Gujarati Quote in Thought by Nikunj Panchal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહું તો ! તારી ચાહતમાં હવે એ વાત નથી લાગતી....

યાદ છે ! આપણા પ્રણયની એ પહેલી મુલાકાત,
ત્યારે જે મળવાની તાલાવેલી રહેતી તારા મનમાં,
હવે એવી અસર રહી નથી લાગતી...
કહું તો ! તારી ચાહતમાં હવે એ વાત નથી લાગતી....

સવાર ના એલાર્મ પહેલા તારો કોલ મને જગાડી દેતો,
કહું તો તારી યાદોમાં ખોવાઈ હું સૂતો પણ ક્યાં હતો !
ક્યાં ખોવાઈ એ રીંગ કેમ હવે નથી વાગતી...
કહું તો ! તારી ચાહતમાં હવે એ વાત નથી લાગતી....

બાબુ ખાધું, બાબુ શું કરો ? તારા મેસેજથી મારું ઇનબૉક્સ ઉભરાતું ક્યારેક,
ને પછી રિપ્લાય ની રાહ જોતી જોતી ગુસ્સામાં તું ખીજવાતી,
ક્યાં ખોવાઈ એ નોટીફિકેશન જે સ્ક્રીન પર નથી આવતી...
કહું તો ! તારી ચાહતમાં હવે એ વાત નથી લાગતી....

સમય ના હતો તો પણ સમય કાઢી લેતો હું તારા માટે,
તારા એકવાર કહ્યા પર હું આવી જતો મળવાને માટે,
કેમ હવે તારી માંગણીમા એ જીદ નથી લાગતી...
કહું તો ! તારી ચાહતમાં હવે એ વાત નથી લાગતી....

તું કહે કે ના કહે પણ હું જાણું છું, સમજુ છું બધું ગાંડી !
તારા વિચારોનું પંખી નવા ઉપવનની રાહ જે પકડી બેઠું છે,
જો બેવફાઈની આ રીત તને સારી નથી લાગતી....
કદાચ એટલે જ હવે,
કહું તો ! તારી ચાહતમાં હવે એ વાત નથી લાગતી....

મિલન લાડ.....

Gujarati Thought by Nikunj Panchal : 111196721
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now