તારી એ વાંસળીનો સુર, ને મારા પાયલનો ઝણકાર;
આજ તો છે આપણા વસંતનો વ્યવહાર!
તારી એ મોરપીંછ, ને મારા પાલવની કોરનો ચમકાર;
આજ તો છે આપણા વસંતનો વ્યવહાર!
તારી એ કાતીલ આંખો, ને મારા પ્રેમનો એકરાર;
આજ તો છે આપણા વસંતનો વ્યવહાર!
તારી એ રાસલીલા, ને મારા સમર્પણનો ચકચાર;
આજ તો છે આપણા વસંતનો વ્યવહાર !
તારી એ વિરહની વેદના, ને મારા આંસુઓનો સાર;
આજ તો છે આપણા વસંતનો વ્યવહાર !
તારી એ ચૂપકીદીમાં, છે મારા પ્રેમનો સ્વીકાર,
આજ તો છે આપણા વસંતનો વ્યવહાર !
-કુંજદીપ