મળી ગઈ....
થાકી ગયો હું વ્યથા થી જ્યારે;
અણસાર મળી ગયો જીવનમાં ત્યારે,
થઈ હતી વાત જે દિલની;
આજે ક્ષિતિજ યાદ મળી ગઈ,
દિલ ની આ વાત છે જૂની;
પણ આજે તાજી યાદ મળી ગઈ,
જીવનના લખાયેલા પ્રેમ પ્રકરણમાં;
કવિતાઓ વચ્ચે પંક્તિ મળી ગઈ,
પૂનમની રાત્રે ચાલતા રાસના રમઝટમાં;
ગોપીઓ વચ્ચે રાધા મળી ગઈ.