આંખોથી મજબુર અને કપડાં થી ગરીબ દેખાતી એ સ્ત્રી પોતાના હાથમાં રહેલી બેગ એક સ્કૂલ નાં ખૂણે મુકવા જાય છે ત્યાંજ! રમત રમતાં બાળકો ને જોઈ માતૃ હદય સાથે હાથોમાં કંપન થયું,
તે ઝડપથી બેગ હાથમાં લઈને દોડી થોડે દૂર જ એક મોટા ધડાકા સાથે એક કેન્સર પીડિતબાળકે માતૃત્વ ની છાયા ગુમાવી પણ હજારો માતૃત્વ ની ઝંખના કરતાં બાળ હૈયાં ધબકી રહયા હતાં.