રેખાબેનને સંજયભાઈ સાથે વર્ષો પછી એકાંતમાં એમનાં મનની વાત કહેવાની તક મળી ગઈ હતી.એમની સાથે વાત કર્યાં પછી રેખાબેનનાં ચહેરાં પર અલગ ચમક જોવાં મળી રહી હતી.હિમજાને તેઓ બન્નેની વાતો જાણવાની તાલાવેલી જાગ્રત થઈ.હિમાજાનાં કહેવાથી રેખાબેન તેણીને કહેવાં જઈ રહ્યાં હતાં ત્યાં નિસર્ગ એમની પાસે આવ્યો તો કહેતાં ચૂપ થઈ ગયાં.
"અહીં કોઈ અગત્યની ચર્ચા ચાલું હતી..મને જોઈને મમ્મી તમે કેમ ચૂપ થઈ ગયાં?"નિસર્ગે રેખાબેન સામે જોઈને ખુરશી પર બેસતાં કહ્યું.
"ના ..એવી કાંઇ ખાસ વાત હતી નહિ.અમારી સ્ત્રીઓની વાતોમાં અહીંતહીંની વાતો સિવાય કાંઇ હોય જ નહિ."
રેખાબેન ખોટું બોલીને વાતને ત્યાં જ સ્ટોપ કરી નાખી.હિમજા આગળ તેમને કોઈ સવાલ કર્યો નહિ.નિસર્ગ માટે તેણી ગરમ ચાય કરવાં જતી રહી.રેખાબેન સત્સંગ હોવાથી નિસર્ગને જય શ્રીકૃષ્ણ કહીને મંદિરે જતાં રહ્યાં.
હિમજા ગરમ ચાય કરીને નિસર્ગને એક કપમાં પીરસી દીધી.એક પ્લેટ લઈને બનાવેલાં ઉપમા સર્વ કરી દીધાં.
"મને આજ એવું કેમ લાગ્યું કે મમ્મી મારાંથી કોઈ વાત છુપાવીને ગયાં.કોઈ દિવસ એવું બન્યું નથી કે તમે લોકો વાતો કરતાં હોય અને મને જોઈને તમે ચૂપ થઈ જાવ."નિસર્ગને શંકા ગઈ.
હિમજાને નિસર્ગ સાથે સરખી વાત થઈ હતી નહિ.એ પણ એને નાસ્તો આપીને પાસે રહેલી ખુરશી પર બેસી ગઈ.
"એમને મારી સાથે ગઈ રાતની વાત કરવી હતી,પણ તમને જોઈને હિમ્મત ના થઈ.મારે તમને એક સવાલ પૂછવો છે."
"પૂછ."નિસર્ગે ઉપમા ભરેલી ચમચી મોંઢામાં મૂકતાં કહ્યું.
"ગઈ કાલે પપ્પા અહીં આવવાના હતા.તમે જ કહ્યુ હતુ એટલે મે કોલ કરીને બોલાવ્યાં. એ આવવાનાં હતાં તો આપણે આમ મુવીનો પ્લાન બનાવવાની જરુર ન હતી.આપણી ગેરહાજરીમાં તેઓ અહીં આવ્યાં હતાં.આપણને ના જોઈને,તેઓ આપણી લાપવાહી વિશે શું વિચારતાં હશે?એમણે ગુસ્સામા મમ્મીને કાંઇ કહ્યું તો નહિ હોય..!"હિમજાને ચિંતા થઈ.
"મતલબ..એ અહીં આવ્યાં હતાં. મમ્મીએ તને કહ્યું?"
"હા"નારાજ થઈને હિમજાએ કહ્યું,"તમારે આવું ન હતું કરવું જોઈતું."
"હિમજા આ પ્રવિણ અંકલે જણાવ્યું એટલે કર્યું હતું.થોડાંક દિવસ પહેલા રાતના સમયે એ ડિવોર્સનાં પેપર ફરી પાછાં લઈને આવેલા હતા,એ રાત્રે પ્રવિણ અંકલનો કોલ આવેલો હતો.મે એમને કહ્યુ હતુ કે મિસ્ટર સંજય અહી બેસેલા છે તો વાત નહિ થઈ શકે."
"હમ્મ."હિમજા વાતમાં હોકારો ભરવાં લાગી.
"પ્રવિણ અંકલે મને બીજે દિવસે કોલ કર્યો હતો.એ સમયે હુ ઓફીસે હતો.એમણે મને કહ્યુ કે, તે તારા પપ્પાને તારી મમ્મીને માફ કરીને સંબંધ સુધારવાં માટે એક તક આપવા માટે મનાવાની ટ્રાઈ કરી હતી?"
"તમે પછી એમને શુ કહ્યુ?"
"મે એમને ચોખ્ખુ જણાવી દીધુ હતુ કે મને એ વ્યક્તિનો ચહેરો જોઈને ગુસ્સો આવે છે.એમની સાથે સમાધાન કરવાની વાત જ દૂર રહી."
"અંકલ તમારા પર ગુસ્સે થયા હશે.!"
"ના એ ગુસ્સે થયા નહિ પણ એમણે કહ્યુ એ રીતે મે ગઈ કાલે પ્લાન બનાવ્યો.
"એમણે એવી કઈ વાત કહી કે તમારા ખાલી દિમાગમાં પ્લાન ઘડાઈ ગયો."
"અરે એમણે કહ્યુ કે હુ એવી યોજના બનાવુ કે મારે એમની સામે જાઉં ના પડે અને સંબંધ સુધરે એવા ચાન્સ દેખાઈ આવે.ત્યારબાદ મને વિચાર આવ્યો કે,એવું તો ત્યારે શક્ય બન્ને જ્યારે તેઓ બન્નેને એકબીજાનાં મનની વાત જાણવાં માટે મોકળાશ મળે.આથી એમને રાત્રે અહીં બોલાવી લીધાં અને આપણે મુવી જોવાં જતાં રહ્યાં."નિસર્ગે નાસ્તો કરીને પાણી પીને કહ્યુ.
"વાવ ..નિસુ યોર માઈન્ડ ઈઝ ગ્રેટ.શુ તમારો દિમાગ ચાલ્યો.મમ્મી પપ્પા સાથે એકાંતમાં વાત કરીને ઘણાં ખુશ થઈ ગયાં હતાં.તમે વિશ્વાસ નહિ કરો,પણ ગઈ રાત્રે મે એમનાં રુમમાં સુતાં જોયાં હતાં તો નિંદરમાં પણ એ મલકાઈ રહ્યાં હતાં."હિમજા ખુશ થતાં ઊભા થઈને નિસર્ગનાં ગાલને ચૂમી લીધો.
"અચ્છા મારો દિમાગ જ ગ્રેટ અને હુ ગ્રેટ નથી."મોં બગાડીને તે બોલ્યો.
"તમે ગ્રેટ છો તો જ તમારો દિમાગ ગ્રેટ થવાનો છે.હવે તમારે ઓફીસ પર જવાને લેટ થઈ રહ્યુ છે.તમે હવે નીકળો તો હુ મારુ કામ પતાવી નાખું."
"મારો પ્લાન જાણી લીધા પછી હવે મને ભગાડવાની તૈયારી કરે છે.હજુ સવારે મને જગાડવા માટે તે મારી સાથે કર્યું એનો બદલો મારે લેવાનો બાકી છે.એ તો વ્યાજ સહિત લઈને રહીશ.ઓકે હવે હુ નીકળુ છુ અને મમ્મી પાસે જાણી લેજે કે પહેલા ખડૂસ તારાં સસરાએ મમ્મીથી રુડલિ વાત કરી ન હતી."
નિસર્ગે હોલમાં પડેલ ઓફીસનુ બેગ લઈને કહી દીધુ.હિમજાએ માથુ હલાવીને હા કહી દીધી.નિસર્ગ તેણીના કપાળને ચુમતો ઓફીસે જવાં નીકળી ગયો.
હિમજા નિસર્ગનાં ગયા પછી એક્ટ્રા કામ પર લાગી ગઈ બપોરનાં નિસર્ગ ઓફીસની કેન્ટીનમાં જમી લેતો હતો એટલે સવારે ટિફીનની કોઈ તેણીને ચિંતા હતી નહિ.નીલને સ્કુલ જવાનો સમય થઈ રહ્યો હતો.તેણી સૌ પ્રથમ એનાં લંચ બોક્સની તૈયારી કરવાં કિચન તરફ ગઈ.
બે કલાકની અંદર હિમજાએ ઘરનાં દરેક કામ કરી નાખ્યાં હતાં.રેખાબેન સત્સંગમાં પાછાં આવી ગયાં હતાં.નીલ પણ એનું બેગ અને લંચ બોક્સ લઈને સ્કુલે જતો રહ્યો હતો.
બપોરનાં જમી કરીને નવરાશનાં સમયે હિમજા રેખાબેનનાં રુમમાં એમની અને સંજયભાઈ વચ્ચે એવી કઈ ખાસ વાત થઈ એ જાણવાં જતી રહી.
"મમ્મી હવે ઘરે અપણાં બન્ને સિવાય કોઈ નથી.પહેલાં તમે મને એમ કહો કે પપ્પા તમારાં પર વધુ ગુસ્સે થયાં ન હતાં?"બેડ પર પલાંઠી વાળીને હિમજા વાત જાણવાં બેસી ગઈ.
રેખાબેન એની સામે પલાંઠી વાળીને જવાબ આપ્યો,"એ અંદર આવીને સોફા પર બેઠાં હતાં. મે એમને પાણી આપ્યુ અને પીને પછી તમારાં લોકોને ના જોયાં તો ગુસ્સો કર્યો હતો પણ મે સંભાળી લીધું."
રેખાબેન એ પછી સંજયભાઈ સાથે એમણે શુ વાત કરી અને સંજયભાઈને નિસર્ગ પર કેમ ગુસ્સો છે, એ દરેક વાત શબ્દશઃ રેખાબેને હિમજાને કહી જણાવી.
બન્ને પક્ષની વાત જાણીને હિમજાને સમજાયું કે,ભૂલ બે વ્યક્તિની ન હતી.ભૂલ તો પરિસ્થિતિની હતી.પરિસ્થિતિ એવી બનેલી હતી કે,કોઈ એમની વાત સમજવાં તૈયાર થઈ રહ્યાં ન હતાં.
સંજયભાઈ અને રેખાબેનનાં ઝઘડામાં નિસર્ગ સિવાય કોઈ અન્ય વ્યક્તિ પણ હતું નહિ કે,એમનાં ઝઘડાને શાંત કરી શકે.રેખાબેનની સાથે નિસર્ગે એટલું સહન કર્યુ તો સંજયભાઈએ પણ ઓછું સહન કર્યુ ન હતુ.સંજયભાઈ એમની રીતે સાચા હતા.કોઈ પુરુષને અન્ય સ્ત્રી સાથે સરખામણી કરવામાં આવે તો કોઈ પણ શાંત પુરુષ આવેગમાં આવીને ખોટું કદમ ઊપાડી શકે છે.
પુરુષ તરીકે સંજયભાઈ એમના દીકરા પાસે રડીને, આજીજી કરીને એને એની પાસે રોકી શકતા ન હતા.જો એવુ એ કરવા ગયા હોય તો પણ નિસર્ગને એમાં એમનો સ્વાર્થ લાગ્યો હોય.
રેખાબેન પાસે એમનો દીકરો હતો એટલે તેઓ એમનાં દુઃખમાંથી જલ્દી બહાર આવી શક્યાં.સંજયભાઈ તો એમનું દુઃખ સત્યાવીસ વર્ષ એકલાં અંદરો અંદર દબાવીને જીવી રહ્યા હતા.એક પિતા તરીકે એમને પણ એમના દીકરાનો પ્રેમ મળી રહે એવી આશા હોય.નિસર્ગની આંખોમાં હંમેશા એના પિતા માટે ગુસ્સો અને નફરત દેખાઈ આવતી હતી.એમને હજું નિસર્ગનો ગુસ્સા ભરેલો ચહેરો યાદ હોવાથો એમણે નિસર્ગની સામે આવવાની હિમ્મત ઝુંટવી ના શક્યાં.
રાતનાં સમયે નિસર્ગ ફ્રેશ થઈને એનુ ઓફીસનુ કામ લઈને એના બેડ રુમમાં ગોઠવેલ ટેબલની સામે ખુરશી પર બેસી ગયો.હિમજા ઘરનાં બધાં કામો આટોપીને બાથરૂમમાં ફ્રેશ થવાં જતી રહી.
થોડીક ક્ષણો પછી હિમજા નાહીને બહાર નીકળીને રોજની જેમ ડ્રેસીંગ ટેબલ સામે બેસીને વાળને ખુલ્લાં કરી નાખ્યાં.નાઈટ ક્રિમ લઈને એ એનાં હાથ અને પગને લગાવવાં લાગી.
"મમ્મીને પૂછ્યું પહેલાં વ્યકિતએ મમ્મી પર ગુસ્સો કર્યો ન હતો?"
કામમાં મન પરોવતો નિસર્ગે હિમજાને સવાલ કર્યો.હિમજાએ એનાં સવાલનો કોઈ જવાબ આપ્યો નહિ.નિસર્ગે બે વાર પૂછ્યુ તો પણ હિમજા કાંઈ બોલી નહિ અને બેડ પર સૂવાં જતી રહી.
નિસર્ગ તેણીનાં વર્તનથી ખૂબ અકડાયો અને તે ખુરશી પર ઊભો થઈને તેણી પાસે જઈને બેઠી કરી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"