સુકા વૈભવ ના જંગલ માં
        લાગણી નું લીલુછમ તરણું મળે તો મને કેહજો ...
પ્રસ્વેદ થી છલકાતી આંખોમાં
        સ્વપ્નો નું મીઠું એક ઝરણું મળે તો મને કેહજો ....
મન ભરી ને જાય ખુદ ને મળી શકું
        ક્યાંક એ ઘર નું બારણું મળે તો મને કેહજો ...
 યાદની વિરહમાં નીંદર માટે
        કોઈનું પ્રેમ ભર્યું પારણું મળે તો મને કેહજો...