The Glory of Life - 3 in Gujarati Philosophy by Sahil Patel books and stories PDF | The Glory of Life - 3

Featured Books
Categories
Share

The Glory of Life - 3

પ્રકરણ 3 :

જીવન નો મહિમા એટલે જીવનને કાર્યો ના સિદ્ધાંત દ્વારા સુખે થી માણી લેવું એટલું જ ???
શું સુખ મેળવવું એ જ જીવન નો ધ્યેય હોય શકે ?
તો ચાલો આપણે જાણીએ હજુ એક વખત જીવનનો મહિમા એક ઉદાહરણ દ્વારા......

ચોમાસા ની ઋતુ હતી અને મેઘરાજા જાણે દર્શન આપવાના જ હોઈ એમ આકાશ માં ઘનઘોર વાદળો બસ  બંધાતા જ  જતા હતા.

ધીમો ધીમો પવન લેહરાતો હતો , ખૂબ જ અલૌલિક અને સુદંર કુદરત નું વાતાવરણ સર્જાયું હતું  અને આવા ખુશનુમા વાતાવરણ ને માણવા માટે  અને કુદરત ના અદ્ભુત દૃશ્યો ને જોવા માટે બે  ભાઈઓ રસ્તે નીકળી પડે છે.

બન્ને ભાઈઓ કુદરત ના અમોલ દ્રશ્યો ને નિહાળતા નિહાળતા નદી કિનારે પહોંચે છે ત્યાં તો મેઘરાજા ધીમી ધીમી ધારે વરસવાનું ચાલુ કરી દે છે , જાણે ધીમી ધીમી ધારે ફુવારો ચાલી રહ્યો હોય.

મોટો ભાઈ કહે છે  કે  -  જો કુદરત નો કમાલ કેવું ખુશનુમા વાતાવરણ છે જીવન જાણે સ્વર્ગ છે ! આ દ્રશ્ય જ આપણને જીવન નો મહિમા સમજાવી દે છે.

જો નદી ને પેલા પાર મોર એની કળા કરી ને નાચી રહ્યો છે. કેવું સુંદર દૃશ્ય છે એ , એ મોર પણ મન મૂકીને વરસાદ નો લ્હાવો લઈ રહ્યો છે.
જીવન નો મહિમા જાણે એ મોર સમજાવી રહ્યો છે કે ખુશનુમા વાતવરણ હોઈ ત્યારે જીવન જીવી લેવું જોઈએ અને દરેક ક્ષણ ને માણી લેવી જોઈએ.

ત્યારે મોટા ભાઈ ને વાત ને કાપતા નાનો ભાઈ કહે છે,
" મોટાભાઇ તમારી વાત તો એકદમ સાચી છે કે જીવન નો મહિમા મોર સમજાવે છે પરંતુ જીવન નો મહિમા માત્ર ને માત્ર સુખ ના દિવસો પૂરતો જ મર્યાદિત નથી . એ મોર એટલા માટે ખુશ છે કેમ કે એની મનપસંદ ઋતુ અને વાતાવરણ તેને મળી ગયું પરંતુ એ વાતાવરણ મેળવવા માટે મોરે રાહ તો જોઈ હશે ને ?? તેણે મન મૂકીને નાચવા માટે પોતાની કળા પ્રદર્શિત કરવા માટે અને આનંદ નો લ્હાવો લેવા માટે બાકીની ઋતુઓમાં રાહ જોઈ હશે. ભાઇ ! આપણે માત્ર સુખ ના સમય માં જ ખરું જીવન છે એમ માનીએ છીએ વાસ્તવિકતા માં ખરું જીવન શું છે  અને અને તેનો સાચો મહિમા શું છે એ સુખ જોઈ ને નહિ પરંતુ માણસે વેઠેલા દુઃખ પરથી ખબર પડે. દુઃખ ના સમય માં  પણ જીવન ને સાચી રીતે જીવીશું અને રાહ જોઈશું તો સુખ પણ અવશ્ય આવશે જ , જીવન નો સાચો મહિમા જ એ છે કે સુખ દુઃખ ગમે તે હોય બસ જીવન ને માણતા શીખો.  "

માણસ ને સુખી જોઈ ને એમ ન કહી શકાય કે સાચું જીવન તો  આ જ છે  ; પરંતુ માણસ જ્યારે દુઃખ જુએ છે ત્યારે તેને  મોર ની માફક સુખ ના દિવસો ની રાહ જોવી પડે પરંતુ એનો મતલબ એમ નથી કે દુઃખ હોઈ ત્યારે આપણે જીવન ને સારી રીતે ના જીવવુ જોઈએ .દુઃખ માં પણ જીવન જીવી શકે એ જ સાચા વીર છે નહિતર પોતાનું જીવન છોડીને ઘણા લોકો આત્મહત્યા કરી લેતા હોય છે . માટે જીવન નો મહિમા એ જ છે કે દુઃખ માં પણ સારું અને ઉત્તમ જીવન જીવતા શીખો , લોકો દુઃખ ના સમયે નાસીપાસ થાય છે , હિંમત હારી જાય છે , બસ તેના લીધે જ તેઓ કદી જીવનનો મહિમા નથી સમજી શક્યા.


The true test of mankind  is started when the sadness has arrived.