ક્યારેક વગર શાહીએ પણ કવિતા લખાય છે,
કાગળ પર નહીં પરંતુ નજર સમક્ષ રચાય છે..
બાળકનાં માથાપર માઁ ની મમતાનો હાથ મુકાય છે,
ત્યારે બંગડીનાં રણકારમાં સ્નેહનું સંગીત સર્જાય છે..
કપરા સમયે ઢાલ બની દરેક ઘા ઝીલી જાય છે,
પરિચયમાં બસ ચાર દિવાલથી રસોડા સુધી રહી જાય છે..
પ્રેમ આપી પ્રેમની આશામાં સ્ત્રીની આખી જિંદગી ખર્ચાય છે,
તેનાં ખડખડાટ હાસ્ય પાછળ એક મૂંગી વેદના સાંભળાય છે..
જવાબદારીનાં પૈડાં તળે પોતાનું અસ્તિત્વ કચડાય છે
કદાચ એટલે જ નારીને નારાયણી કહી પૂજાય છે..
-Heena Pansuriya