રામ રાખે એમ રહીએ
બોલવા ખાતર બબડીએ

આપણે શું કરવો લ્હાવો
એમને લઇ લેવા દઇએ

ત્યાં સુધી જાવું જ છે તો
બસ, હવે અહીંયા અટકીએ

હાથમાં આપે છે માથું
તો પછી શું પગ પકડીએ

પ્હેલવ્હેલું ક્યાં મરણ છે?
એય લીલ્લાલ્હેર કરીએ

- વિહંગ વ્યાસ

Gujarati Poem by Rinku Panchal : 111224496

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now