Varso - 7 in Gujarati Thriller by Shreyash R.M books and stories PDF | વારસો - 7

Featured Books
Categories
Share

વારસો - 7

અંધારામાંથી પાર્કની દીવાલ પાસેથી એક વ્યક્તિ અચાનક અર્જુનની સામે આવ્યો. વ્યવસ્થિત પહેરેલું શૂટ, પોલિશ કરેલા બૂટ ગળામાં પહેરેલી ટાઇ અને ધારદાર નજરવાળી આંખો.
"વેલ ડન, અર્જુન."
અર્જુન તરત જ ઊભો થઈ ગયો, તેને દુખાવો થતો હતો છતાં પણ તે લડવા માટે તૈયાર હતો.
"કોણ છો તું?" તેણે ઠંડા અવાજે પૂછ્યું.
તે વ્યક્તિએ મરકાવ્યું, "તારા પિતાએ મોકલ્યો છે મને. વિક્રમ કપૂર તને મળવા માંગે છે."
અર્જુન મુઠી વાળી ને ઉભો રહ્યો.
"હું તારી કાર પાસે રાહ જોવ છું." તેણે કહ્યું અને અંધકારમાં ગાયબ થઈ ગયો જાણે કોઈ ભૂત હોય.
અર્જુન હજુ પણ તેમ જ ઊભો હતો, એકદમ તૂટી ગયેલો, એકલો.
ધીરે થી તે પેલો વ્યક્તિ ગયો તે દિશામાં ચાલવા લાગ્યો.
તે રાત ઠંડી હતી, પરંતુ અર્જુન ને તે ફીલ થતું ન હતું.
દરેક ડગલે તેના ધા તેને જાણે ચુભતા હતા અને તેનું હૈયું ભારે થતું હતું. પાર્કની શાંતિ તેની પાછળ એક શ્રાપની જેમ લગતી હતી.
રસ્તો પૂરો થતા એક કાળી કાર તેની રાહ જોતી હતી. જાણે એક શિકારી અંધારામાં શિકાર કરવા બેઠો હોય.
બાજુમાં ઊભા રહેલા પેલા સૂટવાળા વ્યક્તિએ દરવાજો ખોલ્યો. "તે રાહ જોવે છે."
અર્જુન પેહલા થોડો થોથવાયો...... પછી હિંમતથી અંદર ગયો. 
કારની અંદર બધે જ એક કિંમતી લેધર અને સિગાર ની સ્મેલ આવતી હતી. કાચને કાળા કલરથી ઢાંકી દેવામાં આવ્યા હતા, એવું લાગતું હતું જાણે બહાર કોઈ દુનિયા જ નથી..
અને અંદર બેઠો હતો, વિક્રમ કપૂર.
શાંત, પ્રભાવિત. સિલ્ક શર્ટ અને સોનાની રિંગ પહેરેલો સિંહ. તેની કાળી અને સફેદ થયેલી દાઢી ટ્રિમ કરેલી હતી પરંતુ તેની આંખોમાં રહેલો ઇગો હજુ પણ સમય સાથે ઓછો થયો ન હતો.
તેને તેના દીકરા તરફ લાંબો સમય જોયા કર્યું.
"મોટો થઈ ગયો છે તું." તેને આખરે કહ્યું, એકદમ મધમાં લપેટેલા ઝેરની જેવા અવાજે.
અર્જુન શાંત રહ્યો.
વિક્રમ પાછળ નમીને શાંતિથી બેસી ગયો. "મેં કબીર વિશે સંભાળ્યું. મેસી.... પણ ઇમ્પ્રેસિવ."
"તમે તેને મારા વિરુદ્ધ કર્યો." અર્જુન ત્રાડક્યો. "તમને ખબર હતી કે કોઈક મારી પાછળ છે."
"મને ખબર હતી ઘણાબધા હશે, એકવાર તારું નામનો ગણગણાટ ચાલુ થયા પછી. તે લાયનહાર્ટ નામ.... જ્યારે મહાનતા ચમકે છે ત્યારે તેને છુપાવવી અશક્ય છે."
"હું તમારી દુનિયા માં કોઈ મહાન વ્યક્તિ નથી." અર્જુન ગરજયો. "હું ક્યારેય બનવા પણ નથી માંગતો."
"અને છતાં પણ લોહી ઇચ્છા કરતા વધુ ક્લીઅર બોલે છે." વિક્રમે કહ્યું. "તારી આ નાની એવી બળવાખોરી? શાબાશ. પરંતુ આ દુનિયા ફક્ત અને ફક્ત પાવરને રિસ્પેક્ટ આપે છે."
અર્જુનના હાથ એની જાતે મુઠી વળી ગયા.
વિક્રમે બારીના કાચ તરફ ઈશારો કર્યો, "તે વ્યક્તિ કે જેણે તારા પર હુમલો કર્યો તે એક સમયે મારો પાર્ટનર હતો. અમે બંને એ મળી ને આ સામ્રાજ્ય બનાવ્યું હતું. જ્યાં સુધી તે લાલચીના બન્યો. મેં તેને કાઢી મૂક્યો. તે ક્યારેય મને માફ નહીં કરી શક્યો હોય. 
"તેણે મને મારી નાખવાની કોશિશ કરી."
"તે ફરી કરશે." વિક્રમે સરળતાથી કહ્યું. "અને બીજી વાર તે તને નબળો સમજવાની ભૂલ નહીં કરે."
અર્જુને કહ્યું "તો બસ આ જ હતું? તમે મને ફક્ત ચેતવણી આપવા જ મને અહીંયા બોલાવ્યો છે?"
"નહીં." વિક્રમ આગળ આવ્યો, પોતાની આંખો તેના દીકરાની આંખો સાથે મળાવી. "મેં તને અહીં બે વિકલ્પ આપવા બોલાવ્યો છે."
તેને એક આંગળી ઉપર કરી.
"પહેલો, ભાગ્યાં કર. એવું બતાવ્યા કર કે તું નોર્મલ વ્યક્તિ છે. જિંદગીની દરેક ક્ષણ ચેતવીને રહે કે કોઈ તને શોધી ના લે.... અને મારી નાખે.
ત્યારબાદ બીજી આંગળી બતાવી.
"બીજો કે તું જે છે તે સ્વીકારી લે. મારું બનાવેલું સામ્રાજ્ય સંભાળ. તેની શક્તિનો ઉપયોગ કર તારા સપના ને સાકર કરવા માટે. તું ક્યારેય પડછાયાને છોડી ના શકે અર્જુન, .... પણ તું તેને કંટ્રોલ કરી શકે છે."
અર્જુન હળવા શ્વાસ લેતો હતો. બંને રસ્તાઓ તેને ગૂંચવતા હતા.
"હું તમારી જેવો નથી બનવા માંગતો."
"તારે જરૂર પણ નથી." વિક્રમે કહ્યું. "પરંતુ જો તું ઉપર નહીં આવે તેઓ તને દબાવી દેશે."
કારમાં એકદમ શાંતિ છવાઈ ગઈ.
થોડા સમય પછી અર્જુન બોલ્યો.
"હું સામ્રાજ્ય સ્વીકારું છું...
વિક્રમની આંખો ચમકી ઊઠી.”
"... પરંતુ અંડરવર્લ્ડ પર રાજ કરવા નહીં. હું તેને તમારા જેવા લોકોને શાંતિથી અંદરથી નષ્ટ કરવા માટે. 
વિક્રમ હળવું હસ્યો, "શું વાત છે, સિંહ પાસે દાંત પણ છે. ગુડ."
અર્જુન બારી તરફ ફર્યો.
"હું રાજા બનીશ." તેને શાંતિ થી કહ્યું. "પરંતુ તમારી જેવો નહીં."
અર્જુન કાર માંથી ઉતાર્યો અને કાર અંધારામાં અદૃશ્ય થઈ ગઈ.
એક નવો પડછાયો જન્મ્યો હતો કે જે રાજ કરવા માટે પાવર નહતો ઇચ્છતો, તે ઇચ્છતો હતો લોકોને પ્રોટેક્ટ કરવા ... શાંતિથી.
ત્યારબાદ તે ક્યારેય રિયાને મળવાની કે શોધવાની કોશિશ ન કરી. પરંતુ દરેક વખતે જ્યારે તે આકાશના ચાંદ ને જોતો, તે રિયાને જરૂર યાદ કરતો.
જે તેણે ખોયું હતું.....


ક્રમશઃ