અનોખી સફર
પ્રકરણ-40
સારા…સાવીને પોતાનાં ભૂતકાળ..જીવન અંગે લગભગ બધી વાત કહી થોડી હળવી થઇ ગઈ હતી.. અત્યારે ધનુષનો ફોન આવ્યો..ફરી ઇન્ડિયાની યાદ તાજી થઇ ગઈ..એને એની આઈ…પેલો મહાત્રે એનો દીકરો.. અમિત..બધા યાદ આવી ગયા..અમિત અંગેની વાત એણે હજી મનમાં રાખી હતી..સાવીને કહી નહોતી.. કાશ..પણ જો સાવી મને સમજે નહીં અને ગેરસમજ કરે તો..ફરી કોઈ એક વધી જશે મને અન્યાય
કરવામાં… અને હું કોઈ ચોખવટ કે બચાવ મારો નહીં કરી શકું..યોગ્ય સમય આવશે ત્યારેજ કહીશ.. ધનુષ
મુંબઈ જાય છે ભૈરવી સાથે..એ પૂના જવાનો..મુંબઈ પણ જશે..પાછો માતૃધરતી પર પગ મુકશે..અહીંની નવી શીખેલી સંસ્કૃતિ ..શિષ્ટાચાર..ભૂલી અસલ મરાઠો બની જશે..અહીંની ચઢેલી ઉબ ઉતારશે..નિરાંતનો ..હોંશથી મુક્ત શ્વાશ લેશે..કેવું સારું લાગશે..બધું પોતાનું જે પરાયું થયું છે ફરી અપનાવશે..હોંશે હોંશે જીવશે..હું શું કહું? મારા
માટે શું સંદેશ લઇ જાય ? શું લાવે મારા માટે? હવે કોણ છે ત્યાં મારું કહેવાવાળું ...મને અપનાવવા વાળું? જે છે એ વેગળાં થઇ ગયા..ક્યાં મારા થાય ? એ મનોમન મ્લાન ચહેરે હસી પડી..
સાવીએ ઉઠી પરવારવાનું શરૂ કરી દીધેલું..ઓફિસ જવાની ઉતાવળ હતી..આજે કોલેજ પણ જવાનું
હતું. સિલેબસ લેવાના હતા..એણે જોયું કે સારા કોઈ ખાસ ઓળખીતા સાથે વાત કરી રહી છે..એ થોડી ડિસ્ટર્બ અને ઈમોશનલ પણ થઇ છે..કોનો ફોન છે?.. સાવી ટિફિન પેક કરતા કરતા બોલી “ સારા કોનો ફોન છે? શું થયું ? તારે તૈયાર નથી થવાનું? “ સારાએ કહ્યું“ ધનુષ ઇન્ડિયા જાય છે.. પૂના..ભૈરવી સાથે..કોઈ ખાસ કામ છે મારે કશું કામ છે કશું લાવવાનું છે મુંબઈથી એવું પુછવા ફોન હતો..પછી હસી..બોલ સાવી હું મુંબઈથી શું મંગાવું?
કોને શું મોકલું? કોને યાદ કરું ? જે છે એ બધા ભૂલી ચુક્યા હશે..હવે તો મારી ડેસ્ટીનીજ મને કહે હું શું કરું??
જીવનનો અગત્યનો સમય અહીં..ટાઇમપાસની જેમ પસાર કરું છું..પેટ ભરું છું..શરીરની બધી
જરૂરિયાતો..મનફાવે એમ પુરી કરું છું..બે દિવસથી મનમાં વિચાર બદલાઈ રહયા છે.કે કોઈવાર.. તું નિકળ હું શાંતિ થી નીકળીશ ઓફિસ જવા..જ્યાં ત્યા 8 કલાકજ ભરવાના છે..ભરી દઈશ..મોડું થાય તો.. મને ગમે છે.”.
સાવી સારાનેસાંભળી વિચારમાં પડી..પણ વિચાર અટકાવી બોલી “ હું નીકળું સારા મારે બસનો સમય થઇ ગયો આગળ ટ્રેઇનનો સમય પણ સાચવવાનો છે..મારે યુનિ ..પણ જવાનું છે..પછી વાત કરીએ..ચલ બાય.”.
એમ કહી સાવી ઘર બંધ કરી બસસ્ટોપ જવા નીકળી ગઈ..પણ સાવીના મનમાં પાછું મુંબઈ યાદ આવ્યું યાદો ઉભરાઈ આવી..પાપા ..આઈ.. ..સોહમ ...કેમ?..વિચારોમાંજ એ ઘરથી નીકળી ગઈ..સારા પણ ઉભી થઇ વિચારો ખંખેરી પરવારવાનું શરૂ કર્યું પણ સાથે એના મનમાં વિચારોજ ચાલુ હતા.. એને થયું ધનુષની મદદ લેવી જોઈએ ? મારા ઘર માટે? આઈને મેળવવો જોઈએ ? એની સાથે આઈ માટે કશું કઈ મોકલું અહીંથી પહેલીવાર ? આઈ ખુશ થશે? એતો મહિનામાં એકવાર ફોન કરી ફરજ પુરી કરી લે છે બાકી એના નશામાં જીવે છે અને પેલા માહત્રેનાં સાથમાં...
બસ આવી.. સાવી ઓપેલ કાર્ડ સ્કેન કરી બેસી ગઈ..બારી પાસેની સલામત સીટ લીધી..બેઠી એવી એને વિચારો આવવા લાગ્યા.. સારા….ધનુષ..સોહમ.. એક પછી એક ચહેરા એની આંખ સામેઆવવા લાગ્યા.. ધનુષ.ભૈરવી.સારા બધાનો જેવો પરિચય હતો એ રીતે ઓળખતી હતી..માત્ર સોહમ સમજાતો નહોતો..એની મુલાકાતો..સંવાદ..એની તરફનું અકારણ ખેંચાણ આકર્ષણ વ્યથિત કરતું હતું. એ છોકરો એને સમજાતો નહોતો..એની વર્ષગાંઠ પર સોહ્મમનું મળવું..એજ ગીત જે મુંબઈ કોલેજમાં સાંભળેલું..એજ ગીત? એજ અવસર?
એનું વારંવાર મળવું..ટ્રેઈનમાં દેવદાસની જેમ દર્દ ભર્યા ઉદાસ એના ગીત ગાવા..આટલી મોડી રાત્રે..કશુંજ એનું સમજાતું નથી..આ છોકરો કોયડો બની ગયો છે..અહીં મને બધા પાત્રો એવાજ મળ્યા..એવા લોકો પરિચયમાં આવ્યા જે સમજાતા નથી..એમના જીવનમાં કેટલા પ્રશ્નો છે..અને બધાને હું મળી.. બધું જાણું છું ડાયરેક્ટ ઈન્ડાયરેક્ટ મને સાક્ષી બનાવે છે.. સારા.. એક સારી છોકરી..પોતાની જાતનેજ કુહાડો મારે.. ધનુષ સંઘર્ષ કરવા..પોતાને અહીં સ્થિર કરવા બધા ઉપાય કરે સારા ખોટા.. એને ખુબ સુંદર છોકરી પ્રિયતમા તરીકે મળી જાય..ભૈરવી…
મને કોઈનું કશું સ્પર્શતું નથી..અહીં ભણવા આવી છું..મારા પાપા પૈસા ખર્ચી મોકલી છે મારે સમયસર
ટાર્ગેટ પુરા કરવા છે પાપાને મદદ કરવી છે..હું એવી તૈયાર થાઉં કે પાપાને મારા માટે પ્રાઉડ થાય.. સારા.. એની જિંદગી છે એ જાણે...એ... નાની નથી..એની આઈ પૈસા મોકલે..આ અહીં ઐયાશી કરે છે. એને જીવનમાં કોઈ ગોલજ નથી...એ પોતાની જાત માટે પોરસાય છે પણ..એણે શું એચિવ કર્યું? બધુંજ બરબાદ કર્યું છે..પણ…હવે શું કરશે? ક્યાં સુધી તનનાં જોરે જીતશે? થોડા વર્ષમાં જુવાની આથમવા માંડશે ત્યારે? કોઈ ચૂંથવા પણ નહીં આવે..સાવીએ પોતાના મનને વાર્યું.રોક્યું..કેવા વિચારો કરે તું?
તું તારું જોને.. તારું ભણ ..તારી જાત સાચવ ઘણું
છે..પેલો સોહમ જ્યારથી તારો પડછાયો થયો છે તું ડિસ્ટર્બ થઇ છો..એ સામે આવે ત્યારે મને શું થઇ જાય છે? મને શરીરમાં પરસેવો પરસેવો થાય છે ના સમજાય એવી લાગણી થઇ આવે છે..એ નજર સામેજ રહે..ક્યાંય ખસે નહીં એવી ઈચ્છા કેમ થાય છે?...એને છોડ… તારું ભણવું અને કેરિયર પર ધ્યાન આપ..એમાં ટ્રેઈનમાં એને ઉતરવાના સ્ટેશનની જાહેરાત થઇ..એ ચમકી ઉભી થઇ ગઈ..બસમાંથી ઉતરી ટ્રેઈનમાં બેસી ..હવે ઉતરવાનું આવ્યું ત્યાં સુધી સળંગ વિચારોમાં રહી ??
સ્ટેશન આવતા.કાચના દરવાજા ખુલ્યા..એ બધું ભૂલી બહાર નીકળી..આગળ ફરી કાર્ડ સ્કેન કરી એ
ગેટની ભાર નીકળી હવે ચાલતા ચાલતા ઓફિસ પહોંચવાનું હતું.સામેજ દરિયો ધૂંધવાતો હતો…એણે એનું બિલ્ડીંગ જોયું..પગની ઝડપ વધારી..ત્યાં રિંગ આવી..એને મોબાઈલ જોયો..સ્ક્રીન કોરો..થોડીવાર રિંગ આવી પછી રિંગ બંધ થઇ ગઈ હતી.. રીંગનાં
રિસ્પોન્સમાં એ ફોન ઉપાડવા પ્રયત્ન કરે તો પણ સ્ક્રીન કોરો થાય રિંગ બંધ થાય. એને આશ્ચર્ય થયું..પણ ઇગ્નોર કરી આગળ વધી. એનું બિલ્ડીંગ સાવ નજીક આવ્યું…એ લિફ્ટ પાસે પહોંચી..ત્યાં રિંગ આવી રિંગ વાગે પણ મોબાઈલ સ્ક્રીન પર કશું નામ કે કશું લખેલું આવે નહીં એણે ફોનનો રીપ્લાય આપવા બટન દબાવ્યું તો ફોન બંધ..એને સમજ ના પડી આ શું થાય છે? લિફ્ટ આવી ગઈ એ અંદર પ્રવેશી ગઈ..34 નંબર દબાવ્યો એ ફ્લોર પર એની ઓફિસ..એની કાચની લિફ્ટ સડસડાટ ઉપર જઈ રહી હતી..ત્યાં એની નજર દરિયા તરફ પડી..કોઈ જાણીતો માનવ ઓળો જોયો..આ તો સોહમ..ચોક્કસ સોહમજ છે પણ અહીં શું કરે છે? યુનિ ..નથી જતો..? એને જોબ
નથી હોતી ? એ કરે છે શું? આમ રખડ્યાજ કરે છે? એને પૈસા ક્યાંથી મળે છે? એને સારાની જેમ ઈન્ડિયાથી પૈસા આવતા હશે? એટલો પૈસાવાળો છે?..હશે જે હશે એ..છોડ બધાને જે કરવું કરે..એનો 34 મોં ફ્લોર આવ્યો.. વિચારો સાથે ઉતરી ગઈ..
વધુઆવતા અંકે પ્રકરણ-41 અનોખી સફર..