Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....#.... વેદ પરિચય...#....

કેમ છો મિત્રો...? મોજમાં તો છો ને...?
હા ખબર છે... એ જ રુટીન જવાબ આપ સૌનો, "હા ભાઇ એકદમ મોજમાં.."
સારું ચાલો મહાદેવ હંમેશા આપને આમજ મોજમાં હસતાં રમતાં રાખે...
આજનો વિષય છે,વેદ...
સાંભળ્યું તો હશે જ ને...? પેલા ચાર વેદ વિશે.
હા એ જ,
૧) ઋગવેદ
૨) યજુર્વેદ
૩) સામવેદ
૪) અથર્વવેદ

વેદ ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પ્રત્યેકવેદના ચાર ભાગ છે: બ્રાહ્મણ, સંહિતા, આરણ્યક અને ઉપનિષદ.
જેને આપ સૌ ફક્ત નામથી જ જાણો છો.
અમુક મિત્રો મહિમા પણ જાણતા હશો.
તો બસ જે નથી જાણતા એમના માટે નવું જ્ઞાન, અને જે જાણે છે એમના જ્ઞાનનું પુનરાવર્તન કરીયે આજ...
શરુઆત કરીયે વેદોનું મહત્વ જાણીને...

# વેદોનું મહત્વ :-

અન્યથા વેદપાન્ડિત્ય શાસ્ત્રમાચારમન્યથા ।

અન્યથા કુવચ:શાન્તં લોકા:ક્લિશ્યન્તિ ચાન્યથા ॥

અર્થાત્ :-
વેદોના તત્વજ્ઞાન, શાસ્ત્રોના વિધાન અને સદાચાર તથા સંતોના ઉત્તમ ચરિત્ર તરફ શ્રદ્ધા અને સમ્માન વાળો ભાવ હોવો જોઈએ. એને મિથ્યા તથા કલ્પિત કહી એને કલંકિત કરવા વાળા, એની ઉપર કાદવ ઉછાળનારા લોકો, આ લોક જ નહિ પણ પરલોકમાં પણ ભારે કષ્ટ ઉઠાવે છે.

જોયું આ છે આપણી મૂળભાષા સંસ્કૃતનું આગવું ગૌરવ... સાત શબ્દોમાં સાત વાક્યોનો અર્થ સમજાવી દીધો...
અફસોસ કે આપણે અંગ્રેજી પાછડ ઘેલા થયા છિયે અને અંગ્રેજો ભારત આવી સંસ્કૃતની ભાષા જ્ઞાન પ્રાપ્તિ કરી રહ્યા છે...
તો આનો અર્થ એમ થાય કે આપણે ભારતીય પહેંલાં અંગ્રેજ બનશું ત્યાર બાદ સંસ્કૃત શિખવા યોગ્ય થશું... એમને...?
શું યાર.... સાવ આવું...?

વિષય ભટકવા બદલ ખેદ...
પણ વિચારજો એકવાર અચૂક....

હા તો આપણે ક્યાં હતા...? વેદ....
વેદ એટલે ધર્મ અને બ્રહ્મનું પ્રતિપાદન કરનાર અપૌરુષેય પ્રમાણરૂપ વાક્ય.

ધર્મ = વ્યક્તિ અને સમાજને ધારણ કરે 

બ્રહ્મ = પરમતત્વ 

અપૌરુષેય = જે મનુષ્યે ન રચ્યું હોય 

અનાદિ કાળથી વિદ્યમાન પુરાણોની વિચારધારા પ્રમાણે સમસ્ત સંતુષ્ટિના રચેતા બ્રહ્માજીએ સર્જન માટે વેદોનો આધાર લીધો. માટે જ સમસ્ત વિશ્વમાં જે કાંઈ જ્ઞાન છે તે નિશ્ચિત રૂપે મૂળ વેદમાંથી જ આવ્યું છે. રહસ્યવાદી એક વિશિષ્ટ શૈલીમાં પ્રગટેલ એવા વેદને ગણિત કે વિજ્ઞાનની રીતે નહિ પરંતુ રહસ્યવાદી અભિગમથી સમજી, તપશ્ચર્યા અને ધ્યાનના માધ્યમ દ્વારા આત્મસાત કરી શકાય છે.

# વેદોને શ્રુતિ કેમ કહેવાય છે?

વેદ = સંપૂર્ણ વાંગ્મય = સંહિતા = શ્રુતિ

વેદો ને માટે “શ્રુતિ” શબ્દનો અધિક વ્યવહાર થાય છે. પ્રાચીન સમયમાં ગુરુમુખે સાંભળી શિષ્યો વેદોને કંઠસ્થ કરતા અને પ્રત્યેક શિષ્ય સાક્ષાત વેદ બની જતો.  આ પરંપરા દ્વારા વેદો સાચવી રાખતા. ઋષિવંશોના શ્રવણ માધ્યમ દ્વારા વેદોની પરંપરા પ્રાપ્ત હોવાને લીધે વેદો ને “શ્રુતિ” ની ઉપમા મળી.

# વેદની એક વ્યાખ્યા આ પણ છે-

"विद्यन्ते ज्ञायन्ते लभ्यन्ते वा एभिर्धर्मादिपुरुषार्थाः इति वेदः।"

"જેનાથી ધર્મ,અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો જાણી શકાય અથવા મેળવી શકાય યે વેદ."

(૧)આત્માપરમાત્માના સંબંધમાં વેદના 
"તત્વમસિ" કેવલાદ્વૈત પ્રતિપાદન કરે છે – ‘તત ત્વમ અસિ’ = તે તું છે. અર્થાત ‘પરમ તત્વ જ આત્મા છે.’
(૨)રામાનુજાચાર્યજી કહે છે: ‘તસ્ય ત્વમ અસિ.’ એટલે કે ‘તેનો તું છે.’
(૩)વલ્લભાચાર્યજીઅનુસાર ‘તેન ત્વમ અસિ’ એટલે ‘તેના લીધે તું છે’.

આ હતો વેદોનો બાહ્ય પરિચય....

જો હવે આપ સૌની ઇચ્છા "ચારેય વેદો"ને વિસ્તારપૂર્વક જાણવાની હોય તો આગળની એક એક પોસ્ટ, એક એક વેદને લઇને એકદમ ઊંડાણથી સમજાવું... નહીંતર હરિ.... હરિ...

જય ભોળાનાથ....
હર હર મહાદેવ..... હર....

Gujarati Motivational by Kamlesh : 111238279
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now