવો પડે છે."
કાજલની વાત સાંભળીને ગીતા ગંભીર બની ગઈ. કદાચ એવું બની શકે કે કાજલનો પહેલો શોખ અને પ્રેમ પુસ્તક રહ્યાં હતાં. એને જીવનમાં ભણીગણીને આગળ વધવું હતું. કોઈ બોય એની નજીક આવે અને એ કોઈનાં પ્રેમમાં પડી જાય તો એનું સપનું અધુરું જ રહી જાય. ગીતા કાજલને સમજાવવાં એની પાસે બેઠી.
"હવે મને તું નિરાંતે કહીશ કે તને બોયઝથી કઈ તકલીફ છે ?"
"ગીતા, કોણ જાણે કેમ પણ મને એવું ફીલ થયાં કરે છે કે જો કોઈ બોય મારી નજીક આવશે. એની સાથે વાતચત કરવાથી હું એનાથી આકર્ષિત થઈ જઈશ. એવું બનશે તો આ આકર્ષણ પ્રેમમાં બદલાય જશે. મારું સપનું બેરિસ્ટર બનવાનું છે. હું આવાં ચક્કરમાં પડી જઈશ તો મારું ધ્યાન મારાં ગોલ પરથી હટી જશે. એ ડરને કારણે હું બોયઝ સાથે કામની વાતો કરતી નથી."
કાજલની અંદર જે દૂવિધા ચાલી રહી હતી એ એણે ગીતાને જણાવી દીધી. ગીતાએ જે તર્ક લગાવેલો હતો એ સાચો પડ્યો હતો.
"હું જે વિચારી રહી હતી. એ સાચું પડ્યું. આથી તારી અંદર તારાં ધ્યેયથી પગ ડગમગાવાનો ડર છે. એ હું તારી આંખોમાં સારી રીતે જોઈ શકું."
ગીતા કાજલની દ્રિધા સમજી ગઈ. એ વાતની કાજલને શાંતિ થઈ. પોતાનાં મનની વાત ગીતાને કહ્યાં પછી એને પણ ઘણી રાહત થઈ.
"ગીતા, પ્લીઝ મને મારું કામ કરવાં દે. તું સ્વતંત્ર છે. તારે પ્રોગ્રામમાં પાર્ટ લેવો હોય તો તું શોખથી લઈ શકે છે."
"જો કાજલ પ્રોગ્રામમાં પાર્ટ લેશું તો આપણે બન્ને લેશું નહિતર કોઈ પ્રોગ્રામમાં પાર્ટ લેશે નહિ."
"હું પ્રોગ્રામમાં પાર્ટ લઉં એવું કોઈ દિવસ નહિ બને."
"મારે પણ પાર્ટ લેવો નથી." ગીતા એનાં ફેસલાથી અડગ જણાઈ રહી હતી.
"ગીતા, તને ડાન્સનો શોખ છે. મારે કારણે તું આ તક ગુમાવીશ નહિ. આમ પણ મને ડાન્સ કરતાં નથી આવડતું."
"તારી અંદર ડર રહેલો છે. તું નાનપણથી તારાં ચોપડાની દૂનિયામાં ખોવાયેલી રહી છો. આ પ્રોગામમાં પાર્ટ લઈને મારે તને એ જ બતાવવું છે કે તારી ચોપડાની દૂનિયાની બહાર નીકળીશ તો તને દૂનિયા રંગબેરંગી દેખાશે."
"મેં તને યાર મારી પ્રોબ્લેમ કહી દીધી છે. મારાં માટે મારી બુક્સ બધું છે. હું મારાં એમ્બીશનને લઈને કોઈ ક્રોમ્પ્રોમાઈઝ કરવાં માંગતી નથી."
"તને એ જ ડર છે કે કોઈ બોય તારી નજીક આવશે અને પ્રેમ થઈ જશે ?"
"હા" કાજલે એકાક્ષરી શબ્દમાં જવાબ આપ્યો.
"એ તારો વહેમ છે. એવું કાંઈ લાઈફમાં હોતું નથી. એક નાના ડરને કારણે તું પ્રોગ્રામમાં પાર્ટ લેવાની ના પાડી રહી છે. બુધ્ધુ છો તું સાવ." ગીતાએ પાંચ આંગળા ભેગાં કરીને કાજલ સામે છુટાં કરતી બોલી.
"હા, છું હું બુધ્ધું બસ. હવે તો તું ખુશ છે. ચલ હવે મારાં કામમાં વિઘ્ન નાખવાનું કામ ના કર."
"હવે હું તારો આ વહેમ દૂર કર્યા વિના શાંતિથી બેસીશ નહિ. હું તારું નામ લખાવાં જાઉં છું. તારે પાર્ટ લેવાનો છે. પ્લીઝ ! એકવાર મારું મન રાખવાં માટે હા કરી દે."
"બહું જ જીદ્દી છે. તું નહિ માને એમ."
"તારી જ સખી છું."
"ઠીક છે તો તારી ખુશી માટે હું પાર્ટ લેવાની છું."
"રિયલી ?"
ગીતાએ આવો સવાલ કર્યૉ તો કાજલે હકારમાં માથુ હલાવ્યું. ગીતા કાજલની અનુમતિ જાણીને ખુશ થઈ ગઈ. એણે કાજલનાં બન્ને ગાલ ખુશીથી ખેંચી લીધાં. નવો પિરિયડ ચાલું થવાને દસ મિનિટની વાર હતી. ગીતા ફટાફટ કલાસ રૂમની બહાર જઈને ચારુ મેડમ પાસે એનું અને કાજલનું નામ પ્રોગ્રામમાં લખાવી આવી.
બીજે દિવસે પ્રવિણના ક્લાસમાં પહેલો પિરીયડ એમની કલાસ ટીચર ચારુ મેડમનો હતો. ચારુ મેડમ કલાસમાં પ્રવેશ્યાં. સૌ સ્ટુડન્ટે એમને ગુડ મોનિંગ વીશ કર્યું.
ચારુ મેડમે બધા સ્ટુડન્ટ્સનું સ્વાગત કર્યું. ડાન્સ પ્રોગ્રામમાં પાર્ટ લેવાં માટે બાર સ્ટુડન્ટ્સનાં નામો એમણે કલાસમાં જાહેર કરી દીધાં. જેમાં પ્રવિણ અને કાજલનું નામ પણ ચારુ મેડમે લઈ લીધું હતું.
"મે'મ એવું ના બની શકે બોયઝ એન્ડ ગર્લ્સ બન્ને અલગ ડાન્સ કરે ?" આગળની બેન્ચમાંથી કાજલ અમુક બોયઝનાં નામ જાણીને બોલી.
"હા મેડમ હું પણ તમને એ જ પૂછવાનો હતો."
કાજલનાં સવાલનો ચારુ મેડમ કોઈ જવાબ આપે એ પહેલાં પ્રવિણ પાછળની બેન્ચમાંથી બોલ્યો. કોનો અવાજ હતો એ જાણવાં કાજલ અવાજ આવતા દિશા તરફ પાછળ વળીને જોયું તો પ્રવિણ અને કાજલની ચાર આંખો બે થઈ ગઈ હતી.
એક મહિના પછી કાજલે પહેલી વાર પ્રવિણને નીરખીને જોઈ રહી હતી. એમ કહીએ કે કાજલે એનાં જીવનનાં આટલાં વર્ષોમાં કોઈ દિવસ કોઈ બોયને નીરખીને જોયો જ ન હતો. કાજલનાં જીવનનું જે સત્ય હતું, એ સત્ય પ્રવિણનું પણ હતું. એણે હજી સુધી કોઈ છોકરીને સ્થિર નજરથી જોઈ ન હતી.
"કોલેજમાં એવું કોઈ દિવસ ના બને. બોયઝ એન્ડ ગર્લ્સને પોતાની જોડી બનાવીને સાથે ડાન્સ કરવાનો રહેશે. આ બધું બે દિવસ પછી ડાન્સ પ્રેકટીસ થશે ત્યારે સમજાવી દેવામાં આવશે. કોલેજ છુટવાનાં એક કલાક પહેલાં ડેઈલિ એક મહિનો આપણે પ્રેકટીસ કરવાની રહેશે." ચારુ મેડમનો અવાજ કાને પડતાં પ્રવિણ અને કાજલે એમની નજર એકબીજાં ઉપરથી હટાવી લીધી અને મેડમની વાતમાં ધ્યાન આપવાં લાગ્યાં.
"મેડમ, મારે એક સવાલ છે. તમે મંજુરી આપો તો હું પૂછી શકું છું ?" ભુપતે પોતાની જગ્યાએથી ઊભા થતાં બોલ્યો.
"હા બોલ તારે કાંઈ પુછવું હોય તો."
"જે સ્ટુડન્ટ્સે પ્રોગ્રામમાં પાર્ટ લીધો છે એ લોકો પ્રકટીસ કરવાં જતાં રહેશે. જેમણે પાર્ટ લીધો નથી એ શું ક્લાસની અંદર મંજીરા વગાડશે ?"
ભુપતે મંજીરા વગાડવાની એકશન સાથે પુછી લીધું. ભુપતની વાત સાંભળીને કલાસમાં સૌ સ્ટુડન્ટ્સ હસવાં લાગ્યાં. ચારુ મેડમ ભુપતની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયાં. એમણે ગુસ્સામાં ભુપતને બે ચાર શબ્દો કહીને નીચે બેસાડી દીધો અને આગળનાં ચેપ્ટર ભણાવવામાં વ્યસ્ત થઈ ગયાં.
ભુપત રોજની જેમ પ્રવિણની બાજુમાં બેઠો હતો. કુલદીપ પ્રવિણની આગળની બેન્ચમાં બેસેલો હતો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"