🔥#CK 🔥
"સંબંધોની રમત"
જોવું છું, જાણુ પણ છું તું જે બતાવી રહી છે,
ડગલે ને પગલે એ જીદંગી તું સંબંધોના જે કપડા ઉતારી રહી છે,
અમુક નાં ઉતરી રહ્યા છે તો અમુક જાતે જ ઉતારી રહ્યા છે,
હા પસંદ છે મને નગ્નતા, વગર આવરણની એ શાશ્વતા,
કેટ કેટલાં કપડાં પહેરીને છુપાવી રાખી છે, કેમ કરી શોધવી આ સંબંધોની વાસ્તવિકતા ?
પણ હા એ સત્ય છે કે ભાગવું નથી મારે કોઈ વન માં,
બની ને પ્રહલાદ બેસવું છે હવે આ સંબંધોની અગ્નિમાં,
બોલવું નથી કે નથી આપવી કોઈ લડત,
બની ને પ્રેક્ષક જોવી છે મારે આ બધા જ સંબંધોની રમત.
-ચિરાગ કાકડિયા