મારી પાસે કેટલાક ચિત્રો છે,
એક છે આકાશનું જેમાં વિહંગો ઊડતા દેખાય છે,
બીજું સાગરનું જેમાં નદીઓ ધસમસતી દેખાય છે,
ત્રીજું શહેરનું જેમાં કેટલાય ગામો આવીને વસ્યા છે,
વગેર વગેરે.. ઉપરાંત એક અનોખું ચિત્ર છે-
મારા રુદયનું એમાં શું દેખાય છે એ હું તમને નહીં કહું.
-- પ્રવીણ શાહ
#ચિત્ર