સાવ શુષ્ક ઉપવનમાં જાણે બહાર આવી,
કે કોઈના આગમનની અણસાર આવી,
સવાર પણ જાણે કે બનીઠનીને આવી,
ને એટલે મેકઅપ ઝાકળનો કરીને આવી,
કતારો પુષ્પોની પણ સજીધજીને આવી,
ને સવારી ભ્રમરોની પણ વહેલેરી આવી,
સાબદા છે સૌ હવે ધીરજ ખૂટવા આવી,
વધાવો ઉષ્મ-ઉર્મિથી એમની સવારી આવી..