Quotes by Pankaj Goswamy in Bitesapp read free

Pankaj Goswamy

Pankaj Goswamy

@pankajgoswamy7187


ફાધર્સ ડે કે મધર્સ ડે હોય ત્યારે ઘણાં જણ એવું કહેવા વાળા પણ હોય છે કે ફાધર કે મધર ડે ના હોય એમના પ્રત્યેનો પ્રેમ કોઇ એક દિવસમાં બાંધી ના શકાય. સાચી વાત.. એમનો પ્રેમ કોઇ એક દિવસમાં દર્શાવી શકાય એવો નથી હોતો પરંતુ આ ડે ના બહાના હેઠળ આપણે એમના પ્રેમ માટે કૃતજ્ઞતા તો દાખવી શકીએ છીએ. કાયમ માટે દાખવીએ તો તો અલગ વાત છે પરંતુ એવું કદાચ ભાગ્યે જ કોઇ કરતું હશે, આ એક દિવસે આપણે એમના તરફથી મળતા કે મળેલા પ્રેમ માટે એમને ધન્યવાદ કહીએ છીએ તો આ ડે ઉજવવામાં કંઇ ખોટું નથી. દરેક બાબતમાં પશ્ચિમી સંસ્કૃતિ ખોટી જ છે એવું ના માની શકાય..!!

- પંકજ ગોસ્વામી

Read More

દુઃખ, દર્દ, પીડાં મારા સાથી થયાં,
સાથ છોડી મારો હમરાહી ગયાં..!!

- પંકજ ગોસ્વામી

ક્યારેક કોઈને કહેવાનું મન થઈ આવે છે કે યાર હું મજામાં નથી. મને ક્યાંય ગમતું નથી. બહુ મૂંઝારો થાય છે. ક્યાંય જીવ નથી લાગતો. ક્યારેક કોઈ સાથે વાત કરવાનું મન થાય છે. મોબાઇલ હાથમાં લઈને કોઈને ફોન લગાડવાનો વિચાર આવે છે. ફોનબુકમાંથી એકેય નામ એવું મળતું નથી જેની સાથે વાત કરવાનું મન થાય. આવા સમયે વેદના બેવડાઈ જાય છે. કોઈને કંઈ કહેવાનો મતલબ નથી. કોઈને શું ફેર પડે છે? મારા દુઃખ સાથે દુઃખી થવાવાળું કોઈ છે જ નહીં. બધા પોતાનામાં જ મસ્ત છે,પોતાનામાં જ વ્યસ્ત છે. કોઈ ક્યાં પૂછવા આવવાનું છે કે તું કેમ ઉદાસ છે? કઈ પીડા તને પરેશાન કરી રહી છે?

Read More

જગમાં રખડી શોધતો ફરું આશરો,
રાહ ભુલેલો ભટકતો હું એક મુસાફર..!!

- પંકજ ગોસ્વામી

તારી યાદો ને કે'જે જરા કાબુમાં રહે,
આજે ફરી વરસાદની આગાહી છે..!!

- પંકજ ગોસ્વામી

આંખમાંથી લાગણીના આંસુ આવી વહી ગયા,
ઉંડે સુધી ડૂબી ગયેલાં એ પ્રવાહો રહી ગયા..!!

- પંકજ ગોસ્વામી
#સુશોભન

દુઃખ, દર્દ, પીડાં મારા સાથી થયાં,
સાથ છોડી મારો હમરાહી ગયાં..!!

- પંકજ ગોસ્વામી

લેખ:- જવાબદાર કોણ??

જમાનો બદલાઇ રહ્યો છે અને સાથે સાથે ઘણું બધું બદલાઇ રહ્યું છે. લોકોની રહેણી કરણી, રીતરિવાજ વગેરે. અને બદલાવું જ જોઇએ. સમયની સાથે પગલાં ભરીશું તો જ દુનિયા સામે ટક્કર લઇ શકીશું નહીંતર માત્ર મજાક બનીને રહી જશું.
જમાનો જ્યારે આવી હરણફાળ ગતિ કરી રહ્યો છે ત્યારે આજનું યુવાધન અરે યુવાધન શું દરેકે દરેક વર્ગના લોકો જાણે જમાનાના બાહોપાશમાં આવી ગયા હોય એમ વર્તન કરી રહ્યા છે, શું સાચું છે? શું બરોબર છે? એ કામ કર્યા પછી વિચારે છે અને પછી પસ્તાય છે. આવાં તો ઘણાં મુદ્દા છે પણ મારે વાત કરવી છે સ્વચ્છંદતા ની.
'સ્વચ્છંદતા', છોકરો હોય કે છોકરી, પુરૂષ હોય કે સ્ત્રી. એમની સ્વચ્છંદતા એમને નડવાની જ છે. દરેકને સ્વતંત્રતા જોઇએ છે.પણ એ સ્વતંત્રતામાં શું હોય ને શું ના હોય એ આજનો યુવાવર્ગ ભૂલી રહ્યો છે. મા-બાપ જરા પણ ઠપકો આપી દે તો કાં તો ઘર છોડવાની કાં પછી મરી જવાની ધમકી આપે.. હાં ધમકી જ આપે કારણ કે હકીકતમાં એમનાથી શેકેલો પાપડ પણ ના ભંગાવાનો હોય. એ ધમકીના ડર્યા મા-બાપ કશું કરી કે કહી ના શકે એટલે દીકરો કે દીકરી જલ્સા કરે. અરે જલ્સા સુધી પણ બરાબર છે પણ ક્યારેક એવાં કામ કરી બેસે છે જેમાં બંનેના મા-બાપને સમાજમાં નીચે જોવાનો વારો આવે છે અને વધું ભોગવવાનું છોકરાના પક્ષે આવે છે. હાં, તમને થશે કે કેમ આવું? તો છોકરા-છોકરીના સંબંધમાં જરાપણ કડવાશ આવે તો સીધો જ છોકરા પર બળાત્કારનો જ કેસ થાય. હવે બળાત્કાર થયો હોય કે ભલે સંમતિથી જે થયું હોય એ પણ દોષનો ટોપલો સીધો જ છોકરાના માથે જ ફૂટે. અને અત્યારના કાયદા પણ એવાં છે કે જેમાં છોકરાનાં ભાગે કશું આવતું જ નથી. બહેનો કદાચ ખોટું લગાડશે પણ આ હકીકત છે. આ કાયદાઓનો ઉપયોગ છોકરીઓ એક હથિયાર તરીકે નહીં પણ એક સાધન-વસ્તુ તરીકે કરવા માંડી છે.
છોકરીના ક્યાંક લગ્ન કરે અને છોકરીને છોકરો ના ગમે તો પેલાં તો છૂટું કરવાના પૈસા માંગે અને એ પણ થોડાં નહીં..લાખોમાં હોય. દહેજ પ્રથાનો વિરોધ કરનારા આવા સમયે ક્યાં ગાયબ થઈ જાય છે? ૫૦% કેસ તો એવાં હોતાં હશે ને કે જેમાં છોકરીનો વાંક હોતો હશે? અને છોકરાવાળા બિચારા ના આપી શકે અથવા આપવાની ના પાડે તો એમનું હથિયાર તો તૈયાર જ છે.. કલમ નં ૪૯૮ મુજબ કેસ કરી દેવાનો. ભલેને છોકરાનો આખો પરિવાર કોર્ટમાં તારીખો ભરે.. ક્યાંય સાંભળ્યું છે કે છોકરાએ છોકરી પર કેસ કર્યો? કદાચ ૧૦૦ એ એકાદ કેસ અને છોકરીએ છોકરા પર કેસ કર્યો એવા સામાચાર રોજના છાપામાં ૨-૩ સમાચાર હોય જ. શું એ સમાચાર સાચાં હોય છે? એના વિશે કોઇએ વિચાર કર્યો કદી? માત્ર ૧૦% કેસ જ સાચાં હોય છે.
આ ક્યાંનો ન્યાય છે,ક્યાં સમાનતા છે આમાં? દીકરો-દીકરી એક સમાન રાખવા હોય તો બંનેને સરખું સમ્માન મળવું જોઈએ. સરખા હકો- ફરજો મળવી જોઈએ.

-પંકજ ગોસ્વામી

Read More

#વસંત કેટલો રમણીય શબ્દ, જેના આવવાથી વૃક્ષોમાં જાણે એક નવો જ સંચાર થાય છે, એ ગીત ગાય છે, એ વસંતમાં મગ્ન થઇને લચી પડે છે, નવા નવા ફૂલોનું આગમન થાય છે જાણે કે એ એના પર આવનાર ફળના સ્વાગત માટે તૈયાર થાય છે. સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઉઠે છે.પશુ,પક્ષી, માનવ વગેરે જાણે આ વસંતઋતુમાં અભિભૂત થઇ ઉઠે છે.
પણ,
પણ આ વખતની વસંતમાં એવો કંઇ જ ઉલ્લાસ નથી, ઉમંગ નથી. ચારેકોર સન્નાટો છે. ચિક્કાર સન્નાટો. હાં, વૃક્ષો પર ફૂલ એવાં જ ખીલ્યાં છે પણ એને મહેસૂસ કરવા જવા માટે કોઈ તૈયાર નથી. શહેર-ગામડાંના બગીચા ખાલી પડ્યા છે. એના બાંકડા જાણે સામેથી બોલાવતાં હોય કે આવો મારી પર બેસો, પહેલાં જેવી જ મજાક-મસ્તી કરો. બગીચાના ફૂલ-છોડ જાણે પ્રેમીઓનાં જોડલાં ને સાદ કરતાં હોય કે મારી પાસે આવીને બે ઘડી મારી પાસે બેસો.
કુદરત જાણે માનવજાત પાસેથી કંઇ બદલો લેતી હોય એવી રૂઠી છે. વસંત કે ગ્રીષ્મ બધી ઋતુ એકસમાન લાગે છે.

- પંકજ ગોસ્વામી

Read More

તારું ને મારું મિલન ક્યાં શક્ય છે?
પ્રીત સાદર છોડી દીધી, શું કરુ?

મેં ઉદાસીને નહોતી બોલાવી,
તું કહે તરછોડી દીધી,શું કરું?

- પંકજ ગોસ્વામી

Read More