AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 41 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -41

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -41

અનોખી સફર
પ્રકરણ-41

પશ્ચિમ ઘાટ તરીકે પણ..ઓળખાતા સહ્યાદ્રી પર્વતમાળા.. કેટલી સુંદર..શોભાયમાન..લીલોતરીની
બિછાત..અનેક ડુંગર.ઊંચા પર્વત..એક સળંગ હારમાળા જાણે હીરા મોતી રૂપ ડુંગરા પર્વતની માળા
અનેક..લાખો કરોડો વૃક્ષો ,છોડ,વેલા.. પથરાયેલા.. અનેક જળસ્રોત, ધોધ , ઝરણાં, નદી, તળાવ.. સરોવરની રચના કરતા પર્વતીય પ્રદેશ..જે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા ,કર્ણા ટક, કેરળ, તામિલનાડુ સુધી એનો છેડો અડે ....પોતાની આગવી પર્વતમાળા આ બધા રાજ્યોને સાથમાં સાંકળે છે..ઊંચામાં ઊંચી પર્વતની ઊંચાઈ અનામુડી એરાવીકુલમ નેશનલ પાર્ક કેરળ.માં છે..આટલી વિશાળ લાંબી પર્વતમાળા ગુજરાત.. વલસાડથી શરૂથઈ છેક કેરળ સુધી..આ એક પવિત્ર કુદરતનો અદભુત નજારો..કરિશ્મા છે..એમાં સમાવિષ્ટ અનેક ડુંગર..જગંલ...એમાં
રહેતા લાખો કરોડો જીવ..પક્ષીઓ પ્રાણીઓ..શરીષૃપ ..અનેક સર્પ..નાગ..વીંછી તથા જીવલેણ જીવાત..મીઠી ભાષા..મીઠો અવાજ કરનાર પક્ષીઓ.. મોર,પોપટ, કોયલ, ફ્લ્યુટ બર્ડ, સરોવરોમાંહંસ, બગલા, જળચર પ્રાણીઓ.. ખૂંખાર પ્રાણીઓ..બધાનો રહેવાસ..સમાવેશ..એમાંય..ફૂલ..પુષ્પની આલ્હાદ્ક રંગબેરંગી સુવાસિત દુનિયા અનેરા રંગ ભરે.અરે કેવા કેવા પૌરાણિક પવિત્ર સ્થાન જેવાકે જાનકી વન..પમ્પા સરોવર..શબરી ધામ જ્યાં સીતા રામ લક્ષ્મણજી હનુમાનજી વગેરેના પાવન પગલાં થયા હોય..માઁ મનસા જરત્કારુસાક્ષાત નિવાસ કરતા હોય. કેવા કેવા મંદિર છે અનેક પૌરાણિક વાતો દંતકથાઓનો ઇતિહાસ ધરબાયેલો છે. ફરવા જવા માટેના અનેક સ્થળો સાપુતારા ગીરા.. ધોધ ..ડોન..વિલ્સન હિલ આ ઉપરાંત અહીંના આદિવાસી દુબળા લોકો જૂની વૈદકીય પદ્ધતિ ઓથી ઈલાજ કરનાર વનૌષધિઓ જાણકાર ભગત લોકો..અહીંની કેવી સરસ સંસ્કૃતિ અહીંની ચિત્રકામ પદ્ધતિ વરલી આર્ટ રંગોળી..દિવાળીના દિવસોમાં એમનું સાંસ્કૃતિક કોર્સ ડાન્સ ઘેરૈયા ..એમની મીઠી બોલી.. આખો વિસ્તાર પરશુરામ ભૂમીથી વિખ્યાત પાવન પવિત્ર સ્વર્ગીય ભૂમિ જ્યાં ઝરણાં બારે માસ પાણીથી ભરપૂર નદીઓ તળાવ ધૂંધવાતો વિશાલ સાગર..અંબા ચીકુની વાડીઓ લહેરાતી હોય..કુદરતના આશીર્વાદ લેતી ભૂમિ પંચતત્વની શક્તિ સાક્ષાત ધરાવતો પ્રદેશ...
ડુંગરા પર વહેતો ઠંડો..શીતળ પવિત્ર પવન શબ્દ..અને સ્પર્શનો અનોખો અનુભવ કરતો..વૃક્ષોની ડાળીઓ પર્ણને ઝુલાવતો..કંઈક કહેતો..વહે જાય..એમાંય વહેલી સવારે..કુમળાં મીઠા તડકામાં તનને સ્પર્શતો
તેજ લિસોટો મનમાં સરસ વિચારો સ્ફુરાવતો.. પંચતત્વથી જીવનનો સાક્ષાત્કાર કરાવતો..જીવ જીવી
રહ્યો..કુદરત..ઈશ્વર છે એનો ત્રાદશય અનુભવ કરાવતો..ત્યારે હસતા ખેલતાં હાથમાં હાથ પરોવી..ગઈ પળ.. ભૂતકાળ.. ભૂલી સોહમ..વિશ્વા ડુંગરાની સાંકડી કેડીઓમાં ચાલી રહેલા.. અહીં આવતાં જગ ભૂલતા..એકમેકમાં પરોવાઈ જતા.. કુદરતનો કરિશ્મા..એની સુંદરતા નિહાળતા.માણતાં..
વિશ્વાએ મીઠાં લહેકા સાથે કીધું“ સોહુ…આપણે બાઈક સારું થયું નીચે મૂકી દીધી..પગપાળા ચઢીને ઉપર આવ્યા..આ ધરતી પર પગલાંપાડી ચાલવાની મજા અનેરી છે..વળી તારા સાથમાં પગલામાં પગલાં મારા પારોવું મને એટલું ગમે છે એમાં પણ હું જાણે તારામાં પરોવાઈ ગઈ એવો એહસાસ થાય છે..આ જગ્યા..અહીં મને ખુબ ગમેછે..કોઈ પ્રદુષણ નહીં.. હવાનું..અવાજનું..ખોટા વિચારોનું..ખોટા કર્મનું કોઈજ પ્રદુષણ નથી..અહીં આવીને એટલેજ ખીલી ઉઠાય છે..બસ અહીં આવીને..” સોહમે.. ત્યાંથીજ વાત પકડતા કહ્યું“ સાચીવાત..અહીં કોઈ એવી શક્તિ છે..ધરતીમાં એવા ધબકાર છે કે બસ પ્રેમ..પ્રેમ..જ સ્ફુરે છે..પંચતત્વની આ દુનિયામાં મને વિશ્વા..બધી શક્તિઓ..પ્રેમથી સ્પર્શે છે તને પ્રેમ કરવા..પ્રેમભર્યા બોલ બોલવા..પ્રેમ લિપિ સમજાવે છે ..અહીં. પૃથ્વીની..ઇચ્છાશક્તિ ..જળની જ્ઞાનશક્તિ ..અગ્નિની ક્રિયાશક્તિ ..હવાની ગતિશક્તિ ..અને ઈશ્વરની ..આભ આકાશની વિરાટ શક્તિ ..ઈશ્વર સાક્ષાત છે એવું અભિભૂત કરાવે છે એમનો સાક્ષી ભાવ અને આશીર્વાદ સદાય અનુભવું છું..જેથી મને કોઈ ડર ગભરાટ નથી હોતો..એમને સમર્પિત થઈને.તનેજ સમર્પિત થઇ જાઉં છું..ત્યારે મારા મનમાંના બીજા વિચાર..વ્યક્તિ કે કોઈ બીજું લક્ષ્ય હોય છે બસ તનેજ સમર્પિત..કુદરતથી સંરક્ષિત…હું સાવ બેપરવાહ બનું છું પછી..તને પ્રેમ કરવા પરવશ બનું છું.. પરવશતા..પ્રબળતામાં પરિણમે અને પરિણય
પરાકાષ્ઠા આંબે ત્યારે સ્વર્ગીય સુખ મળે..
વિશ્વા કહે“ સોહુ પરવશ ? એતો નિસહાય શબ્દ છે..પરવશ નહીં પ્રબળતા છે પ્રેમની..” સોહમે કહ્યું..”
પ્રબળતા પ્રેમમાં કાયમજ હોય છે એજ પ્રબળતાથીજ પરાકાષ્ઠા અનુભવાય છે પણ મેં સમજીને પરવશ શબ્દ
લીધો..ખબર છે..તન મનની નિસહાય સ્થિતિ હોય જ્યારે કશું ના સ્ફુરે..ત્યારે તન મન વિચાર બધું તમને પ્રેમ કરવા પ્રેરે બીજું કશું ના સ્ફુરે..ત્યારે પરવશ બનવું આશીર્વાદ જેવું લાગે તમારી પાસે કોઈ પર્યાયજ ના રહે બસ પ્રેમ જ પ્રેમ કરો.. વિશ્વા તે હમણાં કીધું ને કે આપણે બાઈક નીચે મૂકી પગપાળા આ કેડીએથી ચાલતા આવ્યા..એમાં વધુ આનંદ કેમ આવે ખબર છે? એ આપણો પ્રેમનો પમરાટ..તરવરાટ આપણા પગરવ સાંભળી અનુભવીને આ ધરતી..વૃક્ષો,,ફૂલ ફળ..ડાળીઓ ઝૂમી ઉઠે છે..આ શીતળ પવન પણ પ્રકાશ સાથે રાગ ગાન મિલાવી ગીત ગાય છે..આ ઠંડા જળના મીઠા ઝરણાં રુમઝુમ રુમઝુમ નાચતાં ગતિ કરે છે આપણને વધાવે છે..એલોકો સાથે આપણો અનોખો એક સબંધ બંધાઈ ગયો છે એમની સાથેની આપણી પ્રેમભરી નિર્દોષ અનોખી સફર છે..વિશ્વા..”
વિશ્વા..સોહમની અવિરત..મીઠી અસ્ખલિત વાણી સાંભળી રહી હતી..એના ચહેરાને બોલતા બોલતા
પ્રફ્ફુલલિત થતો અનિમિષ નયને જોઈ રહી હતી..એનાં શબ્દો..સોહમના આ લાગણી સંવેદના ભર્યા શબ્દો એનાં હૈયે ઉતરતા હતા એને ચાહવાનો ગુરુર પોષી રહી હતી..બોલી “ સોહુ મારાં નાથ..હું તનેવારી ગઈ છું ..હવે વરી પણ જઈશ..મનથી તો વરી ચુકી જ છું..તુજ મારો વર..મારો માણીગર..આ તન..મન..જીવ..આત્મા..ઓરા બધુંજ તને સમર્પિત.. ચાલતા ચાલતા આ શ્વાશની લય તારામાં જોડાઈ ગઈ છે બધુંજ સમર્પણ મારાં પ્રેમદેવને..મેં કૃષ્ણ જોયા નથી માત્ર મૂર્તિ જોઈ ભાગવત સાંભળ્યા એમની વાતો સાંભળી..એ ઈશ્વર છે..એ પરમાત્મા છે..મેં
જોયા નથી..અદ્રશ્ય છે..પણ મારો કૃષ્ણ..મારો નારાયણ..મારો ઈશ..તુંજ છે તને જોઉં છું સ્પર્શું છું અમાપ પ્રેમ કરું છું આ પંચતત્વની શ્રુષ્ટિ એમના અંગો તત્વ એમની શક્તિ બધાજ સાક્ષી બનાવી તનેજ
ચાહ્યો..સ્વીકાર્યો ..આજથી સર્વ જગત પરાયું..માત્ર ને માત્ર તુંજ મારો સોહુ.. આમ બોલતાંબોલતાં વિશ્વા સંવેદનશીલ થઇ..સોહમનો હાથ પકડી ઉભી રહી ગઈ..એને વળગી ગઈ..એનાં પગ પાસે બેસી પડી.. એની આંખો પ્રેમાવેશમાં ઉભરાઈ ગઈ.. એણે એનાં આંસુઓથી પગ પ્રક્ષાલી નાખ્યા..હું કોણ છું કેમ છું મારો ભૂતકાળ શું છે તું કોણ એ બધુંજ ભૂલી..હું તનેજ મારો કરું છું આજ ક્ષણથી મારો વર્તમાન..ભવિ ષ્ય..બધુંજ તુજ છે તારાથીજ હવે જીવન છે તારાથીજ જીવીશ.. આ તનનાં એક એક શ્વાશ માત્રને
માત્ર તારા માટેજ લઈશ..આ વિ શ્વાનો આત્માનું વચન છેઆ ખોળિ યુંમાત્ર તારું છે બધુજ સમર્પિત કરી હું સાવ નિશ્ચિંત થઇ ગઈ..બધી દોર તારે હાથ મારા સોહુ..મારા સોહમ..એમ કહેતાં કહેતાં આંસુ સારતી ઢળી પડી.. સોહમે એને ખુબ કાળજીથી પ્રેમથી ઝીલી લીધી એને ગળે વળગાવી ભરેલી આંખે બોલ્યો…વિશ્વા..આ આપનો પ્રેમ આપણે પંચતત્વ સ્વરૂપ માઁબાબાને..આપણું શરીર પ્રેમયોની વેદી આપનો પ્રેમાત્મા સંયુક્ત રીતે અર્ધ્ય એજ અગ્નિ વીર્ય અને સાચા પ્રેમ વિશ્વાશનો પ્રજ્વલિત હવનયજ્ઞ..એનાથી એમના સંપૂર્ણ  ફળદાયી સંપૂર્ણ પરિણામલક્ષી આશીર્વાદ..એમ કહી વિશ્વના હોઠ પર હોઠ મૂકી ભીનું મીઠું ચુંબન લઇ લીધું..પછી બોલ્યો “ વિશુ
આ પ્રસાદી..” બન્ને એકમેકને પ્રેમ કરી આનંદથી હસ્યાં અને આગળ વધ્યા..

વધુઆવતેઅંકેપ્રકરણ-42 અનોખી સફર..