*ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને .....*
*આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે*
☘????????
*(૮૪) ટીંડોળા*
*ટિંડોળા (Ivy gourd)*
ટિંડોળા અથવા ઘિલોડી એક બહુવર્ષાયુ વેલાવર્ગમાં આવતી વનસ્પતિ છે. ટિંડોળા અથવા ઘિલોડા તરીકે ઓળખાતાં તેનાં ફળ શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ફળનો ઉપયોગ આયુર્વેદના શાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યો છે.આ ફળ પુખ્ત થાય ત્યાં સુધી લીલા રંગનાં હોય છે, જ્યારે પાકી જાય ત્યારે લાલ રંગનાં જોવા મળે છે.
?? *આપણે ત્યાં ગુજરાતમા ટિંડોળાનું ઉત્પાદન વિશેષ પ્રમાણમાં લેવામાં આવે છે. ટિંડોળાનું વાવેતર ચોમાસુ તથા ઉનાળુ પાક તરીકે કરી શકાય છે.*
?? *ટિંડોળાના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. સારા નિતારવાળી, મધ્યમ કાળી, બેસર, ગોરાડુ અને ફળદ્રુપ ભાઠાની જમીન આ પાક માટે વધુ માફકસરની ગણાય છે.*