Aekant - 122 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 122

Featured Books
  • Do you Love Me - 1

    Episode 1: The First QuestionThe college campus was full of...

  • Beyond His Memory

    Once upon a time, in a small village, lived a young woman na...

  • Parents

    The Two LampsIn a small village near an ancient temple, ther...

  • Lakshmi Amma - 2

    Sumit had gradually accepted the strange comfort of being ca...

  • Specialz - 3

    S- Such a b- big amount!W- Why would master g- give me?This...

Categories
Share

એકાંત - 122

સતત એકની એક સ્પીચથી પ્રવિણ કંટાળી ગયો. તેણે ફ્રી રાજને કોલ લગાવવાનું ટાળી દીધું. રાજ પર ગુસ્સો આવતા પ્રવિણે એની સાથે વાત કરવાની નારાજગી જાહેર કરી. 

પ્રવિણે નિર્સગને આવવા માટે કોલ લગાવ્યો. નિસર્ગે રાજ પાસે જે બહાનું કાઢેલું હતું એ જણાવી દીધું.

પ્રવિણ એ બાબતે આગળ કશું ના બોલી શક્યો. નિસર્ગની નારાજગી એની જગ્યાએ સાચી હતી. પ્રવિણને છેલ્લી આશ હાર્દિક પર હતી. કદાચ, એના દીકરા આર્યની ખુશીની સલામતી માટે સોમનાથ દાદાના દર્શન કરવા માટે એ આવી શકે.

પ્રવિણે હાર્દિકને કોલ લગાવ્યો. એક રીંગમાં હાર્દિકે કોલ ઊપાડી લીધો.

"હેલો પ્રવિણભાઈ, જય સોમનાથ કેમ છે તબિયત પાણી ?"

"જય સોમનાથ હાર્દિક, તું આવતી કાલે જ અહી આવવા નીકળી રહ્યો છે ?" સવાલના બદલે સામે પ્રવિણ સવાલ કરી બેઠો. 

"આવતી કાલે શુ છે ?"

"અરે મહાશિવરાત્રી આવે છે. આપણે ચતુર્ભુજે નક્કી કરેલું હતું. આ મહાશિવરાત્રી આપણે સાથે મનાવીશું."

"હા, યાદ આવ્યું." જાણે કશુ જાણતો ના હોય એમ કપાળ પર આંગળી ફેરવતા હાર્દિક આગળ બોલ્યો, "સોરિ પ્રવિણભાઈ, મારે ઈન્કમ ટેક્સના કામો બહુ છે. મારી વાઈફ સાથે મિટીંગ અરેન્જ થાય તો એ મામલો પણ પતાવી દેવો છે. મારાથી નહિ નીકળી શકાય. નિસર્ગ અને રાજ આવવાના હશે. તમે દુઃખી ના થતાં."

પ્રવિણ હાર્દિકની વાતથી દુઃખી થઈ ગયો, "એટલે...તું પણ નથી આવવાનો એમ ?"

"હુ પણ એટલે બીજું કોણ નથી આવવાનું ?"

"નિસર્ગ નારાજ છે. આપણે એની પાર્ટીમાં વડોદરા ગયા નહિ એ કારણે. રાજનો ફોન સ્વીચ ઓફ આવે છે."

"નિસર્ગની નારાજગી એની રીતે સાચી છે અને રાજ સાથે કાંઈ વાત થશે તો હું તમને જણાવીશ."

"કોઈ સાથે કાંઈ વાત કરવી નથી. સોમનાથ દાદાની એ મરજી હશે કે આ વર્ષે હું એકલો મહાશિવરાત્રી મનાવું." પ્રવિણ આગળ કાંઈ બોલ્યો નહિ અને હાર્દિક સાથે સંપર્ક વિચ્છેદ કરી નાખ્યો. 

કોલ ડિસકનેક્ટ થઈ ગયા પછી હાર્દિક બોલ્યો, "પ્રવિણભાઈ, સોમનાથ દાદાની આ વર્ષે પણ એવી ઈચ્છા છે કે આપણે ચતુર્ભુજ સાથે મહાશિવરાત્રી મનાવીએ. સોરિ ! અમારે કારણે થોડીક વાર માટે મન દુઃખી કરવું પડ્યું."

સવારે રાજે સોમનાથ જવા માટે કપડાંની બેગ ભરી લીધી હતી. એનાં મમ્મી અને પપ્પા પાસે સોમનાથ જવાં માટે રજા લઈને ઘરની બહાર નીકળી ગયો. 

કેબિન પાસે જઈને રાજે રમેશભાઈને પોતાનાં બાઈકની ચાવી પકડાવી દીધી. એમને ગામડે જવા માટે પણ જણાવી દીધું. રમેશભાઈએ રાજને રાજી ખુશીથી સોમનાથ જવા રજા આપી દીધી.

માધાપરથી રાજ ભુજ પહોચી ગયો. ભુજ એણે સોમનાથ જવા બસમાં બેસી ગયો. પાટણમાં હાર્દિક પણ રાજની જેમ બસમાં બેસીને સોમનાથ જવા નીકળી ગયો હતો. 

નિસર્ગે આગલે દિવસે ઓફીસની રજા લઈ લીધી હતી. હિમજાને એણે સોમનાથ જવાનું કહીને પોતાની કાર સાથે સોમનાથ નીકળી ગયો.

સાંજે છ વાગ્યે સૌથી પહેલા નિસર્ગ કાર સાથે સોમનાથ આવી ગયો હતો. એક ગેસ્ટ હાઉસમાં એણે એક મોટો રૂમ બુક કરાવી લીધો. હાર્દિક અને રાજને મેસેજ કરીને ગેસ્ટ હાઉસનું લોકોશન શેર કરી દીધું.

પંદર મિનિટ પછી રાજ નિસર્ગે બતાવેલ લોકેશને આવી ગયો હતો. રૂમ ખૂબ વિશાળ હતો. એક સાથે ચારેય દોસ્તો બેડ પર આરામથી સુઈ શકે એવી બેડની વ્યવસ્થા હતી.

રાજ નિસર્ગને ગળે મળ્યો. એક વર્ષ પછી મળ્યાની ખુશી એમના ચહેરા પર દેખાઈ આવતી હતી. રાજ એક વર્ષમાં શરીરથી લેવાઈ ગયો હતો. એવું નિસર્ગે રાજને કહ્યું.

"હવે તમે એક વર્ષ પછી મને જોયો. લાસ્ટ ટાઈમ પણ તમે મને અંધારામાં જ જોયો હતો. કદાચ અત્યારે તમને એવું લાગતું હશે !"

રાજનું કહેવુ ખોટું ન હતું. નિસર્ગ રાજની વાતને સમર્થન આપ્યું. બન્ને વારાફરતી બાથરૂમમાં નાહીને ફ્રેશ થઈ ગયા. એ ક્ષણે હાર્દિક પણ રૂમમાં લોકેશનના માધ્યમથી આવી પહોચ્યો.

હાર્દિકને જોઈને નિસર્ગ ઊછળીને એને ભેટી પડ્યો. હાર્દિક નિસર્ગને મળીને ગળગળો થઈ ગયો.

"તમારે બન્નેને જ મળવાનું છે ? અહીં મારી સામે કોઈ જોતા નથી ?" રાજે હાર્દિકને ફરિયાદ કરી.

"અરે તું તો અમારો સૌથી નાનો અને લાડલો દોસ્ત છે. એક મહિના પછી તારી સુહાગરાત આ ગેસ્ટ હાઉસમાં કરાવાનો પ્લાન બનાવી લીધો છે."

હાર્દિકે રાજને જવાબ આપ્યો એ સાથે એણે રાજને હાથમાં ઊપાડીને પૂરા રૂમમાં ફેરવવા લાગ્યો. સૌ એક સાથે ખૂબ ખુશ લાગી રહ્યા હતા.

"આપણાથી વધુ પ્રવિણકાકા આપણને એક સાથે જોઈને ખુશ થઈ જશે. આવતી કાલની તૈયારીઓ થઈ ગઈ છે ?" નિસર્ગે સવાલ કર્યો.

હાર્દિકે રાજને નીચે ઊતાર્યો. રાજે નિસર્ગને જવાબ આપ્યો, "પૂરા પ્લાન સાથે તૈયારી કરીને આવ્યો છું. આપણે પ્રવિણકાકાને સવાર ચાર વાગ્યાની આરતીમાં જ મળશું. એમની સાથે પૂરો દિવસ રહેશું. જાગરણના ચાર પહોરની આરતી પણ આપણે એની સાથે કરવાની છે. આપણા સંગાથથી તેઓ ખુશ થઈ જશે."

હાર્દિક એના કપડા લઈને બાથરૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો. પંદર મિનિટમાં બાથરુમમાંથી હાર્દિક બહાર નીકળી ગયો. ત્રણેય ગેસ્ટ હાઉસ પાસે આવેલ હોટલમાં જમવાનુ લઈ લીધું.

વહેલું ઊઠવાનું હોવાથી તેઓએ વધુ વાત કરવાનું ટાળ્યું. જમીને તેઓ ત્રણેય પરત રૂમમાં આવીને સુઈ ગયા. રાતના અઢી વગ્યાનો રાજે અલાર્મ મૂકી દીધો હતો; જે એના સમયે વાગવા લાગ્યો.

"અરે યાર ! આ કોનો અલાર્મ વાગે છે ?" નિસર્ગે તકિયું કાન પર મૂકીને પૂછ્યું.

"નિસર્ગભાઈ, જાગો..જાગો..તમે વડોદરાના તમારા બેડરૂમમાં સુતા નથી. આ સોમનાથ છે. રાતના આઢી વાગ્યાનો અલાર્મ મેં મૂક્યો છે. આપણે સૌએ સાથે મળીને દોઢ કલાકમાં પ્રવિણકાકાને મળવા જવાનું છે. હું નાહવા જાઉં છું. તમે પણ જાગી જાજો." રાજે વિસ્તારથી કહીને બ્રશ અને એના કપડા લઈને બાથરૂમમાં ઘુસી ગયો.

"મારાથી આટલું વહેલું નહિ ઊઠી શકાય. મારે ફુલ નિંદર કરવા જોશે. રાજે જાગરણ વિશે કાંઈક કહ્યું હતું ? ઓહ્ નો હે સોમનાથ દાદા મને તમારા તહેવારના દિવસે જાગરણ કરવાની શક્તિ આપજો."

નિસર્ગની વાતોથી હાર્દિક હસવા લાગ્યો. ઘડીક ભર એને એવું જ થયું કે, એની પાસે આર્ય સુતો છે. નિસર્ગની હરકત પણ નાના બાળકોથી ઓછી હતી નહિ. એક દીકરાનો પિતા થઈ ગયો હતો. જવાબદારી અને ફરજો વચ્ચે એને ફુલ આરામ કરવા જોઈએ જ.

રાજ નાહીને બાથરૂમમાંથી બહાર નીકળી ગયો. નિસર્ગના નસકોરાથી રાજને જાણ થઈ ગઈ કે, 'આ બંદાના કાનમાં શંખ ફૂંકશું નહિ ત્યાં સુધી જાગવાનો નથી.'

"તમે પણ એને જગાડાયો નહિ ! પ્રવિણકાકા સમયના ખૂબ જ પાકા છે. પોણાં ચાર વાગ્યે એ મંદિરે જવા નીકળી જશે." 

રાજે કહ્યું એ હાર્દિકે સાંભળ્યું. કશું જવાબ આપ્યા વિના બગાસા લેતા હાર્દિકે બેડનો ત્યાગ કર્યો. જોકે હાર્દિકને પૂરાં દિવસમાં આઠ કલાક ઊંઘ કરવી જ પડતી. એકવાર હાર્દિકને આઠ કલાકનો આરામ થઈ જાય એ પછી એનામાં કોઈ આળસ જોવા મળતી નહિ.

હાર્દિક બાથરૂમમાં નાહવા ગયો. રાજ ડ્રેસિંગ ટેબલ સામે એના વાળ સરખા કરવા લાગ્યો. ગયાં વર્ષનું પરફ્યુમ એણે બેગમાંથી કાઢ્યું. નિસર્ગ એનું લોકલ પરફ્યુમ જોઈ ના જાય એ રીતે પૂરા બદન પર છંટકાવ કરી લીધો. જે સ્પીડથી એણે પરફ્યુમ કાઢ્યું એ જ સ્પીડે એણે બેગમાં મૂકી દીધું.

નિસર્ગ ભર ઊંઘમાં છીંક પર છીંક ખાવા લાગ્યો, "અરે આ માછલીની સ્મેલ ક્યાંથી આવી ? મને આવી બદબુથી સખ્ત એલર્જી છે."

નિસર્ગને એની વ્હાલી ઊંઘમાં ખલેલ પડી. એ બેઠો થઈને ચારેય તરફ નજર કરી.

"છીંક..છીંક..આ..ખરાબ સ્મેલ તારી પાસેથી આવે છે ?" રાજ સામે નિસર્ગે નજર કરી. 

નિસર્ગના સવાલથી રાજે એના કપડા સુંઘ્યા, "મારો પરફ્યુમ એકદમ બ્રાન્ડેડ છે. મારી પાસે મસ્ત ખુશ્બુ આવે છે." રાજ બિન્દાસ બોલ્યો.

"ખુશ્બુ વાળીની..આ સ્મેલ તારી પાસેથી આવી રહી છે. આવી પરફ્યુમ લગાવીશ તો કોઈ ખુશ્બુ નામની છોકરી તને દૂરથી પણ ભાવ નહિ આપે." નિસર્ગ બેડ પરથી ઊભો થયો. રાજના કપડાને સુંઘવા લાગ્યો, "છીંક..છીંક...છીંક...છીંક...છીંક..."


એમ કરીને નિસર્ગે ઉપરા ઉપરી બે ડઝન જેટલી છીંક ખાઈ લીધી. હાર્દિક નાહીને બહાર આવ્યો.

"આ શેની બબાલ માંડી છે ? સવારમાં તને આટલી છીંક કેમ આવી રહી છે ?" હાર્દિક ટુવેલથી માથાના ભીના વાળ લૂછતા સવાલોની છડી વરસાવી.

"મોટાભાઇ, આ રાજે થર્ડ કંપનીનું.....હાક...છીંક ..છીંક" ત્યાં પાછી નિસર્ગને છીંક આવી, "પરફ્યુમ લગાવ્યું, મને એની એલર્જીને કારણે છીંક આવે છે." નિસર્ગનુ નાક છીંક ખાઈને
પાણી પાણી થઈ ગયું, એ સાથે નાકની ટોચ આથમતા સૂર્યના ઠંડા રંગ જેટલી ઘાટી.

(ક્રમશઃ...) 

✍️મયુરી દાદલ "મીરા"