મૃત્યુ
'મૃત્યુ' આ શબ્દ સાંભળતા જ તમને શું દેખાઈ આવે? સહજ છે કે બધાને જુદુ જુદુ જ દેખાય અને જો એમા પણ સમાનતા જોઇતી હોય તો સૌથી નજીકની વ્યકિતનું મૃત્યુ થયુ હોય એ પળ. તમે વિચાર કરો જોઇએ કે આ શબ્દ મૃત્યુ પ્રત્યે તમે કયારે મેચ્યોર થયા મતલબ કે તમને મૃત્યુ હકીકતમાં છે શુ એ કયારે ખબર પડી તો મારા મત પ્રમાણે જયારે તમે તેને ખુબજ નજીકના વ્યક્તિ સાથે થયુ જોયુ હોય અને ખુબ જ નજીકથી જોયુ હોય. આ અેવી ઘટના છે કે જયારે ડોકટર જેવા ડોકટરની અંદર રહેલો માણસ પણ લાગણીશીલ બની ને કહે છે કે 'હી ઓર સી ઇઝ નો મોર' કેમ શુ તે પ્રેકટીકલ બનીને ન કહી શકે કે આનામા કંઇ નથી લઇ જાઓ જલ્દી આને અહીથી. પણ એ ડોકટરે પણ કયારેક તો મૃત્યુનુ દુખ અનુભવ્યુ જ હશે ને! અને તેથી જ આ મૃત્યુ શબ્દ સાથે દરેક માણસની પોતાની એક સ્ટોરી હોય છે, પોતાનો એક અનુભવ હોય છે. જયારે હજી બે કલાક કે બે મીનીટ પહેલા સાથે વાતો કરતી વ્યક્તિ અચાનક જ મૃત્યુ પામે એ કેમ સ્વીકારી શકાય, ખરેખર ગજબ ખેલ છે કુદરતનો!