Gujarati Quote in Poem by DJC

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Covid-19

વાહ રે Covid તે તો આખી દુનિયા જ બદલી નાખી
ચીનથી ફેલાતો આવ્યો તું તો
અમેરિકા, ઈટલી, ઇન્ડિયા જેવા દેશોમાં તારા કેસોની સ્પર્ધા કરી નાખી...
વાહ રે Covid તે તો આખી દુનિયા જ બદલી નાખી...

દર્દીઓના શ્વાસ લઈ જતો તું
ખાંસીથી લોકોની મોત કરી નાખી
દવા શોધાય તે પહેલા જ તે તો
લોકોની સરળ જિંદગી વેરવિખેર કરી નાખી...
વાહ રે Covid

મેડિકલવાળા ની છાપ બદલી તે તો
ડોક્ટરોની  જવાબદારી સૈનિકો જેવી કરી નાખી
ઉદારતા સાથે ફરજ બજાવતા ડોક્ટરોની છવી
તે તો ભગવાન જેવી કરી નાખી...
વાહ રે Covid

આટલી જિદ્દી પબ્લિકને તે તો
માસ્ક અને સેનીટાઈઝરની આદત કરી નાખી
લાખો પોલીસોને તારાઓ બનાવી
તે તો સુરક્ષા કરનારની સુરક્ષા રદ કરી નાખી...
વાહ રે Covid

નફાની લાલચ રાખતા ઉદ્યોગપતિઓની
તે તો પોલીસી બદલી નાખી
લોકો માટે કરોડોનું ફંડ આપતા
ઉદ્યોગપતિઓની ઈજ્જત તે તો ઊંચી આંકી નાખી...
વાહ રે  

૨૧ દિવસનું લોકડાઉન લાવી
તે તો લોકો માટે કોરેન્ટાઇન જેલ કરી નાખી
પરિવારથી દૂર રહેતા લોકોને
પરિવાર પાસે પાછા બોલાવી તે તો એક ફેરવેલ કરી નાખી...વાહ રે Covid

ઘરના કામ એકલી કરતી મમ્મીને
તે તો મેનેજર બનાવી નાખી
આજે તેના ડિવાઇડ કરેલા કામ પર
કામ કરતાં અમારી પગાર વગરની જોબ કરી નાખી...
વાહ રે

લોકોના બગડતાં સંબંધોને ફરી સમય મળતા
તે તો મીઠા સંબંધોની ફરી શરૂઆત કરી નાખી
ચોવીસ કલાક દોડતી ભાગતી જીંદગીમાં
તે તો ૨૧ દિવસ હળવાશની એક કેદ કરી નાખી...
વાહ રે Covid

વર્ષોથી ભૂલી ગયેલા લોકોને
યોગ અને એક્સરસાઇઝની આદત કરી નાખી
જેવું તેવું ખાતા પીતા લોકોને
તે તો હેલ્ધી ખાવાની આદત કરી નાખી...
વાહ રે Covid

ક્લીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા કરતા મંત્રીની
આજે તે ઈચ્છા પૂરી કરી નાખી
આજે દેશ શું આખા વિશ્વની ગલીયોને તે સેનિટાઇઝ કરી વગર દિવાળીએ આખા વિશ્વની સફાઈ કરાવી નાખી... વાહ રે Covid

ખુશી ખુશી હસતા ફરતા રસ્તાની તે
સ્મશાન જેવી સુમસામ શકલ કરી નાખી
પણ આખા ઇન્ડિયાને એકસાથે પાંચ વાગ્યે રણકાર વગાડવાનો મોકો આપી ખુશીની એક મહેર ફેરવી નાખી...વાહ રે Covid

સાંભળ્યું હતું 2020 ખરાબ હશે
અફવા કે સત્યની અમે જાણકારી ન રાખી
તું ફરી ન આવતો પાછો ક્યારેય
પણ કહેવા માંગીશ કે તે સમયને યાદગાર બનાવી એક હિસ્ટ્રી બનાવી નાખી...વાહ રે Covid


આજે તું મહામારી બનીને આવ્યો છે
પણ કેહવા માંગીશ
કે તે અમારી ૧૩૦ કરોડ જનતાને એક કરી નાખી...
વાહ રે Covid  તે તો આખી દુનિયા જ બદલી નાખી.
DJC✌️

selfwritten ✌️
plz like and share🙏😇

(follow my page on Instagram @savicha_sara_vichar)

Gujarati Poem by DJC : 111379498
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now