અનોખી સફર
પ્રકરણ-43
બન્ને પ્રેમી જીવ સોહમ વિશ્વા.. ડુંગર પર આવી પ્રથમ પંચતત્વ શક્તિ સ્વરૂપ અર્ધનારીશ્વર સ્વરૂપ
માઁબાબાના દર્શન કર્યા પછી એકમેકના સહવાસમાં પ્રેમક્રીડામાં પડ્યા..પ્રેમનો ઉમંગ આવેશ હતો પણ ક્યાંય વાસના હવસનું નામ માત્ર નહોતું.બન્ને એક મર્યાદાની લક્ષ્મણ રેખાને માંન આપી ઓળંગતાજ નહોતા..પ્રેમના પરિચયમાં આવ્યા પછી પણ તનનાં આલિંગનમાં કે બે હોઠના રસભર્યા મિલનમાં નિર્દોષ પ્રેમ એની અભિવ્યક્તિજ હતી.એનાથી બન્ને જીવ સંતૃપ્ત અને ખુશ હતાં.એમને શરીરની ભૂખ સંતોષવાની કોઈ જલ્દી કે ઉતાવળ નહોતી જયારે જે સમય ઉન્માદ વાસના સંતોષવા લખાયો હશે એ હશે,,હમણાં એ લોકો શબ્દ સ્પર્શ એહસાસથી પ્રેમ કરી રહેલા એક દિલના ઊંડાણથી પ્રેમ કરી બેઉ વચ્ચે એક સમજણ કેળવાઈ હતી એનાથી ખુબ ખુશ પણ હતા..કોઈ ફરિયાદ કે ગેરસમજ નહોતી.. બન્ને એકબીજા સાથે સંપૂર્ણ સ્પષ્ટ અને વફાદાર હતા. વિશ્વા સોહામની મીઠી આકર્ષક દિલને સ્પર્શતી પ્રેમલિપિ અને પ્રેમાલાપમાં એટલી ઓતપ્રોત થઇ ગયેલી કે એની તીવ્ર અસરમાં સમર્પિત ભાવમાંજ મૂર્છિત થઇ ગઈ હતી જાણે..
વિશ્વા..સોહમને પ્રેમમાં સમર્પણ કરી..સમર્પિત થતાં ભાવમાં… બોલતાં બોલતાં ભાવાવેશમાં પ્રેમ મૂર્છા માં ઢળી પડી..સોહમે એને પોતાની બાહોમાં ઝીલી લીધી..બોલ્યો “ વિશ્વા..મારાં.. જીવ તારું આ સમર્પણ
મારા.. તારા પ્રત્યેનાં સમર્પણમાં ભળી ગયું.. તારું આમ પ્રેમના ભાવાવેશમાં મૂર્છિત થવું મારા ભાગ્યમાં તારું અંકિત થઇ જવું છે એમાં કોઈ શંકા નથી.. અત્યારે હું જાણે પ્રેમમાં પાવન થઇ ગયો..એય વિશ્વા..મારી પ્રિયતમા..એય..મારી અપ્સરા..તું મારી બાહોમાંજ છે..તું જાગૃત થઇ મને જો તારો સોહમ તને આંખોમાં છલોછલ ભરીને ઉભો છે એય વિશ્વા..એમ બોલતાં બોલતાં એણે એનાં ભીના ગુલાબી હોઠ વિશ્વાનાં હોઠ પર મૂકી ખુબ પ્રેમથી ચુમ્યા..વિશુ..મારી વિશુ..”
વિશ્વાએ ધીમેથી આંખો ખોલી ભીની આંખે સોહમને પ્રેમથી નીરખી રહી..શ્વાશમાં શ્વાશ પરોવી એને
વળગી ગઈ..બોલી “ મારાં સોહુ..બસ મને તુંજ જોઈએ..તુંજ..હું તનેજ વરી ચુકી છું..મને તારા સહવાસ એહસાસ વિના કોઈ કશાની દરકાર નથી.. લવ યુ સોહુ..” સોહમે કહ્યું“ વિશ્વા..તું આમ મારી બાહોમાં છે સંપૂર્ણ સુરક્ષિત છે એકમેકમાં પરોવાયેલાં ઈશ્વરને સમર્પિત છીએ..એમનાં સુરક્ષિત રક્ષા સંપુટમાં છીએ.. મારી વ્હાલી વિશ્વા ..આ ધરતી.. આભ.. તેજ..જળ..આ વહેતો પવન સાક્ષી બની ચુક્યો છે..સપ્તપદીમાં અગ્નિ સાક્ષી બને..અહીં તો પાંચેતત્વો સાક્ષી છે..તને ખબર છે? અંધારું હોય કે પૂર્ણિમા નું અજવાળું હું તને ચુમતો.. ચાહતો હોઈશ..તારી
આ ખોળિયાની બનેલી મૂર્તિને પુજતો રહીશ.. એને શણગારતો રહીશ.. તારું તન સહેલાવતો તને આનંદ આપતો રહીશ..તને એક પળ વિખુટી નહીં મુકું વિશ્વા..તારાં પગરવને પણ મારા પગલાં પકડી લેશે..એક એક તારા હૃદયના ધબકાર મને સંભળાશે.. કાળજે પડેલા પ્રેમના શબ્દોના ઓવારણાં લઈને તને કાઇને કઈ પ્રેમ સંવાદ કરતો રહીશ..”
વિશ્વાએ કહ્યું“ સોહમ..આ શબ્દોની શ્રુષ્ટિનો ભંડોળ પણ તને પ્રેમ શબ્દો બોલવા ઓછો પડે છે..પણ હું
તને એક અટલ વચન આપું છું જે જીવન ભોગે હું પાળીશ..આ ધરતી સાક્ષી..ધરતી માં.. જેવું કોઈ પવિત્ર પરગજુ કોઈ નથી એમનાં સોગંદ દઈને કહું છું..મારા સોહુ..હું સદાય ફક્ત તારી રહીશ..આ તન મન વિચાર પાત્રતા ઓરા ચરિત્રથી સંપૂર્ણ વફાદાર રહીશ.. મારું દિલ માત્ર તારુંજ રટણ રટશે..કોઈ એવા અવળા સંજોગો સર્જાયા..કોઈ રાવણ સામે આવ્યો.. કોઈ દુશાશનનો સામનો થયો..કે પિશાચ ભટકાયો.. હું સંઘર્ષ કરી પવિત્રજ રહીશ..જો ક્યાંય પરવશ થઇ તો આ ખોળિયું છોડી બીજા જગતમાં તારી રાહ જોઇશ એ નક્કી..મારો બીજો જન્મ પણ નહીં હોય..હું પ્રેત યોનીમાં ભલે ભટકું પણ.. જન્મ લઇ બીજા કોઈની કદી નહીં થાઉં..આ મારુ અફર વચન છે..”
સોહમે હસીને પ્રેમથી સ્પર્શ કરતા કહ્યું“ વિશ્વા..મારા માટેતો આ જન્મ હોય કે બીજા સાત જન્મ બસ
તનેજ ન્યોછાવર હવે આ જીવ આત્મા તારા માટેજ લખાઈ ગયો..આ ભવ કે બીજો ભવ બસ તુજ મારી
પ્રિયતમા..મારાં આ જીવનમાં માત્ર તુંજ છે..આ જે કઈ બોલું છું એ શબ્દો.. આ શબ્દધ્વનિ બ્રહ્માંડમાં સચવાયા કરશે સ્થાપિત થઇ જશે..આ વનસ્પતિ ..તેજ..આ વહેતી હસતી હવા.. નદી ઝરણાં આભ બધા સાક્ષી બનાવું છું ભવ શું કોઈપણ યોની દુનિયા મને તારાથી જુદો નહીં કરે.. હું માત્ર ને માત્ર તનેજ તરસતો હોઈશ..હું કોઈ વચન કે બોલ નથી આપતો એવા કોઈ મથાળા નહીં મારું જે ક્યારેક લખાય ક્યારેક ભૂંસાય.. બસ અટલ નિર્ણય આ જીવ આત્માનો હું તારાથી બંધાયો.. કદી નહીં છૂટું..તારી પાછળ પાછળ પછી આ દુનિયા કે બીજી…દુનિયા હું
તારી પાસેજ હોઈશ..તનેજ શોધતો તારી પાસે પહોંચી જઈશ..મને કોઈ ધારાધોરણ કોઈ માન્યતા રીતરિવાજ
કોઈ વટ વ્યવહાર સામાજિક નીતિ નિયમ પૈસો મોટાઈ ઈજ્જત આબરૂના નામે નહીં રોકી શકેના નિર્ણય
બદલાવી શકે..કોઈ બીજો સબંધ આપણા સંબંધની વચ્ચેઆવી શકે..આપનો સબંધ આજે બંધાશે..વળ ચઢશે
એકરૂપ થઇ જશેપછી જુદું જુદું સ્વરૂપજ નહીં રહે..જે મારું એ તારુંજ.. તારું એજ મારું..સમજ કે.. એમ ડાંગ મારે જળ જુદું નહીં થાય વિશ્વા..એવો તારો સોહમ વિશ્વાશ આપે છે.શબ્દો સ્વર મારી લાગણીઓને પરોવી સ્વરૂપ આપે પ્રેમનો એહસાસ કરાવે..હું તને જે અગાધ અમાપ પ્રેમ તને સમર્પિત કરીશ કરતો રહીશ..”
વિશ્વા..સોહમની આંખોમાં આંખ પરોવી પ્રેમની સંતૃપ્તિના ભાવથી આંખોથી વિશ્વાશનું અમૃત વરસાવી અમી નજરે સતત નિહાળી રહી હતી..સોહમના પ્રેમભર્યા શબ્દોથી વિશ્વાનો આત્મા સંતોષનો ધરાવો લઇ રહેલો..વિશ્વાએ કહ્યું“ સોહમ..આ વચન..આ નિશ્ચિંતતા આપતા શબ્દો આ કુદરતનું સાક્ષી થવું એકમેકમાં આ રીતે વિશ્વાશ ..ભરોસો રોપવો..જરૂરી છે પણ..સાથેસાથે આ તનમાં દોડતું લોહી..એક એક નસ ..કોષ.. મારું રોમ
રોમ તારા આ પ્રેમથી પુલકિત છે સંતુષ્ટ છે..મને કોઈ શંકા નથી મારા સોહુ..આથી વધુ કદાચ ઈશ્વર પણ ભરોસો નહીં આપતો હોય.મારુ મન જે સ્વીકારે એ તનમાં પરોવી સમર્પિત થાઉં..હું કુદરતનો કેટલો આભાર માનું .. મને કેટલા મોટા આશીર્વાદ મળ્યા છે..સોહુ એ વિરાટ શક્તિ ગગનમાં રહી આપણને પ્રેમ થકી પુષ્પવર્ષા કરી રહ્યા છે સોહુ… શબ્દ એમના છે આપણે બોલીએ છીએ..તું કહે છે એમ એ ગગનમાં શોભતા ચંદ્ર સંવેદના આપે..માં ઇચ્છાશક્તિ પ્રગટાવે..આપણા પ્રેમમાં ઇંધણ આપે વિશ્વાશનું..શ્રદ્ધા વધારે કાર્યશક્તિ કેવી આપે..આપી છે અને
આ આપણી ગુરુમાં ગતિશક્તિ આપે..બસ આ બધું ભેગું થઇ સંપૂર્ણ ફળદાયી પરિણામ લક્ષી આશીર્વાદ મળે મળશેજ..”
સોહમે હળવેથી વિશ્વાને એક શીલા પથ્થર પર બેસાડી.. ચૂમી અને એનાથી દૂર જઈ છોડ પરથી રંગબેરંગી પુષ્પનો ગુચ્છ લઇ આવ્યો..વિશ્વાને ફરી ચૂમી એનાં લાંબા કાળા ભરાવદાર વાળનાં ચોટલામાં ભરાવ્યા..અને એને નીરખી રહ્યો..વિશ્વા આ તારા તેજ પુંજ જેવાં ચહેરા પર પુષ્પ કેવા શોભી ઉઠ્યા છે.. તારાં આ સુંદર મુખકમળને લીધે એ શોભી ઉઠ્યા.. હું તને ગજરો લાવી પહેરાવીશ મને ખુબ ગમે છે..મારી વિશ્વા..કુદરતે લક્ષ્મી નારાયણ જેવું..ઉમાશિવ જેવું આપણું ખુબસુરત જોડું અર્ધનારીશ્વર જેવું બનાવ્યું..એમ કહી એને ચુસ્ત વળગી ગયો.. પ્રેમભીનાં વાહલ વરસાવતાં બન્ને જીવને પ્રેમથી શોભતા.. ઝળહળતાં કુદરત પણ જોતી રહી..
વધુઆવતા અંકે પ્રકરણ-44 અનોખી સફર..