દામોદર ખુશાલદાસ બોટાદકર –
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
– દામોદર ખુશાલદાસ બોટાદકર


?HAPPY MOTHERS DAY ?
to all greatest mothers,........??????

Gujarati Poem by Nirmalsinh Vaghela Nirmala Inhibition : 111167695
Vajir Ali Kalubhai Daudani 8 years ago

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ ....... વાહ બહુ સરસ એક વખતે અમે આ કવીતા ભણતા ...... તમે નવેસર થી યાદ કરાવી .... આભાર ..શુક્રિયા ...થેંકસ .......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now