વાસ્તવિક જીવનમાં તો હવે તું મળી નથી,
પણ શું સ્વપ્નમાં મળવાનું વચન આપીશ તું ?
આંખોમાં વસાવી છે મે તને પરંતુ,
અશ્રુઓથી ન વહેવાનો વાયદો કરીશ તું ?
આટલું તો સરસ મજાનું રાજ છે યાર તારું,
તારા સિવાય બીજા કોઈનું ચાલતું પણ નથી અહીંયા,
અને આટલી છૂટછાટ કોણ આપશે તને હેં ?
હ્રદયમાં જ રહી જા ગાંડી અહીંયાંથી જઈને શું કરીશ તું ?
^_^