Quotes by Heena Pansuriya in Bitesapp read free

Heena Pansuriya

Heena Pansuriya Matrubharti Verified

@heenapansuriya6923
(93.7k)

ક્યારેક વગર શાહીએ પણ કવિતા લખાય છે,
કાગળ પર નહીં પરંતુ નજર સમક્ષ રચાય છે..

બાળકનાં માથાપર માઁ ની મમતાનો હાથ મુકાય છે,
ત્યારે બંગડીનાં રણકારમાં સ્નેહનું સંગીત સર્જાય છે..

કપરા સમયે ઢાલ બની દરેક ઘા ઝીલી જાય છે,
પરિચયમાં બસ ચાર દિવાલથી રસોડા સુધી રહી જાય છે..

પ્રેમ આપી પ્રેમની આશામાં સ્ત્રીની આખી જિંદગી ખર્ચાય છે,
તેનાં ખડખડાટ હાસ્ય પાછળ એક મૂંગી વેદના સાંભળાય છે..

જવાબદારીનાં પૈડાં તળે પોતાનું અસ્તિત્વ કચડાય છે
કદાચ એટલે જ નારીને નારાયણી કહી પૂજાય છે..


-Heena Pansuriya

Read More

ક્યારેક ખુશી તો ક્યારેક દુઃખનો ભાવ લખાય છે,
મનની વાતો શબ્દોનાં દેહે કાગળ પર ઠલવાય છે..

લાગણીઓને તો જાણે વહેવા રસ્તો મળી જાય છે,
આ કરમાયેલાં હ્રદયમાં શાંતિનો ધબકારો પૂરાઇ જાય છે..

ના કહેલી વાતોને આ શાહી બરાબર સમજી જાય છે,
અને અલંકારોનાં આભૂષણથી કવિતાને સજાવી જાય છે..

- હિના પાનસુરિયા



#વિશ્વ .કવિતા.દિવસ

Read More

'ए जिंदगी' तुझसे बड़ी शिकायतें होती थी,
तुझे बिना समझे तुझसे ख़फ़ा रहती थी..

मालुम तो तब हुआ जब तुझे समझने लगी,
इस सफर की सच्ची शिक्षक ही तुम निकली..

गिरा के सीखा रही हो, रुला के समझा रही हो,
हकीकत से रुबरु कर सही राह दिखा रही हो..

फिर पता चला ये इतनी भगदड क्यु मची है,
इस पाँव को जहाँ ठहरना है वो मंजिल मिल चुकी है..

रास्ता काफी लंबा है पर सफर बड़ा ही सुहाना है,
मंजिल पर पहुचने से पहले मुसाफिर बन जाना है..

'ए जिंदगी' अब तू मुझे बड़ी प्यारी लगती है
थोड़ा-सा इंतजार कर..
अभी तो तेरे, मेरे किस्से की कहानी लिखनी है.... ✒️❤️

Read More

हम तो मोलेक्यूल को stable बना रहे थे,
पर वो हमको ही अनस्टेबल कर गया...

ये H2so4 से रिएक्शन करते करते,
हमारे सुकून को ही जला डाला...

इंग्लिश के depression से लेके
Physical के depression तक का सफर किया...

Colorless मे से गुलाबी कलर लाते लाते,
हमारी जिंदगी के रंगों को खो दिया...

फिर भी,
जितने मजे इलेक्ट्रॉन को घुमाने में आया,
वो किसी और मे नहीं आया..

पढ़ने के लिए तो और भी बहुत कुछ है.. लेकिन,
इस दिल को तो सिर्फ CHEMISTRY ही भाया...

Read More

વર્ષોથી દાટેલી યાદોએ આજે,
બમણા વેગે આક્રમણ કર્યું,
આંખ હળવી થતી રહી, ને
ઓશીકું રાતભર ભીંજાતું રહ્યું....

-Heena Pansuriya

Read More

अभी तो चलना शुरू किया हैं
रास्ता बड़ा लंबा है,, पर
होंसला भी उनसे कुछ कम नहीं हैं

बड़ा मुश्किल है, थक जाओगे, आसन नहीं हैं
अरे छोड़ो ईन पुरानी बातों को,,
जब रास्ता ही मनपसंद हो तब,
तूफ़ानों को भी गले लगाने को जी चाहता हैं

मंजिल की खोज में नहीं निकले हैं,,
आगे बढ़ते रहना है, मुसाफिर बन जाना हैं
इंतजार है उस वक़्त का जब दो पल ठहरना हैं,,
खुली आँखों से ख्वाब को पुरा होतें देखना हैं

खुद की राह खुद से ही बनानी हैं
तलाश किसी साथी की नहीं,,
ये जो साँसे चल रही है, वहीं काफी हैं

हर पल जी भरके जीना हैं
अभी तो चलना शुरू किया हैं !!! 🤍


- Heena Pansuriya

Read More

કાશ કોઈ સમજવાવાળું હોત કે,
હું પરેશાન છું, નારાજ નહીં..
મને સાંભળે, મનાવે નહીં..

કાશ કોઈ એવું હોત જે,
સન્નાટા પાછળનો ઘોંઘાટ સાંભળી શકત..
ખોટી મુસ્કાન પાછળનું રુદન સાંભળી શકત..

કાશ કોઈ જાણી શકત કે,
દિવસે તો દર્દ પર ખોટું હાસ્ય હાવી થઈ ગયું.. પણ
રાતનાં અંધકારમાં આવેલ આંસુ છેક અંદર સુધી તોડી ગયું..

કાશ આજે કોઈ મારું હોત...
જે વણમાંગી સલાહ નહીં પણ, હાથ પકડી હોંસલો આપત..
તો આજે હાલ બયાન કરવા કલમનો સહારો ન લેવો પડત..

Read More

લખવું છે, પણ લખાતું નથી.
શબ્દોને પ્રાસમાં ગોઠાવું નથી.
મનનો ઉકળાટ કેમ ઠાલવવો... જોને,
કલમને જ આજે ઉપડવું નથી.

-Heena Pansuriya

Read More

મન પણ નકરું તને યાદ કર્યા કરે.. એમાં,
મારો કલમ સાથેનો નાતો ગાઢ બની ગયો.

લોકોથી તો હંમેશા દૂર જ રહેતી.. પણ,
તારો એક ઈશારો મુજને તુજમાં સમાવી ગયો.

જિંદગી હવે નિરસ લાગી રહી હતી.. પણ,
તારો ખીલતો ચહેરો જીવવાનું કારણ બની ગયો.

રહું છું આભારી એ ખરાબ સમય માટે,
જે મને તારા પ્રેમ તરફ ધકેલી ગયો.

તારા પ્રત્યેનો પ્રેમ પણ ગજબ છે હોં...
ના લખતાં, ના લખતાં, આટલું લખાવી ગયો.         

-Heena Pansuriya

Read More

આંખો રડી રડીને ખાલી થવા મથે છે,
પણ એ કારણ એને મળતું નથી.

મન હવે રીબાઈ રીબાઈને મરી રહ્યું છે,
કેમકે ખુશીઓનું સરનામું હવે મળતું નથી.

હવે તો આ સન્નાટો વહાલો લાગે છે,
કેમકે હવે તો બોલવું પણ ગમતું નથી.

હૈયું તો આજે મૌન સાધીને બેઠું છે,
પણ લાગણીનું ચૂપ રહેવું પરવડતું નથી.

લેવો પડે છે હવે કલમનો સહારો,
કેમકે હવે મને પોતાનું કોઈ 'જડતું' નથી.

                 - Heena Pansuriya     

Read More