નાનો અમથો પ્રયાસ છે.લાગણીઓનો આભાસ છે.વાસ્તવિકતા છે અઘરી.એટલે કલ્પનાઓનો શ્વાસ છે

થોડાક જ સપના મારા વાવ્યા છે,
એની કુંપણ જો ફૂટે તો કહેજો ને.

સુખ દરવાજે દસ્તક દઈ ઉભુ છે,
આ દુઃખ થોડું ખસે તો કહેજો ને.

થોડા સંસ્મરણો સાચવી રાખ્યા છે
એની ધૂળ થોડી ઉડે તો કહેજો ને.

વતનની ધૂળથી માથુ ભરીને બેઠી છું,
એ પોકારે મને તો જરા કહેજો ને.

ભીનાશ થોડી લાગણીની ખોવાઈ છે,
એક માવઠું થઈ જાય તો કહેજો ને.

મૃત્યુના સત્યને લઈને ચાલીએ સતત,
જિંદગી સાદ કરે તો જરા કહેજો ને.

વિશ્વાસની તો નથી રહી ક્યાંયે ખોટ,
શ્વાસ જો થોડાં ખૂટે તો કહેજો ને.


"પ્રાપ્તિ"
17/5/23.

Read More

મસ્ત છે.


જિંદગી થોડી અત્યારે અસ્તવ્યસ્ત છે,
તોયે પ્રવાહ એનો વહેતો રહેતો સતત છે.

રોજ એક શમણું આવી કહે છે કાનમાં,
જીવી જાને દોસ્ત જિંદગી બહુ મસ્ત છે.

રોજ ક્યાં મળે છે સૌને સુખ ચેન અહી,
ક્યાંક થતો આરંભ ક્યાંક પાછો અંત છે.

ઊછળે લાગણી ને રોજ ભરાય છે મેળો,
હૈયાની હામ પાછી રાખી અકબંધ છે.

જીવી જાને જીવેલા દિવસો જ સંગ છે,
બાકી રહેલી ક્ષણો પાછી પીડતી સતત છે.

"પ્રાપ્તિ"
7/5/23

Read More

સાર્થક છે.

શ્વાસ માં થોડી સુગંધ ભળે તો સાર્થક છે.
કોઈના માટે થોડા આંસુ પડે તો સાર્થક છે.
આ હાથ કોઈની દુવામાં ઉઠે તો સાર્થક છે.
અંતવેળા પણ અવસર બને તો સાર્થક છે.
વતનની ધૂળ માટે જીવન ખપે તો સાર્થક છે.
આંગળી કોઈના આંસુ લૂછે તો સાર્થક છે.
આ શબ્દો કોઈને સ્પર્શે તો એ સાર્થક છે.

"પ્રાપ્તિ"
4/5/23.

Read More

શું લખું તને?


જિંદગી ની ઝળહળ લખું કે,
વિષાદ કેરી કોઈ ક્ષણ લખું.
શ્વાસ લખું કે વિશ્વાસ લખું,
કે મિલનની એક ક્ષણ લખું.
ઉંબરે ઊભી છે જે જવાની,
એ કોઈ વસંત લખું કે પછી,
વિચારોની એક પળ લખું.
છુટા પડ્યા તે કદી ન મળ્યા,
અંતરની એ ઊર્મિ લખું કે,
તારા વગર વિતાવેલી એ,
દરેક ઉત્કટ એવી ક્ષણ લખું.
જિંદગી જીવી ગયાને એ,
એકાદ પાછું સ્મરણ લખું.
સપનાઓના શહેરમાં વીતેલી,
રાત ને પાછી કોઈ પ્રહર લખું.
તું આવને બેસીએ એક સાંજે,
તારા માટે હું એક ગઝલ લખું.

"પ્રાપ્તિ"
1/5/23.

Read More

સફર તારી સાથેનો હમેશાં સુંદર રહ્યો,
ક્યારેક ઓટ તો ક્યારેક કિનારો રહ્યો.

જિંદગીનો જાણે એ એક સહારો રહ્યો,
રૂપાળા ઉપવન જેવો સોહામણો રહ્યો.

ક્યારેક કાંટા તો ક્યારેક ફૂલ જેવો રહ્યો,
ક્યારેક ઝરણાં જેવો ,ક્યારેક શાંત રહ્યો.

લાલિમા હતી સૂરજ જેવી સદાય એમાં,
તો ક્યારેક કમી તારી થશે ડરાવતો રહ્યો.

સફર તારી સાથેનો સદાય હસાવતો રહ્યો,
ક્યારેક આંસુની જેમ પણ ઉભરાતો રહ્યો.

સંધ્યા જેમ ક્યારેક ખીલેલો હતો ને તોયે,
ક્યારેક પાછો થોડો દઝાડતો પણ રહ્યો.

જિંદગાની રહેશે ત્યાં સુધી આ એક જ,
સફર છે જે જીવનને એ સંભાળતો રહ્યો.

"પ્રાપ્તિ"
30/4/23.

Read More

પુસ્તકો લખાઈ ગયા છે સૌ નામના,
મારું જ પાનું ખાલી કોરું રહી ગયું.

રંગ ભરતા રહ્યા સૌના જીવનમાં,
મારું જ આકાશ ધોળું રહી ગયું.

મોગરો,જૂઈ,ચમેલી મ્હેકે આંગણે,
જીવન ખાલી સુગંધ વિહોણું રહી ગયું.

આશા,ઈચ્છા,અપેક્ષા વગર જીવી લીધું,
ખાલી ભગવો ધરવાનું જ રહી ગયું.

ઘણાય થી પરિચિત છીએ હવે આમતો,
આ નામ ખાલી અંગત થવાનું રહી ગયું.

"પ્રાપ્તિ"
27/4/23.

Read More

બસ એવી એક સવાર મળે,
હાથમાં કાગળ અને કલમ મળે.

હું હોઉં ખુલ્લા આકાશ તળે,
આ મન વિચારોનો મેળો ભરે.

મીઠું મીઠું એક દર્દ જિંદગીનું મળે,
એને પંપાળવા કોઈ આવી ચડે.

દર્દ જોઈ કોઈનું પણ આ દિલ બળે,
એવી જ્યોતિ ભીતર સદાય જલે.

દુવા એક હૃદયની સદાય ને ફળે,
એમાં કામના સર્વ મંગલની ભળે.


"પ્રાપ્તિ"
26/4/23.

Read More

બસ એવી એક સવાર મળે,
હાથમાં કાગળ અને કલમ મળે.

હું હોઉં ખુલ્લા આકાશ તળે,
આ મન વિચારોનો મેળો ભરે.

મીઠું મીઠું એક દર્દ જિંદગીનું મળે,
એને પંપાળવા કોઈ આવી ચડે.

દર્દ જોઈ કોઈનું પણ આ દિલ બળે,
એવી જ્યોતિ ભીતર સદાય જલે.

દુવા એક હૃદયની સદાય ને ફળે,
એમાં કામના સર્વ મંગલની ભળે.


"પ્રાપ્તિ"
26/4/23.

Read More

સપના હજી સ્ત્રીઓના તૂટે છે,
આકાશ હજીય એનું ખૂટે છે,
છડે ચોક હજીય એનું શિયળ,
લોક લૂંટે છે.

શેરીએ શેરીએ પત્થરને લોક,
હજીયે પૂજે છે,
શ્રદ્ધા ના નામે હજીયે,
ધુતારા લૂંટે છે.

ધર્મ,જાતિને, જ્ઞાતિની વાડે,
હજીય માનવતાને લોકો,
ચુંથે છે.

ફરી એક વાર મહામાનવ તમે,
આવોને માણસાઈ માણસની,
સ્થાપિત કરી જાઓને.

સ્ત્રીઓને હજીયે એક,
ઉડાન તમે આપી જાઓને,
પરીક્ષાઓ એની કાપી જાઓને.

બંધારણ નવું આપી જાઓને,
નિયમો નવા ઘડી જાઓને,
ખાલી માણસ જાત જ,
આપીને જાઓને.

તમારે નામે ઘણાય તરે છે,
તમને પણ ભગવાન કરી,
સદાય પૂજે છે.

માનવ કરતાંય મહામાનવથી
તમને હવે ઓળખે છે.


મહામાનવ ને શત શત વંદન,
🌼🌼🌺🌺🏵️🏵️🌼🌼

Read More

રણ મળે કે ઝરણ મળે,
એક ભીનું ભીનું સ્મરણ મળે.

આ ઉદાસીને ઉકેલી શકે,
એવું તો કોઈ એક જણ મળે.

હો સુખ કે દુઃખ જીવનમાં,
જિંદગીનું થોડું વળગણ મળે.

આંખો છો રહી સદા કોરી,
ઉડાન ભરી શકું એવું સપનું મળે.

રાત રહી સદા ને અંધારી,
જીંદગીમાં થોડી ઝળહળ મળે.

"પ્રાપ્તિ"
7/4/23.

Read More