તારી અને મારી વચ્ચે થોડી દુરી છે;
કવિતાઓ મારી એટલે જ અધૂરી છે.
સમજનારાઓ સમજશે સાનમાં પ્રિયે;
બધું જ હોઠો થી કહેવું ક્યાં જરૂરી છે.
હસતા હસતા હરી ગઈ દિલ મારુ એ;
દિલને ખોઈ નાખવામાં પણ ક્યાં ચતુરાઈ છે.
નથી ટકતું યૌવન કોઈનું , ના ટકશે એ;
તો પ્રિયે , તને શેની એવી મજબૂરી છે.
કહેવાનું હતું એતો કઇ દીધું મેં તને;
તે પણ જે કહેવાનું હતું એ કઈ દીધું છે.
ભલે રહી હોય અધૂરી કહાની મારી ;
ભાગ્યે જ લોકો બધું પામીને જાય છે.
આ કવિતા પણ અહીંયા દોસ્ત;
ખરેખરમાં પુરી જ થાય છે.
- ચંદ્ર પટેલ