હું મને જ...
હું મને જ મનમોજી જિંદગી જીવાડું,
આ અદેખાઈને મનમાં ભરી કેમ જિંદગી ઉલ્ઝાવું..!?
મિત્રો અને સ્નેહીઓને પૂરતા લાડ લડાવું,
આ અદેખાઈને વચ્ચે લાવી સંબંધોને કેમ બગાડું..!?
બધાની ખુશીમાં જ હું મને ખુશી પમાડું,
આ અદેખાઈને વચ્ચે લાવી હું કેમ ખુશીને નજર લગાડું..!?
મારી લાગણીઓના સાગરમાં દુનિયાને ડૂબાડું ,
આ અદેખાઈને વચ્ચે લાવી હું કેમ એને તરસાવું..!?
આંગણે આવતા આશ્રિતોને યોગ્ય દિશા સુજાડું,
આ અદેખાઈને વચ્ચે લાવી હું કેમ એને અંધારામાં ધકેલું..!?
પછી ભલેને હું મને જ લાગણીશીલ કે નાદાનનું લેબલ લગાડું,
પણ આ અદેખાઇને તો મારામાં ન જ જીવાડું..!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...