પ્રકરણ 6 :
જીવન નો મહિમા શું દરેક વ્યક્તિ માટે , બધી ઉંમર ના લોકો માટે સમાન હોય શકે ખરો ?
શું આજકાલ ની પેઢી ના મત મુજબ નો જીવન નો મહિમા સાચો કે પછી જે ઘરડાઓ કહે એ મુજબ નો સાચો જીવન નો મહિમા ? શું નાનપણ થી લઈને વૃદ્ધાવસ્થા સુધી જીવન તો એક હોવા છતાં મહિમા અલગ હોય શકે ? જીવન નો અર્થ તો ખરેખર છે શું ?
આગલા ભાગો માં આપણે જાણ્યું કે કર્મ કરવાની સાથે જીવન માં આવતા દુઃખો ની સ્વીકારી અને એમાં પણ જીવનનો રસ માણીને સુખપૂર્વક જીવવું અને જ્યારે હાર સામે આવે ત્યારે જીવન ને મૂકી દેવાના બહાના થી દૂર રહી ને આપણે ફરીવાર પ્રયત્નો થકી જીવન જીવવું , સંન્યાસ યોગ્ય છે કે સાંસારિક જીવન એ તો આપણી અંતરાત્મા જ આપણને જણાવશે , પરંતુ તેના વિરુદ્ધ જઈને માત્ર ફરિયાદો થી કંટાળી ને સંન્યાસ લેવો યોગ્ય નથી એ પણ આપણે જાણ્યું આગળ ના ભાગો માં , તો હવે જાણીશું ઉમર સાથે જીવન ના અર્થઘટન નો શું મહિમા છે ?
તો ચાલો ફરી સમજીએ એ વાત ને એક ઉદાહરણ થકી.....
જીવન ના મોટા ભાગના વર્ષો પસાર કરી ને એક વૃદ્ધ માણસ જીવન નો ખરો અર્થ લોકો ને સમજાવવા માગતો હોય છે .
તે ઘણા લોકો કે , જે ઉંમર માં તેનાથી નાના છે તેમને જીવન નો અર્થ સમજાવે છે કે તમે જીવન માં મેહનત કરી ને આગળ વધો . ઘણા લોકો જે બેરોજગાર બેઠા છે , તેમને જઈ ને કહે છે કે તમે લોકો કઈક કામ કરો અને જીવન નો મહિમા સમજો એમનેમ વ્યર્થ બેસો માં , આજકાલ ના ઘણા લોકો જે ફોન માં મથતા હોઈ છે તેમની પાસે જઈને કહે છે જીવન નો મહિમા આ ફોનથી નથી , તમે બહાર ની દુનિયા ને નિહાળો અને જીવન નો મહિમા સમજો .
આમ ને આમ આ વૃદ્ધ માણસ ઘણા લોકો ને જીવન નો અર્થ સમજાવવા માટે પ્રયત્નો કરતો હોય છે . તેના માટે આ દિનચર્યા બની ગઈ હોય છે .
એક માણસ ઘણા દિવસ થી નિરીક્ષણ કરતો હોય છે કે આ વૃદ્ધ માણસ ઘણા સમય થી લોકો ને સમજાવવા આવે છે , લોકો સમજે કે ના સમજે એ તો એ જોતા પણ નથી , તેઓ ખરેખર સમાજ માટે સારું કાર્ય કરે છે , પરંતુ મારે એમને મળીને વાત કરવી છે.
એ માણસ વૃદ્ધ પાસે આવે છે અને પૂછે છે , શું તમે મને જીવન નો અર્થ સમજાવી શકો છો ?
પેલો વૃદ્ધ માણસ કહે છે - હા બિલકુલ ! તો પેલો માણસ આગળ પૂછે છે કે તમે જ હવે જણાવો કે જીવન નો અર્થ શું છે ?
ત્યારે વૃદ્ધ કહે છે કે, " નાનપણ ને તમે મોજ મસ્તી થી માણી લ્યો , જુવાની માં મેહનત કરો અને ઘડપણ માં આરામ કરો એ જ જીવન ની સાયકલ છે . જીવન નો અર્થ નાનપણ માં માત્ર મોજ , શોખ આનંદ ને મસ્તી હોય છે. જુવાની માં પણ આનંદ અને મોજ હોય છે પરંતુ તેની સાથે જવાબદારી પણ હોય છે એટલે જવાબદારી ને પ્રાધાન્ય આપી ને જુવાની માં મેહનત કરવી પડે અને મોજ શોખ નો ત્યાગ કરવો પડે તો જ ઘડપણ સારી રીતે જીવી શકાય , એટલે આ જે યુવાનો બેરોજગાર બેઠા છે અને આ છોકરાઓ જે ફોન માં ખબર નહીં શું મથતા હોય એમને હું સમજાવું છું કે જીવન કેમ જીવાય , જીવન નો સાચો મહિમા જ એ છે કે ઉમર પ્રમાણે આપણે જીવન ના અર્થ ને બદલાવો પડે "
પેલા માણસ એ કીધું કે તમારે મતે જીવન નો અર્થ આ છે પરંતુ શું બીજાના મતાનુસાર આ અલગ હોય શકે ખરો ? વૃદ્ધ માણસ એ કહ્યું કે હા હોય શકે છે પરંતુ મોટા ભાગના લોકો ને મારા મતાનુસાર જ જીવન જીવવું જોઈએ તો જ જીવન નો ખરો મહિમા તેઓ સમજી શકશે .
પેલો માણસ વૃદ્ધ ની વાત થી અસહમત થાય છે અને કહે છે કે તમે જીવન નો અર્થ ખોટો ગણી રહ્યા છો અને એનો મહિમા પણ કઈક અલગ સમજી રહ્યા છો , તમે કહો છો કે નાનપણ માં આનંદિત જીવન , યુવાની માં કર્મો ની સાથે જવાબદારી નું જીવન અને વૃદ્ધાવસ્થા માં જવાબદારીઓ થી વિમુક્ત આરામ નું જીવન એ વાત માં કદાચ જીવન નો અર્થ સમજી શકાય પણ મહિમા નહિ.
ખરેખર જીવન તો........
(To be continued in part 7 )