Quotes by Kamlesh in Bitesapp read free

Kamlesh

Kamlesh

@ckkumar123


...#...ઇશ્વરની કઠપૂતળી ...#...

સર્વ માતૃભારતી પરીવારને - જય ભોળાનાથ🙏
કેમ છો બધાં?
સુખમાં તો છો ને???

ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોઇયે છિયે કે આપણે ઇશ્વરની કઠપૂતળી છિયે. એ જેમ નચાવે એમ નાચવાનું!!!
ખરેખર?
સાવ આવી ઓછી માનસિકતા?
એય તે ઇશ્વરની પ્રતિકૃતિ એવા મનુષ્ય મનની?

હદ કહેવાય હો આ તો.
શું ખરેખર ઇશ્વર આપણને એના ઇશારે નચાવે છે? કે પછી આપણે જ સંસારના માયાજાળમાં લિપ્ત થઇ આપણા કર્મો થકી આજીવન ભટકી નથી રહ્યા?
કહે છે ને કે "ધાર્યું ધણીનું થાય"
સહમત ચાલો...
પણ અહિંયા એક સત્ય એ કેમ વિસરાય છે કે "ધણી પણ ધાર્યો જ થાય".
ધણી એટલે સ્વામી જ ને?
ઇશ્વરને ધણી બનાવી એના કહ્યા પ્રમાણે ચાલો તો કેમ બધું શુભ અને તમારા પક્ષમાં ન થાય?
પણ આપણે તો રહ્યા બુદ્ધિશાળી મનેખ, એમ થોડું કંઈ કોઇના કહ્યે કરવાનું હોય,ઇશ્વર હોય તો એના ઘરનો... કરવાનું તો પોતાના મનનું ધાર્યું જ. અને પછી પછડાટ ખાય ત્યારે દોષી ઇશ્વર...
વાહ રે માનવ તારી મહાનતા...

રહી વાત કઠપૂતળીની તો,
એ ઇશ્વર ભક્ત નરસૈયાના વટકલાં કરવા વૈકુંઠ છોડી ખડે પગે ભાગતો,
મીરાંબાઇના ઝેર જીરવી બતાવતો,
ક્યાંક ધગધગતા સ્તંભ ચીરી વહારે વિફરાતો,
તો ક્યાંક ધના ભગતના ધાન ભરી લાવતો,
ક્યાંક યાજ્ઞસેનીના ચીર પૂરી જાતો,
તો ક્યાંક માળી બની જાતો,
અરે એ તો દાસોનોય દાસ બની જાતો.

તો આમાં કઠપૂતળી કોણ જણાય છે, ઇસમ કે ઇશ્વર?

આપણો ઇષ્ટ આપણું માવતર છે અને આપણે એની સંતાન છિયે.
અને કોઇ માવતર એની સંતાનને કઠપૂતળી બનાવે ખરાં?
જેમ આપણું સંતાન આપણી ચિંધેલી સત્‌ની રાહ પર ન ચાલતા અવળું થાય અને આપણે એના પ્રત્યે કઠોર બનીએ છિયે, ઠીક એવી જ રીતે ક્યાંક આપણે પણ મોહ,માયા,મૃગતૃષ્ણા,અહ્‌મ,લોભ,દ્વેષ, ઇર્ષા અને દંભના આવરણમાં આવીને આપણા ઇષ્ટની બતાવેલ રાહ મૂકીને અવળી રાહે ચઢીને એના કોપને પાત્ર નથી બની રહ્યા?

વિચાર કરજો...

કઠપૂત નહીં, ઇશપૂત બની જશો...

હર હર મહાદેવ સૌને જય ભોળાનાથ...

Read More

મોતી બની પરોવાઇ જાઉં એના હૈયાના હારમાં,
સ્વાતિના મેહબૂંદ સમ, લિપ્સાઓના વાદળને એમ ક્યાં છોડાય છે...
કોઇ ફરક નથી પડતો કહી, ફરતો જીવ ડંફાસી, આવરણ એકલતાના એમ ક્યાં ખંખેરાય છે...
હૈયું ઝંખે દિદાર કરવા, આંખોમાં ભરવા,
મારગ એ મિતના એમ સરળ ક્યાં જાય છે...
નખશિખ પ્રિતમાં ઝૂરતા બે અર્ધ હ્રદય,
સમાજની સૂળીએ ચઢી રોજ ફાંસો ખાય છે...
પાનખરની પિડને હેતથી જીરવતા એક થઇ,
અનોખીપ્રિતના આયામને અમર કરી જાય છે...

Read More

સૌને દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ 🎉🎊

ધનતેરસની
હાર્દિક શુભકામનાઓ.
ધન્વંતરી સ્વરુપ શ્રી હરિ વિષ્ણુ સહ
આરોગ્યધન સ્વરુપ માઁ લક્ષ્મી
સૌને સ્વસ્થ દિર્ઘાયુ અર્પે એવી
ભોળાનાથને પ્રાર્થના 🙏
હર હર મહાદેવ સૌને

Read More

*આજથી શરૂ થતાં નવલા નવરાત્રીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ*🙏

*નવરાત્રી એટલે માઁ આદ્યશકિતની આરાધનાનું પર્વ, આ પર્વ નિમિતે માઁ નવદુર્ગા સર્વને સુખ,શાંતી,સમૃદ્ધિ,આરોગ્ય અને સુસંપત્તિ આપે તેવી માતા ગૌરીના ચરણોમાં પ્રાર્થના* 🙏🙏🙏

🙏 *જય માતાજી હર હર મહાદેવ*🙏
-

Read More

થઇ ગઈ છે પિડ પર્વત સમી,
હવે પિઘળવી જોઇએ...
હૈયાને હેમાળેથી કોઇ પ્રિતસરિતા
હવે નિકળવી જોઇએ...

સર્વે યોગમાયાઓને
રક્ષાબંધનના પર્વની
હાર્દિક શુભકામનાઓ

ભૂલવા ચાહો છતાંય ભૂલી નહીં શકે,
ભીની એ સાંજનો મંજર તારી આંખો...
કહે તો લખી દઉં ગઝલ અનોખીપ્રિત પર,
જો ફરી ઓઢી ના લે શમણાંઓની ચાદર તારી આંખો...

Read More

# શિવ સ્તુતિ ગુજરાતીમાં...

આશુતોષ શશાંક શેખર
ચંદ્રમૌલી ચિદમ્બરા,
કોટી કોટી પ્રણામ શંભુ
કોટી નમન દિગમ્બરા...

નિર્વિકાર ૐકાર અવિનાશી
તુમ્હી દેવાધિ દેવ,
જગત સર્જક પ્રલય કરતા
શિવમ્‌ સત્યમ્‌ સુંદરા...

નિરંકાર સ્વરુપ કાલેશ્વર
મહા યોગીશ્વરા,
દયાનિધિ દાનિશ્વર જય
જટાધર અભયંકરા...

શૂલપાણિ ત્રિશૂલ ધારી
ઔઘડી વાઘમ્બરી,
જય મહેશ ત્રિલોચનાય
વિશ્વનાથ વિશમ્ભરા...

નાથ નાગેશ્વર હરો હર
પાપ સાપ અભિષાપ તમ,
મહાદેવ મહાન ભોલે
સદા શિવ શિવ શંકરા...

જગત પતિ અનુરક્તિ ભક્તિ
સદૈવ તેરે ચરણ હો,
ક્ષમા હો અપરાધ સબ
જય જયતિ જગદિશ્વરા...

જનમ જીવન જગત કા
સંતાપ તાપ મિટે સભી,
ૐ નમ: શિવાય મન
જપતા રહે પંચાક્ષરા...

આશુતોષ શશાંક શેખર
ચંદ્રમૌલી ચિદમ્બરા,
કોટી કોટી પ્રણામ શંભુ
કોટી નમન દિગમ્બરા... (૩)

જય ભોળાનાથ સૌને
હર હર મહાદેવ હર...

Read More

જય ભોળાનાથ
સર્વે પરિજનોને
🙏🙏🙏