Aekant - 75 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 75

Featured Books
Categories
Share

એકાંત - 75

રાજ નિસર્ગ સાથે વાત કરવા માટે પાછળની તરફ વળ્યો. નિસર્ગ રાજની દરેક વાતો સાંભળીને આગળ બોલ્યો : "રાજ, તું ખરેખર મને સમજાવી શુ રહ્યો છો ?"

નિસર્ગે રાજને પૂછેલા સવાલનો જવાબ પ્રવિણે આપતાં કહ્યું : "રાજ સાવ સરળ વાત સમજાવી રહ્યો છે. એની પાસે ડિગ્રી નથી તો પણ સમજે છે અને તું ડિગ્રીવાળો થઈને સમજી રહ્યો નથી."

"મીન્સ !" નિસર્ગે આશ્ચર્યથી પ્રવિણ સામે જોયું.

"એ જ કે તું ઘટનાને નકારાત્મકતાથી વિચારીશ તો જીવનમાં તને તકલીફ આપનાર લોકો તને ખોટા લાગશે. તું જો સકારાત્મકતાથી વિચારીશ તો સમજાશે. જે વ્યક્તિએ તને ધિક્કાર્યો છે એને કારણે તું તારી રીતે સક્ષમ બન્યો છે. એમણે તને ઘરની બહાર કાઢ્યો ના હોય તો તું જીવનમાં આટલો આગળ આવી ના શક્યો હોત. માણસ ખરાબ પરિસ્થિતિમાંથી ઘડાઈ છે. માટીમાંથી સુંદર ઘડો બનાવવા માટે માટીને પણ કુંભારના પગો વડે ખૂંદાવુ પડે છે. જેટલી વધુ સમય માટી ખૂંદાય છે, ઘડાની ચમક એટલી વધુ નિખરે છે."

"પ્રવિણભાઈ, તમારી અને રાજની થોડીક વાતો મને સમજાઈ રહી છે. જો મારા પપ્પાએ મને તરછોડ્યો ના હોય તો હું આટલો જવાબદાર બન્યો જ ના હોત."

"હા ! એટલે તારે તારા પપ્પાનો આભાર માનવો જોઈએ કે એમણે તને રસ્તા પર છોડ્યો ના હોય તો તું તારા નામ પર કશુ હાંસિલ કરી શક્યો ના હોત. મારું માન તો તું તારાં મમ્મી અને પપ્પાના સંબંધ માટે એક ચાન્સ આપી જો. બન્નેને એકબીજાનાં હૂંફની જરૂર છે." ત્યારબાદ આગળ હાર્દિક નિર્સગને સમજાવવા પાછળ રહેવા માંગતો ન હતો. 

નિસર્ગ દરેકની વાત સારી રીતે સમજી ગયો હતો. એણે રાજ અને હાર્દિકની સાથે પ્રવિણને પ્રોમિસ આપી દીધું કે એનાં મમ્મી અને પપ્પાને એક કરવાં માટે એનાથી બનશે એટલો પ્રયાસ એ જરૂર કરશે.

નિસર્ગના પ્રોમિસથી દરેકને રાહત થઈ. અંતે સોમનાથ દાદા કરે અને દરેક વ્યક્તિ એમના આપેલા પ્રોમિસ પર ખરા ઊતરે અને એમના જીવનનો અંત હેપિ એન્ડીંગ થઈ જાય.

ચતુર્ભુજ બીજી ઘણી બધી વાતો કરી અને વચ્ચે એકબીજાની મસ્તી કરવાં લાગ્યાં. મસ્તી કરતા જ નિસર્ગનું ગેસ્ટ હાઉસ આવી ગયું તો એ રસ્તામાં ઊતરી ગયો. રાતના સાડા અગિયાર વાગ્યે બાકીના બધા પ્રવિણના ઘરે સલામત પહોંચી ગયા.

ઘરની અંદર બાકીના મેમ્બર્સ સુઈ ગયા હતા. પ્રવિણના દરવાજો ખટખટાવાથી પારુલ દરવાજો ખોલવા આવી ગઈ હતી. ત્રણેય જણા અંદર આવી ગયા એ સાથે દરવાજો બંધ કરીને પારુલ એના રૂમમાં સુવા જતી રહી. રાજ ગેસ્ટ રૂમમાં જઈને એની જગ્યાનો બેડ લઈને આડો પડી સુઈ ગયો. હાર્દિક અને પ્રવિણ એની પાછળ જતા રહ્યાં.

પ્રવિણે એની અને હાર્દિકની પથારી ભોંય પર જ કરી નાખી. હાર્દિક પૂરા દિવસનો થાકીને તકિયાની મદદથી થોડોક આડો પડ્યો. પ્રવિણે એના ચહેરા પરનો ગમછો હટાવીને ચહેરો ધોવા જતો રહ્યો. ચહેરો જોઈને આવીને એ જ ગમછાથી ચહેરો લૂંછી નાખ્યો. હાર્દિક બધુ નિરીક્ષણ કરી રહ્યો હતો.

"પ્રવિણભાઈ, તમને ખોટુ ના લાગે તો એક વાત કહું ?"

"દોસ્તીમાં આપણી વચ્ચે આવો સવાલ આવવો ના જોઈએ. તારે જે કાંઈ કહેવું હોય એ કહી શકે છે. દોસ્તને પૂરો હક હોય છે." પ્રવિણે એના તકિયા પર કોણી રાખીને પૂરા શરીરનું વજન મૂકીને બોલ્યો.

"તમારા ચહેરાને જેણે દઝાડ્યો છે, એને તમે માફ કરી શકો નહીં ?"

હાર્દિકનો સવાલ સાંભળીને પ્રવિણ બેઠો થઈ ગયો. એની પાછળ હાર્દિક પણ બેઠો થઈ ગયો ; "આઈ એમ સોરિ ! મારો સવાલ ના ગમ્યો હોય તો.."

"મેં તને પહેલાં કહ્યું હતું કે દોસ્તને પૂરો હક હોય છે. બીજું એ કે જેણે મને આ ઘાવ આપ્યો છે, એણે મને કહ્યું હતું કે આ દાઘ મારાં ખંડિતતાની નિશાની છે. આ દાઘને જોઈને મને યાદ રહેશે કે હું પિતા બની શકતો નથી. મારે એને માફ કરવાની ના હોય પણ એનો આભાર માનવો જોઈએ. એણે આપેલ ઘાવથી હવે હું મારાં અંતર:મન પર લાગેલ ઘાવને ભૂલી નહીં શકું. આ દાઘ સાથે એ એક નહીં પણ બીજી વ્યક્તિ પણ જોડાયેલી છે; જે તને પણ સારી રીતે ખબર પડી ગઈ છે. જેણે મારા પીઠ પાછળ વાર કર્યો એ એક સમયે મારા કાળજાનો કટકો હતો. એ સાથે મારા દોસ્તે કરેલ વારને તો હું માફી આપી શકતો નથી. એ પછી મારામાં ઘણું પરિવર્તન આવી ગયું છે."

"પરિવર્તન સંસારનો નિયમ છે. તમે જ નિસર્ગને કહ્યું કે જેનાથી આપણે નિખરીએ છીએ એ જ આપણા સૌથી મોટા હિતેચ્છુક હોય છે. એ લોકોને કારણે તમે વધુ મજબુત બન્યા છો. જો એ લોકો ભવિષ્યમાં તમારી સામે આવશે તો તમે એ લોકોને માફ કરી દેશો ?" હાર્દિકે પૂછ્યું.

"ભવિષ્યમાં એ લોકો મારી સામે આવે ત્યારની વાત છે. હાલ તો કુલદીપ કઈ દિશાએ છે, એની પણ મને ખબર નથી. ક્યારેક એકાંતમાં કોઈ મને યાદ આવે કે ના આવે પણ કુલદીપ જેવો સીધો માણસ મને જરૂર યાદ આવે છે. એ સાવ મારા સોમનાથ દાદા જેવો હતો. ખબર નહીં એ જે દુનિયામાં છે એ દુનિયામાં હજું એના એવા સ્વભાવ સાથે જોડાયેલ હશે ! એના પેરેન્ટ્સ તો એનો ચહેરો જોયાં વગર રામ શરણ થઈ ગયાં."

"તમે એમનાં અંતિમ સંસ્કાર માટે એક દીકરા તરીકે ફરજ નિભાવી હશે ?"

"હા પણ અફસોસ એ રહ્યો કે એમની આર્થિક સહાયની સાથે એમને સમય આપવાની પણ જરૂર હતી. એમને દીકરાના હૂંફની જરૂર હતી, પણ ભુપત શહેર છોડીને ગયો એ પછી એકલા મારા પગ એ તરફ વળવા તૈયાર થયા જ નહીં. એક વસવસો રહી ગયો કે એમના જીવતા હું કુલદીપને શોધી ના શક્યો." પ્રવિણે એક ઊંડો નિ:સાસો નાખ્યો.

"એમાં કઈ મોટી વાત છે ? પહેલાં તમે ના કરી શક્યાં એ તમે ચાર દિવાલોની વચ્ચે કરી શકો છો."

"એ કઈ રીતે શક્ય બને ?"

"આ ટેકનોલોજીના યુગમાં બધુ શક્ય બની શકે છે. તમે તમારો મોબાઈલ આપો."

હાર્દિકના કહેવાથી પ્રવિણે રૂમની અંદર આવીને મોબાઈલને ટેબલના એક ડ્રોઅરમાં રાખી દીધો હતો. પ્રવિણ ડ્રોઅરમાંથી મોબાઈલ લઈને હાર્દિકને આપ્યો.

હાર્દિકે મોબાઈલનો લોક ખોલીને સોશિયલ મિડિયા પર પ્રવિણની પર્સનલ આઈ. ડી. બનાવી દીધી. પ્રવિણના નંબર એડ કરવાથી એના આસપાસના રિલેટિવની આઈ. ડી. સ્ક્રીન પર દેખાવા લાગી.

"અરે ! આ મુળુ ફાંદારો મોબાઈલ પર ઊડી રહ્યો છે."

પ્રવિણે મોબાઈલમાં એક શાકભાજી વાળાની આઈ. ડી. જોઈને ટિખળ કરી. હાર્દિક એ સાંભળીને મલકાઈ ગયો. એવા બીજાં ઘણા લોકોની આઈ. ડી. પ્રવિણ જોઈ રહ્યો હતો.

"આ તો ગઝબનુ યંત્ર છે. ઘરે ખાટલા પર સુતા આપણે પૂરી સમાજ અને આસપાસના લોકોને સીસીટીવી કેમેરાની જેમ કેદ કરી શકીએ છીએ." પ્રવિણને નવાઈ લાગી.

"હવે, તમે કુલદીપનું પૂરુ નામ બોલો."

હાર્દિકના પૂછવાથી પ્રવીણે કુલદીપનું પુરું નામ કહી દીધું. હાર્દિકે એ રીતે કુલદીપની આઈ. ડી. સર્ચ કરી તો એ નામ પર બાર આઈ. ડી. સ્ક્રોલ થતી દેખાઈ. હાર્દિકે પ્રવિણને મોબાઈલ હાથમાં પકડાવી દીધો.

"તમે આ દરેક આઈ. ડી. પર ટેપ કરીને પ્રોફાઈલ ફોટોથી કુલદીપને શોધી કાઢો. એનું સોશિયલ એકાઉન્ટ હોવું જોઈએ."

હાર્દિકના કહેવાથી પ્રવિણ એક પછી એક કુલદીપના નામની દરેક આઈ. ડી. ચેક કરવા લાગ્યો. આઠમી આઈ. ડી.ની પ્રોફાઈલ પર ટેપ કર્યું તો એમાં કુલદીપ અને ગીતાનો એક સાથે બન્નેનો ફોટો હતો. એ આઈ. ડી. પ્રોફેશનલ બતાવી રહી હતી.

એ આઈ. ડી.નાં પ્રોફાઈલમાં કુલદીપની સાથે ગીતા હતી. બન્નેએ ગોઠણ સુધીનાં બરમુંડા અને ટીશર્ટ પહેરેલાં હતાં. ગીતાના વાળ ખુલ્લા અને આગળની લટો ઉંમરને કારણે સફેદ થઈ ગઈ હતી. કુલદીપના માથાના વાળ સોલ્ડર સુધીના લાંબા હતા. તેઓ બન્નેએ એમનો લુક ચેન્જ કરી નાખ્યો હતો. ચહેરાને કારણે પ્રવિણ એક મિનિટમાં બન્નેને ઓળખી ગયો, નહિતર લુક પરથી કુલદીપ અને ગીતાનાં હમશકલ લાગી રહ્યાં હતાં. 

પ્રવિણે પ્રોફાઈલની અંદર એ બન્નેની ઈન્ફોર્મેશન ચેક કરી. જેમાં લખેલું હતું કે સોમનાથ ડાન્સ એન્ડ ડાંડિયા રાસના હેડ એડિટર્સ, ફ્રોમ સોમનાથ નાઉ લાઈવ મુંબઈ. 

"સાલો હરામી સોમનાથનો દરિયા કિનારો છોડીને મુંબઈના દરિયા કિનારામાં ડુબકી મારે છે."

પ્રવિણના બોલવાથી હાર્દિકને હાશકારો થયો કે એને કુલદીપ મળી ગયો.

"તમે એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો."

"ના" એકાક્ષરીમાં જવાબ આપીને પ્રવિણે હાર્દિકને મોબાઇલ પકડાવી દીધો. 

(ક્રમશઃ...) 

✍️મયુરી દાદલ " મીરા"