વિશ્વા..આંખો પાથરી સોહમના આવવવાના રસ્તેજ જોઈ રહી હતી..વિહ્વળ જીવે રાહ જોઈ રહી હતી.. દૂરથી કોઈક બાઇકનો અવાજ સંભળાય એ સચેત થઇ જતી..કોઈ બીજાને જોઈ નિરાશ થઇ જતી.. એની નજર સતત રસ્તા તરફ મંડાયેલીજ હતી.. આમને આમ કલાક થઇ ગયો..એ ઉભા પગે સારસની જેમ રાહ જોઈ રહેલી એની બેલડીનો એનો સાથી…રીસાયેલો હતો..એને મનાવવા તતપર હતી..એ ફક્ત સોહમનાજ વિચારોમાં..વિચારોમાં પણ એની સાથે વાતો કરી રહી હતી..એ ક્યારે આવે એની સાથે બધી વાતો કરું..એ આવીને સીધો વાડીએ આવેલો..નહીં ચા પીધી હોય..નહિ નાસ્તો કર્યો હોય..ઉપરથી મારાથી ડિસ્ટર્બ થયો..એનું મન ઘવાયું..ભલે હું નિર્દોષ છું પણ.. એતો દુઃખી થયોજ બહાર દોડી ગયો..એટલા વખતે આવ્યો અને મેં એને નારાજ કર્યો ..સોહુ આવીજા ને જલ્દી કેટલું તડપાવીશ ? આમ પણ તું દૂર જતો રહે તડપાવ્યા જ કરે છે..ઓ સોહુ જલ્દી આવીજા..
વિશ્વાના હૃદયની વાત..લાગણીની લહેર સોહુ સુધી પહોંચી ગઈ હોય એમ ..એની બાઈક ધૂળ ઉડાડતી.. ગામ તરફ આવી..એ હાઇવેથી જેવો ગામના રસ્તે વળ્યો..રસ્તાની વચ્ચેજ વિશ્વા આવી ગઈ..બોલી “
એય દુશમન કેટલી દુશમની કાઢીશ ? વાડીએથી કેમ તરત આવી ગયેલો ? એય ઘરે નહીં ..ઘરેથી પણ બાઈક લઇ મને લીધા વિના બહાર નીકળી ગયો..કેમ એવું શું થયું સોહું? કેમ મને આટલું બધું હેરાન કરે છે? મારું શું થયું કાંઈજ વિચારે નહીં..? આટલા સમયથી તારી આવવાની રાહ જોઈ જોઈ અડધી થઇ ગઈ છું
હું અને તું.. ” એમ કહેતા કહેતા વિશ્વા રડી પડી..”
સોહમ વિશ્વાને રસ્તા વચ્ચે ઉભી રહેલી જોઈ..એકદમ બ્રેક મારી..એની સાવ નજીક આવીને ઉભો રહ્યો..
વિશ્વા બધું બોલતી રહી..એ સાંભળતો રહ્યો..એ જ્યારે રડી પડી એનાથી ના સહેવાયું..બાઈક પરથી ઉતરી બાઈક એક સાઈડ પર ઉભી રાખી..વિશ્વાને બાહોમાં લીધી..એની સામે જોઈ રહ્યો..પણ એનામાં કોઈ મળવાની ઉત્તેજના નહોતી..એ એને જોઈ રહેલો..વિશ્વા એને નસ નસથી ઓળખતી હતી..બોલી “ એય સોહુ શેનું ખોટું લાગ્યું છે? હું બધું જાણું છું પણ હું શું કરું કોઈ મને પૂછ્યા વિના મારી વાડીમાં આવી જાય..મને ખબર છે તને એટલેજ ગુસ્સો આવ્યો છે પણ મારે એની સાથે શું લેવાદેવા ? એતો અહીં રહેતો પણ નથી અચાનક ક્યાંથી ફૂટી નીકળ્યો મને ખબરજ નથી સોહુ તું મારો છે હું ફક્ત તારી..મારો દેવ છેતું. હું ફક્ત તને ઝખું છું હું જ્યા જ્યા નજર કરું મને
ફક્ત તુંજ દેખાય છે છતાં તું કેમ બીજાના વિચારો કરે? તુંજ મારી પૂજા તુજ મારો દેવ સોહુ..આટલી વાતમાં તું ખોટું લગાડે..સંદેહ કરે મારા ઉપર ? એય સોહુ..”
સોહમ હવે ઢીલો પડ્યો.. પીગળ્યો.. એણે આજુબાજુ જોયું નહીં સીધા એના હોઠ વિશ્વાના હોઠ પર મુક્યા.. ભીના ભીના હોઠ એકબીજાના ચુસ્ત થયા..અને મધુર રસ પિવાયો..વિશ્વા વળગી પડી..એને કશુંક કહેવું
હતું પણ સોહમે એટલા ચુસ્ત હોઠ ભિડાવેલાં કશું બોલાયુંજ નહીં એણે વિશ્વાની બોલતીજ બંધ કરી
દીધેલી..ક્યાંય સુધી બંને મધુરસ પી રહયા પછી વિશ્વાએ કહ્યું હું તરસતી હતી તારા આ મધથી ભરેલા હોઠથી.. આ અમૃત મને બાવરી બનાવે છે..મને કશું ભાન નથી રહેતું .બસ આમજ તારું પ્રેમામૃત પીધા કરું બીજું કશું ભાનજ ના રહે..ના કઈ બીજું કરું બસ પ્રેમ અમૃત પીધા કરું પીવરાવ્યા કરું.આંખ બંધ થઇ જાય છે પીતા પીતા પણ એ સમયે આંખની પડળો પર તારો આ સંમોહન કરતો ચહેરો આવે છે હું વધુ પાગલ બનું છું..એય સોહુ આમ તારે રિસાવાનું નહીં તને ખબર હું રાહ જોઈ જોઈ…” પછી નીચું જોઈ ગઈ..પગના અંગુઠાથી જમીન ખોતરતી રહી..આંખથી આંસુ ટપકવા માંડ્યા..
સોહમે એને વળગાવી જોરથી ભીંસ દીધી બોલ્યો “ ચલ મારી ગૂંડી મારીજ સ્થિતિ થી… તારી સ્થિતિ મને
સમજાયજ છે હું તને કેટલો મિસ કરું છું..ખબર છે? આવ્યો છું ત્યારથી કારમાં દરેક કિલોમીટર જાણે ઘટતા નહોતા મને મારું મન બાવરું બનાવી રહેલું..તેતો ચા ના પીવરાવી..ના કાકડી ખવરાવી વાડીએ..એમ કહી હસ્યો.. વિશ્વાએ કહ્યું“ જા ને લુચ્ચા.. હવે વધારે ચીડવીશ નહીં..હું તો પાછળજ આવી હતી પણ તમે નીકળી ગયેલા ઘરેથી બાઈક લઈને..”ચલ હું સરસ ચા બનાવીને પીવરાવું..ખુબ વહાલ કરતી પીવરાવીશ મારા
સોહુને..”
સોહમે કહ્યું” ચલ બહાર નીકળયા છીએ તો હાઇવે પર સરસ જગ્યાએ એકાંત શાંતિ હોય ત્યાં જો કીટલી
મળી જાય ત્યાં ચા પીતા પીતા વાતો કરીએ.. મારે ઘણું કહેવું છે સાંભળવું છે..ઘરે જઈશું તો દિગુકાકા મને.. છોડ..બધી વાતો..પણ વિરામાસી લોકો ક્યાં ગયા છે? સાંજે જમવાનું તો મળશેને? “ વિશ્વાએ કહ્યું“ અરે
હમણાં આવી જશે..હું છુંને હું રસોઈ બનાવીશ સરસ જમાડીશ..મારા હાથનું બનાવેલું ખાવા મળશે.. હવે મને બધું જ બનાવતા આવડે છે..”
“ એય ચલને અહીંથી દૂર હાઇવે પર જઈએ..આ ગામનો રસ્તો છે અવરજવર ચાલુજ હોય..હજી મને ખુબ તરસ છે જોને હોઠ પણ સુકાઈ ગયા છે..કાલે તો ડુંગર પર દર્શન કરવા જઈશું,,જગંલમાં મંગલ કરીશું.. એમ બોલી વિશ્વા તરફ મદભરી આંખોએ જોયું હોઠ ભીના કરી ફરકાવી દીધા.. વિશ્વએ કહ્યું“ ચલ મારા તરસતા બાલમ તારી બધી તરસ છીપાવી દઉં.. એમાં મારી તરસ પણ છિપાઈ જશે” એમ કહી હસી પડી..
સોહમેબાઈક સ્ટેન્ડ પરથી ઉતારી ઉપર બેસી સ્ટાર્ટ કરી એવી વિશ્વા..પાછળથી ભીંસ દઈને ચુસ્ત વળગીને બેસી ગઈ અને એની પીઠ પર નિશ્ચિંત માથું ઢાળી દીધું..બાઈક ચાલુ થઇ હાઈવેના એક સરસ
હરિયાળા વૃક્ષોના ઝુંડ વચ્ચે રહેલી કીટલી પાસે ઉભી રાખી બે કડક મીઠી ચા નો ઓર્ડર કર્યો ..આજુ બાજુ જોયું કોઈ હતું નહીં કીટલીવાલાએ કહ્યું“ અહીં શાંતિ થી..આરામથી બેસો હું હમણાં ગરમ ચા બનાવી આપું. કહી સામે પડેલી પાટલી બતાવી..સોહમ વિશ્વા બન્ને સાથે એકમેકને સ્પર્શી અડીને બેઠા..
વધુ આવતા અંકે..પ્રકરણ-31 અનોખી સફર..