જીદ વગર જીત મળશે કયાથી,
નથી તાકાત સહન કરવાની તો પ્રેમ કરશો ક્યાંથી,
પ્રકાશ ને સ્પર્શ વાની તૈયારી જો નથી,
તો,
દીવાને પ્રગટાવસો ક્યાંથી..!
બધું જાણી ને સુખી રહેશો ક્યાંથી,
જ્ઞાન ની કિંમત તો ઓછી વતી મલી પણ જશે,
પણ જિંદગી નો આનંદ લાવશો ક્યાંથી..!
શાંતિ વગર ઊંઘ લાવશો ક્યાંથી,
શ્વાસો તો કદાચ અગણ્ય મળી પણ જશે,
પણ આ ધબકારા માં પ્રાણ પુરશો ક્યાંથી..!
સમજણ વિના સ્વાધ્યાય કરશો ક્યાંથી,
ડિગ્રી તો થોડા વર્ષે મળી પણ જશે,
પણ ઇ ચારિત્ર્ય માં ખુમારી લાવશો ક્યાંથી..!
આમ દુર જઈને અંગત બનશો ક્યાંથી,
તિરાડ ને તો કદાચ સાંધી પણ દેશો,
પણ એ જૂની લાગણી માં ભીનાશ લાવશો ક્યાંથી..!