ના જાણું આ રીતે બીજા ને છેતરી 
 જાણું, 
 એવું અજબ ચાલાક બુદ્ધિ નું મને 
 ડહાપણ નથી જોતું, 
 
 અને કોઈ ટાઢ થી થરતા તો એનું અંગ ઢાંકી દયો, 
 નકામાં આ મૃત શરીર પાછળ મને ખાંપણ નથી જોતું, 
 
 અને જીવતા ને જ્યાં રાંધી ખાવા 
 નથી મળતું ઇંધણ 
 તો મરેલા પાસે, ખડકેલું મને 
 બળતણ નથી જોતું, 
 
 કવિતા ના દાદ ના દેનારી બે કદર મહેફિલ નું મને આમંત્રણ નથી જોતું.