કોણ કહે છે કે આપણે આઝાદ છીએ?
મને તો ગુજરાત સરકાર માં અંગ્રેજો દેખાય છે.
એની એજ નોકરશાહી,એની એજ નોકરો ની ભરતી.
એની એજ નાં સાંભળવાની આદત,
કોણ કહે છે આપણે આઝાદ છીએ?
મત આપીને બહેરાઓને,
દરેક વખત આપણી આંગળી ધોખો ખાય છે.
જ્યાં પણ મત જાય છે ત્યાં એકલો ભ્રષ્ટાચાર જ થાય છે.
કેવાંમાં તો લોકશાહી કેવાય છે,
છતાંય કેમ આજે તાનાશાહી વર્તાય છે.
કોણ કહે છે આપણે આઝાદ છીએ?
મને તો ગુજરાત સરકાર માં જ અંગ્રજો દેખાય છે.
ખેડૂતો,યુવાઓ,વ્યાપારીઓ, ગરીબો થી લઈને દરેક લોકો હવે પસ્તાય છે,
અભણ નેતાઓ લાયકાત નક્કી કરે ને ભણેલા બેરોજગાર એવા પડઘાઓ સંભળાય છે.
૨૧ મી સદીનો અંધકાર યુગ.
ભાવેશ રાવલ લિખિત...