આખરે સેમેસ્ટર પૂરું થયું. બધા વિદ્યાર્થીઓ એકદમ ખુશખુશાલ હતા. મોટા ભાગના વિધાર્થીઓ પોત પોતાના ઘરે જવા નીકળી ગયા હતા. પરંતુ, અર્જુનના મિત્રોનો કંઈક અલગ જ પ્લાન હતો.
"આપડે બધા ટ્રીપ પર જઈ રહ્યા છીએ." અમન એ ઉત્સાહમાં જાહેરાત કરી.
અર્જુન એ માથું ધુણાવ્યું. "મને રસ નથી."
વિકાસ ચિડાયો "તું ક્યારેય કોઈ મસ્તી મજા માટે હા નથી પાડતો."
"કારણ કે મારે જરૂર નથી." અર્જુન એ શાંતિ થી જવાબ આપ્યો.
"કમ ઓન અર્જુન, ફરી કોલેજ ના સિરિયસ માહોલ ચાલુ થાય એ પહેલાં ની છેલ્લી ટ્રીપ છે. આમ એકલસૂડો ન બન." નેહા એ કહ્યું.
સમીર મરક્યો "એ પહેલેથી જ છે."
રિયા, જે અત્યાર સુધી શાંત હતી, આખરે બોલી "હું શરત લગાવું છું કે તું ડરે છે."
અર્જુનની આઈબ્રો ઊંચી થઈ "શેનાથી?"
"રિલેક્સ થવાથી." તેણે અર્જુનની મસ્તી કરવા માટે કહ્યું."લોકોને નજીક આવવા દેવાથી.".
અર્જુન જાણી ગયો કે તેના મિત્રો તેને છોડે તેમ ન હતા. એમ પણ આ ટ્રીપ કોઈ ખતરાવાળી ન હતી અને તે પણ ના પાડી ને થાકી ગયો હતો.
"સારું, હું આવું છું." તેણે કહ્યું.
આખા ગ્રુપ માં ઉત્સાહ ફેલાય ગયો. અને તરત જ બધા ટ્રીપ માટે રવાના થઇ ગયા.
આ ટ્રીપ તેઓને એક શાંત અને સુંદર એવા હિલ્સ્ટેશન પર લઈ ગઈ જે ચારેબાજુ પહાડો, તળાવ અને ઠંડી ભીની હવાથી ઘેરાયેલું. બધા મિત્રો આસપાસ ફર્યા, કેફે માં નાસ્તો કર્યો અને રાત પડતા જ બોન ફાયર નજીક ગોઠવાય ગયા.
આ બધા દરમ્યાન રિયા હંમેશા અર્જુન ની પાસે રહેતી હતી.
એ તેને તેના ભૂતકાળ વિશે, તેની પસંદ - નાપસંદ વિશે અને તેના સપના વિશે પૂછ્યા કરતી.
જો કે તે મોટાભાગના સવાલના જવાબ આપવાનું ટાળતો હતો.
રાત્રે બધા સૂઈ ગયા હતા ત્યારે અર્જુન બોન ફાયર પાસે એકલો તળાવ તરફ જોઈ ને બેઠો હતો. એટલામાં રિયા પાછળ થી આવી ને તેની બાજુ માં બેસી ગઈ. થોડી વાર બંને માંથી કોઈ પણ કઈ બોલ્યા વગર આકાશમાં રહેલા તારાઓ ને નિહાળતા હતા.
થોડી વાર પછી રિયા એ પૂછ્યું "તું ક્યારેય તારા વિશે કઈ વાત કેમ નથી કરતો."
અર્જુન એ કહ્યું "અમુક વાતો ન કહેવી જ સારી છે."
રિયા એ પોતાનું માથું હલાવ્યું "કોઈ ક્યારેય હંમેશા એકલો નથી રહી શકતો."
અર્જુન કઈ ન બોલ્યો.
અચાનક જ રિયા એ પૂછી લીધું, "તને ક્યારેય પ્રેમ થયો છે?"
અર્જુન ચોંકી ને તેની તરફ વળ્યો.
રિયા એ હલકી સ્માઇલ કરી, "હું જાણું છું કે તું લોકો માટે આટલી સહેલાઈથી કાળજી નથી રાખતો, પરંતુ હું એ પણ જાણું છું કે તું જેની કાળજી લે છે તેની સાથે સારો એવો બોન્ડ બનાવી લે છે."
પહેલી વાર તેની પાસે કોઈ જવાબ ન હતો.
તેમની વચે રહેલી શાંતિ વધતી જતી હતી, પરંતુ તેમાં કોઈને તકલીફ ન હતી.
પછી, જાણે સંજોગવશાત્, રિયા અર્જુન પાસે આવી અને તેને ગળે લગાડી દીધો.
આ એકદમ જ અચાનક હતું, પરંતુ નાજુક હતું.
તે થોડી પાછળ હટી, તેની આંખોમાં જોઈ રહી "કંઈક તો બોલ" તેણે ધીમેથી કહ્યું.
અર્જુનના ધબકારા એટલા વધી ગયા કે તેને તેના કાન માં સાફ સંભળાતા હતા. તેણે તેની આખી જિંદગી લોકોને પોતાનાથી દૂર રાખવા માં વિતાવી, એ વિચારીને કે તેની નજીક આવું તે વ્યક્તિ માટે ખતરનાખ સાબિત થઈ શકે છે.
પરંતુ એ ક્ષણે તેને તેણીને પાછળ ન ખસાડી. તેના બદલે, તેને રિયાને સામે ગળે લગાડી.
ટ્રીપ પર થી કોલેજ ફરી આવ્યા બાદ કંઈક અલગ લાગી રહ્યું હતું. ટ્રીપ એ રિયાલિટી માંથી થોડી વાર માટે દૂર કર્યો હતો, પરંતુ હવે ફરી પાછા તે હકીકત માં આવી ગયા હતા.
પહેલી નજરમાં જોતા આવું લાગતું હતું કે બધું નોર્મલ હતું. ક્લાસ ચાલુ થઈ ગયા હતા, છોકરાઓની મસ્તી ફરી ચાલુ થઈ ગઈ હતી અને અર્જુન ની લાઈનહાર્ટ ની છબી હજુ પણ એમ જ હતી.
પરંતુ તેને કંઈક તો અજુગતું લાગતું હતું.
ટ્રીપ પહેલની જે શંકા હતી તે હવે વધુ મજબૂત થઈ ગઈ હતી.
કોઈ તો હજુ જે તેને જોઈ રહ્યું હતું.
તે કેમ્પસ માં નજર ફેરવતો, ટોળાઓને જોતો પરંતુ જેને આવું કોઈ દેખાતું ન હતું.
છતાં તે જણાતો હતો કે આ ભ્રમ ને અવગણવો ભારી પડી શકે છે.
એક દિવસ રિયા લાઇબ્રેરી માં બેઠી હતી, ત્યારે તેણે તેની બુક માં એક નાની એવી ચિઠ્ઠી જોઈ. પહેલી નજરમાં જોતા એવું લાગ્યું જાણે કોઈ મજાક કરી રહ્યું હોય. પરંતુ તેને તે ખોલી અને વાંચી એટલામાં તેના શરીર માં એકદમ ઠંડી પ્રસરી ગઈ.
"તને ખબર છે અર્જુન કપૂર કોણ છે?"
તેની નીચે ફક્ત એક વાક્ય લખ્યું હતું."
"તેના પિતા એક રાક્ષસ છે, અને એટલે આ પણ છે."
રિયાના ધબકારા વધી ગયા.
તે જાણતી હતી કે અર્જુન રહસ્યમય છે, પરંતુ તે આવડું મોટી કઈ છુપાવે છે?
ના.
તેણે માથું હલાવ્યું, જરૂર કોઈ તેને ડરાવવાનો પ્રયત્ન કરે છે.
તેણે ચિઠ્ઠી નો ડૂચો વાળી ને પોતાની બેગ માં નાખી દીધી.
તે અર્જુન પર ભરોસો કરતી હતી.
બરોબર ને?
તે રાત્રે અર્જુન પોતાના રૂમ માં બેસી ને કઈ વિચારતો હતો.
અચાનક શું થયું ખબર ના પડી.
પરંતુ પછી થી અર્જુન ને લાગ્યું કે તેની શંકા કે કોઈ તેને જોઈ રહ્યું છે તે અચાનક જતી રહી. રિયા પણ એકદમ જ શાંત થઈ ગઈ, જાણે કંઈક તેને પરેશાન કરતું હોય આવું લાગતું હતું.
ઘણા સમય પછી અચાનક એક દિવસ અર્જુન ને એક અજાણ્યા નંબર પર થી એક મેસેજ આવે છે.
"તારે ફરી ન આવવું જોઈતું હતું."
અર્જુન ન જડબા ગુસ્સા માં એકદમ ટાઈટ થઈ ગયા
તેને ખાતરી થઈ ગઈ કે આ તેનો ભ્રમ ન હતો.
કોઈ તો તેની પાછળ છે.
ક્રમશઃ..........