આંખો રડી રડીને ખાલી થવા મથે છે,
પણ એ કારણ એને મળતું નથી.
મન હવે રીબાઈ રીબાઈને મરી રહ્યું છે,
કેમકે ખુશીઓનું સરનામું હવે મળતું નથી.
હવે તો આ સન્નાટો વહાલો લાગે છે,
કેમકે હવે તો બોલવું પણ ગમતું નથી.
હૈયું તો આજે મૌન સાધીને બેઠું છે,
પણ લાગણીનું ચૂપ રહેવું પરવડતું નથી.
લેવો પડે છે હવે કલમનો સહારો,
કેમકે હવે મને પોતાનું કોઈ 'જડતું' નથી.
- Heena Pansuriya